મધ બે પ્રકારના હોય છે : કુદરતી અને કૃત્રિમ. એમાં પણ કુદરતી મધ તો જેટલું જુનું એટલું સારું! મધને વર્ષોથી ઔષધી તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને આજે પણ મધનો ઉપયોગ ઘણી ખરી જગ્યાએ સ્વાસ્થ્યની જાળવણી માટે કરવામાં આવે છે. મધનો ઉપયોગ અમુક સ્પેશ્યલ રીતે કરવામાં આવે તો શરીરમાં પડેલા કોઇપણ પ્રકારના ઘાવ જલ્દીથી રૂઝાય છે, શરદી-ઉધરસ, શરીરની ઈમ્યુન સીસ્ટમને મજબુત કરવા અને ત્વચા સંબંધિત રોગો જલ્દીથી મટી શકે છે.
મોટાભાગના લોકોને એ ખબર હોય છે કે મધ બહુ જ ગુણકારી છે પણ તેના ઉપયોગ વિષેની જાણકારી હોતી નથી. તો આજના આર્ટીકલમાં એ જ માહિતીને આપણે વિસ્તારથી જાણીએ :
મધના ચોક્કસ ઉપયોગથી શું ફાયદો થાય છે?
મધને સ્પેશ્યલ રીતે વાપરવામાં આવે તો મધ બેસ્ટ ઔષધ બની શકે છે. મધ એ એક પ્રકારનું એન્ટીઓક્સીડેન્ટનું કામ કરે છે, જે શરીરને અન્ય બીમારી સામે લડવાની શક્તિ આપે છે. ઉપરાંત મધ શરદી-ઉધરસ, ત્વચા રોગ તેમજ પેટના રોગ માટે ઉપયોગમાં લઇ શકાય છે.
સ્વાસ્થ્યના ફાયદા માટે મધને કેવી રીતે ઉપયોગમાં લેવું જોઈએ?
- સામાન્ય રીતે મધનો ઉપયોગ અમુક પ્રકારની વાનગીમાં કરી શકાય છે. જેનાથી વાનગીને એક અલગ જ પ્રકારનો સ્વાદ મળે છે અને શરીર માટે મધ ગુણકારી સાબિત થાય છે.
- મધનો ઉપયોગ એક સ્વીટનર તરીકે કરવામાં આવે તો પણ ચાલે. આપ મધને શર્કરાની જગ્યાએ પણ ઉપયોગમાં લઇ શકો છો. મધ સામાન્ય પ્રમાણમાં કોલેસ્ટ્રોલ ધટાડવા માટે પણ ઉપયોગી છે.
- જે વ્યક્તિના શરીરમાં પોષણની બહુ જ કમી હોય તે રોટલી સાથે મધ ખાઈને પોષણ સંબધિત સમસ્યા માંથી છુટકારો મેળવી શકે છે.
મધ દ્વારા ઔષધીય ઈલાજ :
હોઠની ચામડી :
હોઠની ચામડી બહુ જ નાજુક હોય છે. વધુ ઠંડુ કે ગરમ ખાવાની અસર હોઠ પર થતી હોય છે. બીડી-સિગારેટનું સતત સેવન કરનાર વ્યક્તિ હોઠનું ખુબસુરતી ગુમાવે છે. આ બધા કારણો જણાવે છે કે હોઠની સંભાળ લેવી જોઈએ. તો એ માટે મધનો ઉપયોગ કરી શકાય છે.
હોઠની ફાટેલી ચામડી પર મધ લગાવીને સુવાથી હોઠની ચામડીને સારી રાખી શકાય છે. સવારે ઉઠતાની સાથે શુદ્ધ મધથી હોઠ પર હળવા હાથેથી માલીશ કરવાથી ઘણો ફાયદો થાય છે. હોઠને કુદરતી રીતે ગુલાબી બનાવવા માટે આ કરગર ઉપાય છે.
અનિંદ્રા :
આયુર્વેદમાં અનિંદ્રાને એક પ્રકારની બીમારી ગણવામાં આવી છે. અનિંદ્રાએ માણસની એવી સમસ્યા છે જેનાથી લાંબા સમયે માનસિક અને શારીરિક બંને સ્થિતિ ખરાબ થઇ શકે છે. કોઇપણ વાનગી સાથે જો મધનું સેવન કરવામાં આવે તો વ્યક્તિને અનિંદ્રાની બીમારીમાંથી રાહત મળી શકે છે. મધ ગાઢ ઊંઘ આપે છે અને અનિંદ્રાની સમસ્યા કાયમી માટે દૂર કરી શકે છે.
ગરમ દૂધમાં મધ ભેળવીને સુવાના સમય પહેલા પીવાથી અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે. દૂધમાં તજ પાઉડર સાથે મધ ભેળવીને દરરોજ પીવાથી અનિંદ્રાની સમસ્યામાંથી છુટકારો મળે છે.
ચામડી માટે ફાયદારૂપ :
ત્વચાની પણ એક ઉંમર હોય છે, એ ઉંમરમાં જો ત્વચાના આયુષ્ય માટે કાંઈક કરવામાં આવે તો ચામડીને ચમકદાર અને ખુબસુરત રાખી શકાય છે. મધ કુદરતી મોસ્ચ્યુંરાઈઝરની જેમ કામ કરી શકે છે. આ ગુણ ચહેરાના ડાઘ, ખીલ અને અશુદ્ધિઓને દૂર કરે છે. ચહેરાની ત્વચાને સોફ્ટ અને ગ્લોઈંગ આપવા માટે મધનો દરરોજ ઉપયોગ કરી શકાય છે. સવારે ઉઠતાની સાથે સહેજ ગરમ પાણીથી ચહેરો સાફ કરી લો ત્યારબાદ થોડા સમય માટે મધથી હળવું માલીશ કરો. આ પદ્ધતિ ચહેરાની ખુબસુરતી વધારવામાં મદદરૂપ થશે.
શરીર પર પડેલ ઘા :
મધ એન્ટી-ફંગલ અને એન્ટી-બેક્ટેરિયલ હોય છે. શરીર પર પડેલા ઘા ને જલ્દી ભરવા માટે મધનો ઉપયોગ કરી શકાય છે. ઘા પર સહેજ મધ લગાવવાથી રૂઝ આવવાની પ્રક્રિયા ઝડપી બને છે. દાઝ્યાં હોય એ ચામડી પર મઘ લગાવી શકાય છે. એ સાથે મધનું સેવન પણ કરવું જેથી ઘા પર જલ્દી રૂઝ આવી શકે.
ઉધરસ માટે રામબાણ ઈલાજ :
ઉધરસને ઓછી કરવા માટે મધનો ઉપયોગ કરવો જોઈએ. ગળાની ખરાશ અને કફને દૂર કરવા માટે મધ ઉપયોગી છે. થોડા આદુના રસ સાથે એક ચમચી મધ રાતે સુતી વખતે લેવાથી ઉધરસ જલ્દીથી મટી શકે છે. સુંઠ સાથે પણ મધનું સેવન સ્વાસ્થ્ય સમસ્યા તેમજ વધુ પડતી ઉધરસમાં રાહત આપે છે.
છે ને ખરેખર મધના ફાયદા ઘણા બધા…! મધને અહીં જણાવેલ રીતે સેવન કરવાથી બહુ જ ફાયદા થાય છે. તો આપ પણ કોઈ મધનો ઉપાય અજમાવી શકો છો.
આવી અન્ય જાણકારી ગુજરાતી ભાષામાં જાણવા માટે ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો. અને નજીકના મિત્રો સાથે આ માહિતીને શેયર કરજો જેથી જરૂર છે એ વ્યક્તિ સુધી અગત્યની માહિતી પહોંચી શકે.
#Author : Ravi Gohel