હવે તે સમય ગયો જ્યારે કહેવામાં આવતું કે ત્વચાની સંભાળ રાખવીએ છોકરીઓનું કામ છે અને છોકરાઓને આ બધી વસ્તુઓની કાળજી હોતી નથી, છોકરા રફ અને કઠિન રહેવાનું પસંદ કરે છે, તેથી તે ત્વચાની સંભાળ જેવી વસ્તુઓથી દૂર રહ્યા છે પરંતુ આધુનિક સમયમાં તેવું કશુજ નથી.
જેમ જેમ પુરુષોના કોસ્મેટિક પ્રોડક્ટનું બજાર વધી રહ્યું છે. તેથી તે સમજવા લાગ્યા છે કે પુરુષોને પણ તેમની સુંદરતાનો ખુબ ખ્યાલ છે.
આજના સમયમાં દરેક સારા દેખાવા માંગે છે અને જો તેમ છે તો છોકરા કેમ ન ધ્યાન રાખે. તે પણ સાચુ છે કે સ્ત્રીઓ તેવા પુરુષોથી વધુ આકર્ષિત થાય છે જે લોકો સારી રીતે પોતાના શરીરને મેન્ટન કરતા હોય. તો ચાલો કેટલીક ખાસ વાતો જાણીએ જે પુરુષોની ત્વચા ની સારસંભાળ ( મેન્સ સ્કીન કેર રૂટિન ) સાથે સંબંધિત છે.
તમારી ત્વચાને મોઈશ્વરાઈઝ કરો
તમે તમારા શરીરની અંદર બધા અંગોની સારસંભાળ કરો છો, પરંતુ તમે તમારા સૌથી મોટા અંગ – તમારી ત્વચાની સારસંભાળ માટે શું કરી રહ્યા છો?
એક યુવાન લગભગ ૮ પાઉન્ડ ત્વચાની સારસંભાળ કરે છે, તેથી તમારે તે સુનિશ્ચિત કરવાની જરૂર છે કે તે સ્વસ્થ હોય.
નમણાશ તમારી ત્વચાને સ્વસ્થ રાખવાનો એક નંબર છે. ખુબ પાણી પીઓ અને જો તમારી ત્વચા થોડી પણ શુષ્ક લાગે છે, તો તમે શાવર લીધા પછી લોશન લગાવો.
તમારા શરીર પર સારી રીતે બોડી લોશનનો ઉપયોગ કરો અને તમારા ચહેરા માટે એક ફેસ મોઈશ્વરાઈઝર નો ઉપયોગ કરો.
બની શકે તો ફેસવૉશનો જ ઉપયોગ કરો
ફેસવૉશનો ઉપયોગ હંમેશા તમારી ત્વચા અને ચહેરાની બનાવટના હિસાબથી કરો. શુષ્ક ત્વચા માટે એલોવેરા ફેસવૉશ સૌથી સારુ છે. જેમકે તૈલીય ત્વચા માટે પાઈનેપલ ફેસવૉશનો ઉપયોગ કરો.
જે લોકોના ચહેરા પર કોઈ પ્રકારના દાગ ધબ્બા, પિગમેંટેશન , નિશાન, કરચલીઓ અને કાળાપણાની સમસ્યાઓ હોય તે લોકો લીમડાના ફેસવૉશનો ઉપયોગ કરો.
દાઢી કરતી વખતે ધ્યાન રાખો
પુરુષોની ત્વચા સંબંધી સમસ્યાઓ વધારે દાઢી અને વાળના વધતા મુદ્દા પર જ આધારિત હોય છે. પુરુષ ત્વચાની સારસંભાળ માટે શેવિંગ કરવાની રીતમાં ફેરફાર કરી શકે છે.
દરરોજ દાઢી કરવાથી ચહેરા પર ડાર્ક પેચ બની જાય છે. શેવિંગ કર્યા પછી ફકત આફ્ટર શૅવનો ઉપયોગ કરવો પૂરતો નથી. દાઢી કર્યા પછી સારા મોઈશ્વરાઈઝરનો પણ ઉપયોગ કરો.
સારો ખોરાક લો
Image source
ત્વચાને ભેજયુકત રાખવા ઉપરાંત તમારો ખોરાક સારો હોવો જોઈએ. પાણી વાળા ફળ અને શાકભાજી હાઈડ્રેશન ની સાથે મદદ કરે છે, જે ત્વચાને યુવાન બનાવી રાખે છે.
તરબૂચ, ટામેટા , કાકડી અને લીંબુનો તમારા ખોરાકમાં સમાવેશ કરો. સાથેજ વધુ કોબીજ નું સેવન કરો. તેમાં વિટામિન સી અને વિટામિન એ હોય છે.
તે લોહીને ડિટૉકસીફાઈ કરે છે, અને કોબીજ માં રહેલા ફાઈબર શરીરનો કચરો અને જેરીલા પદાર્થોને બહાર કાઢે છે. જેરીલા પદાર્થો વાસ્તવમાં તમારા ચહેરા પર જોઈ શકાય છે, જેનાથી તમે તમારી ઉંમર થી મોટા દેખાવ છો.
પૂરતી ઉંઘ કરો
એક દિવસ કે ઘણા દિવસો સુધી સરખી રીતે ન સૂવુ એ તમારા ઉપર અસર દેખાડવા લાગે છે. જો તમે અંડર આઈ બેગ થી છુટકારો મેળવવા માંગો છો તો તમારે દિવસમાં લગભગ ૮ કલાક સુવુ પડશે.
સૂવાથી તમારા મગજ અને ત્વચાના સ્નાયુઓને આરામ મળે છે અને ચેહરા પર કરચલી પણ ઓછી જોવા મળે છે. તેમા કોઈ શક નથી કે એક તણાવ મુક્ત અને શાંતિપૂર્ણ મન, બહેતર દેખાતી ત્વચા બરાબર હોય છે.
સનસ્ક્રીન ક્રીમ કે લોશન નો ઉપયોગ કરો
પુરુષો માટે પણ સુર્ય થી સુરક્ષા મહત્વની છે, પરંતુ ઘણીવાર તેની અવગણના કરવામાં આવે છે. પુરુષોની ત્વચા સ્ત્રીઓની સરખામણીમાં વધારે ટૈન હોય છે.
સૂર્યથી સુરક્ષા માટે સનસ્ક્રીન લગાવવું ખુબ જરૂરી છે કેમકે તે તમારી ત્વચાને યુવીએ અને યુવીબી કિરણોથી બચાવી રાખશે.
ઋતુ કોઈપણ હોય, યુવી કિરણોની અસર દરેક ત્વચા પર પડે છે. ઘણીવાર તડકાથી બચવા ના સાધારણ ઉપાયો અપનાવ્યા પછી પણ ત્વચા પ્રભાવિત થઈ જાય છે.
તેનાથી બચવા નો એક જ ઉપાય છે કે ઘર કે ઘરની બહાર નીકળતી વખતે સનસ્ક્રીન ક્રીમ કે લોશનનો ઉપયોગ જરૂર કરવો જોઈએ.
પુરુષોની ત્વચા જાડી હોય છે
સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોની ત્વચા જાડી હોય છે. સ્ત્રીઓની સરખામણી કરીએ તો ત્વચા ૨૦ થી ૩૦ ટકા વધારે જાડી હોય છે, તેમજ તેમાં રોમછિદ્રો પણ વધારે હોય છે સ્ત્રીઓની ત્વચા મુલાયમ હોય છે, તેથી તેના માટે સ્કીન કેર રૂટિન અલગ હોય છે.
જો પુરુષ સ્ત્રીઓની સ્કિન કેયર રૂટિન ને અનુસરશે, તો પરિણામ ઝીરો આવશે તેથી તેની સ્કીન કેર અલગ હોવી જોઈએ.
ફેસવૉશ નો ઉપયોગ કરો
ચહેરાને સાફ કરવા માટે સાબુને બદલે ફેસવૉશનો ઉપયોગ કરો, કેમકે સાબુ ફકત સ્ત્રીઓની જ નહીં પુરુષોની ત્વચાનો ભેજ ચોરી લે છે અને ચહેરાને શુષ્ક બનાવે છે તેથી તમારી ત્વચાને ઓળખીને ફેસવૉશથી દિવસમાં બે વાર ચહેરાને સાફ કરો. જો તમારી ત્વચા શુષ્ક છે તો ક્રીમી ફેસવૉશ લગાવો અને તૈલીય છે તો કલિયર કલીંજર નો ઉપયોગ કરો.
યોગ્ય મોઈશ્વરાઈઝર નો ઉપયોગ કરો
મોટાભાગના પુરુષોની ત્વચા કોમ્બિનેશન સ્કીન હોય છે. તેથી ભારે ક્રીમ કે લોશનથી દુર રહો. પુરુષ ત્વચાની સારસંભાળ માટે ઘરેલુ ઉપચાર માટે પણ એવી વસ્તુઓનો ઉપયોગ કરો, જે ત્વચામાં સરળતાથી અવશોષિત થઈ જાય છે.
પુરુષોની ત્વચા ઘણીવાર મૃત જોવા મળે છે. એવા બ્યુટી પ્રોડક્ટ પસંદ કરો કે પાણી આધારિત હોય. તેનાથી તૈલીય ત્વચાની સમસ્યાથી પણ છુટકારો મળશે.
આંખો નીચેની ત્વચાની પણ સંભાળ રાખો.
પુરુષોની આંખો નીચે ઝડપથી કરચલીઓ પડે છે. આંખો નીચેની ત્વચામાં તૈલીય ગ્રંથિ ઓછી હોય છે, સાથે તે વિસ્તારમાં પરસેવો પણ ઓછો થાય છે. આ કારણે જ તે વિસ્તારમાં કરચલીઓ પડે છે.
આ ભાગને હાઇડ્રેટ કરવા માટે આંખોની ક્રીમ નો ઉપયોગ કરવો, જેને સવારે અને સાંજે સૂતા પહેલા લગાવવાથી કરચલીઓથી બચી શકાય છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team