પ્રદૂષણની સાથે કોરોનાથી લડવા માટે તમારા અવયવોને એવી રીતે તૈયાર કરો કે કોરોનાની અસર તમને ન થાય

Image source

કોરોના વાયરસ સ્વાસ્થ્યને ખરાબ રીતે અસર કરી રહ્યો છે. ખાસ કરીને નબળી રોગપ્રતિકારક શક્તિ વાળાની સાથેજ પ્રદૂષિત હવા પણ આપણા શ્વસનતંત્રને નુકશાન કરવાનું કામ કરે છે. આવી સ્થિતિમા આપણે આ બંનેથી સાવચેત રહેવું જરૂરી છે. પરંતુ થોડો ખાણીપીણી માં સુધારો કરીને અને ઘરની અંદર રહેવું જ તેનો ઉપાય નથી તેના અન્ય પગલા પણ છે જેની કાળજી લેવી જરૂરી છે. ચાલો જાણીએ તેના વિશે…..

૧. જો હવા ખુબ પ્રદૂષિત હોય તો ઘરથી બહાર બિલકુલ પણ ન નિકળો. ખુબ વધારે જરૂરી હોય તો માસ્ક લગાવવાનું ન ભૂલો. માસ્કને સારી રીતે લગાવો. મોઢાની સાથે નાકપણ સંપૂર્ણ રીતે ઠંકાવું જોઈએ.

૨. ધૂળ અને પ્રદૂષણથી બચી રહેવા માટે ઘરને હંમેશા ચોખ્ખા રાખો. ઘરના દરવાજા અને બારીઓ બંધ રાખો તેનાથી પ્રદૂષણના કણોને ઘરની અંદર આવવાની શક્યતા ઓછામાં ઓછી રહેશે.

૩. સ્મોકિંગ આપણા ફેફસા પર ખુબજ અસર કરે છે. જે પ્રકારથી પ્રદૂષણ અને કોરોના ફેલાઈ રહ્યો છે અને તે સૌથી પહેલા આપણા અવયવો પર હુમલો કરી રહ્યા છે તો તેનાથી સુરક્ષિત રહેવા માટે શ્રેષ્ઠ ઉપાય છે તમે સ્મોકિંગ ની ટેવથી તરત છુટકારો મેળવો.

૪. ગાજર, સંતરા, કઠોળ, અનાનસ, કદ્દુ, સુકામેવા અને બી આ બધીજ વસ્તુઓ ફેફસા માટે ખુબજ ફાયદાકારક છે. તો તે આહાર તમારા ભોજનમાં જરૂર શામેલ કરો. ચરબી વધારતા ફૂડ ઉત્પાદનોને સંપૂર્ણ રીતે ટાળો.

૫. વધુમા વધુ પ્રવાહી લો. શરીરને ડિટોકસ કરવા માટે દિવસમાં ઓછામાં ઓછા ૮-૧૦ ગ્લાસ પાણી જરૂર પીઓ. પરંતુ પાણી સિવાય ઉકાળો, ફ્રૂટ જ્યુસ, નારિયેળ પાણી પીવાથી પણ ખુબજ ફાયદો થશે.

Image source

૬. પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ખુબજ ભારે કસરતો કરવા પર પ્રતિબંધ છે પરંતુ જાળવી કસરત કરવામાં કોઈ નુકશાન નથી, જેમાં ચાલવું અને દોરડા કુદ જેવી કસરતોનો સમાવેશ થાય છે. ડોક્ટરની જરૂરી સલાહ લઈને તે દરમિયાન કેવા પ્રકારની કસરત કરવી અને શાની અવગણના. સાથેજ અવયવ માટે પણ કસરત કરો. પ્રાણાયામ ખુબજ જરૂરી છે જેમાં ઊંડો શ્વાસ લેવાથી અને છોડવાથી ફેફસાની સારી કસરત થઈ જાય છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment