મોટા ભાગે લોકો કહેતા જરૂર હોય છે. કે તેઓ સવારે વહેલા ઉઠવા માંગે છે. પરંતુ તેઓ ઉઠી નથી શકતા. અને હવે તો શિયાળો આવ્યો જેથી સવારના સમયે ભાગ્યેજ કોઈ એવી વ્યક્તિ હશે જે સવારે વહેલા ઉઠતું હશે. પરંતુ આજે અમે તમને જણાવીશું કે સવારે વહેલા ઉઠવાની સાથે જો તમે અમુક આદતો તમારા જીવનમાં પાળશો તો તે આદતોને કારણે તમારી સ્કીન હંમેશા સારી રહેશે.
સવારના સમયે વહેલા ઉઠીને પોતાનો મોબાઈલ ચેક કરતા હોય છે. પરંતુ આપને જણાવી દઈએ આ આદતને કારણે તમારી સ્કીનની સાથે સાથે તમારી માસપેશીઓને પણ નુકશાન પહોચે છે. જેના કારણે આખની નીચે ડાર્ક સર્કલ થઈ જતા હોય છે. સાથેજ તમારી ઉંમર વધી ગઈ હોય તેવું દેખાઈ આવે છે. આ ઉપરાંત સવારના સમયે તમારી અમુક આદતો તમારી સ્કીન પર ભારે અસર કરતી હોય છે.
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની સ્કીન હંમેશા ઉજળી રહે પરંતુ જો સ્કીનને ઉજળી રાખવી હોય તો જીવનમાં અમુક આદતો પાડવી પડશે. તોજ તમે તમારી સ્કીનને ઉજળી રાખી શખશો. કારણકે સવારના સમયે વહેલા ઉઠ્યા બાદ તમે જે આદતો પાડશો તે તમારા સ્વાસ્થ્ય માટે તો સારી રહેશેજ સાથેજ તમારી સ્કીન માટે તે આદતો એટલીજ મહત્વપૂર્ણ રહેતી હોય છે.
તો આજે અમે તમને જણાવીશું કે સવારે વહેલા ઉઠ્યા બાદ તમે કઈ આદતો પાડશો. કે જેના કારણે તમારપી સ્કીન ઉજળી દેખાશે
એક ગ્લાસ પાણી પિવાનું રાખો
સવારના સમયે એક ગ્લાસ પાણી પિવાનું રાખશો તો તેના કારણે તમારી સ્કીન ખુબજ સારી રહેશે. સાથેજ આપને જણાવી દઈએ કે જે લોકો પોતાની સ્કીનનું ધ્યાન રાખતા હોય છે. તે તો આ નીયમ હંમેશા પાળે છે.આ આદતને કારણે સ્કીન ઉજળી થાય છે. સાથેજ આપણી પાચનક્રીયા પણ મજબૂત થાય છે. જેના કારણે સવારના સમયે તમારુ પેટ સાફ રહેશે. મહત્વનું છે કે સવારના સમયે પાણી પીવાથી તમારો ચહેરો પ્રાકૃતિક રીતે ખીલી ઉઠશે. અને આખા દિવસમાં તમારે ઓછામાં ઓછું 3 થી 4 લીટર જેટલું પાણી પીવું જોઈએ જે આપણા શરીર માટે તેમજ આપણી સ્કીન માટે ઘણું ફાયદાકારક છે.
વર્કઆઉટ કરવાનું રાખો
વર્કઆઉટ કરવાની સલાહ અમે એટલા માટે આપી રહ્યા છે.કારણકે વર્ક આઉટ કરવાથી શરીરમાં પરસેવો થાય છે. અને અઠવાડિયામાં તમે 4 થી 5 વખત વર્કઆઉટ કરવાનું રૂટીન રાખશો તો શરીરમાં લોહીનું પરીભ્રમણ પણ યોગ્ય રીત રહેશ અને સાથેજ તામારા હ્રદયની ગતિ પણ વધી જશે. આ તમામ વસ્તુઓને કારણે તમારી ત્વચાને ઘણોજ ફાયદો થશે. અને ધીમે ધીમે તમારી ત્વચા ઉજળી દેખાવા લાગશે.
CTM રુટીન રાખો
સીટીએમ એટલે કે ક્લીજિંગ ટોનીંગ અને મોઈસ્ચરાઈજિંગ આ ત્રણેય વસ્તુઓ માટે તમારે અમુક મીનીટોનો સમય લાગતો હોય છે. પરંતુ તેના કારણે તમારી સ્કીનમાં ઘણો બદલાવ જોવા મળે છે. પરંતુ ખાસ એ વસ્તુંનું ધ્યાન રાખજો કે તમે જે ક્લીન્જર લગાવાનું રાખો તે તમારી ત્વચાને ધ્યાનમાં રાખીને ખરીદજો. સાથેજ ટોનર લગાવતા પહેલા પણ એક ટોનર પેડનો ઉપયોગ હંમેશા કરજો. જેના કારણે કલીંજર દ્વારા જે ગંદકી થઈ હશે તે સાફ થઈ જશે. અને છેલ્લે મોઈસ્ચરાઈધ કરવાનો નીયમ રાખજો. જેના કારણે તમારી ત્વચાનું સ્વાસ્થ્ય સારુ રહેશે. અને પ્રાકૃતિક રીતે તેને ચમક મળી રહેશે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team