મગ્ધિરા, સિતા, સિંઘમ, ઇન્ડિયન ૨, કવચમ્, બીઝનેસ મેન આ ફિલ્મના નામ છે અને આ બધી ફિલ્મ એકથી એક ચડિયાતી છે. આ ફિલ્મોમાં મુખ્ય આકર્ષણનું પાત્ર છે કાજલ અગ્રવાલ. સાલ ૧૯૮૫ માં ૧૯ જુનના રોજ તેનો જન્મ થયો અને ભારતીય અભિનેત્રીને ખુબસુરતી જન્મથી મળી હતી. મુખ્ય તેલુગુ ભાષામાં કામ કરીને પોતાના કેરિયરની ગાડી આગળ ચલાવી ત્યાર પછી તેને હિન્દી ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યું અને તેમાં પણ તેને હીટ મેળવી.
‘કયું હો ગયા ના…’ એ કાજલની સૌ પ્રથમ ફિલ્મ હતી, જેમાં તેને અમિતાભ બચ્ચન, વિવેક એબોરોય અને એશ્વર્યા બચ્ચનની સાથે કામ કર્યું હતું. ૨૦૦૪માં આ ફિલ્મ આવી હતી. એ સમયમાં આ ફિલ્મ તો ઠીકઠાક ચાલી હતી પણ અહીંથી કાજલ અગ્રવાલને બહુ જ હાઈલાઈટ મળી હતી. કહો તો લાઈફનો મેઈન કેરિયર પોઈન્ટ!
વિનય અગ્રવાલ અને સુમન અગ્રવાલની દીકરી કાજલ અગ્રવાલે મોટાભાગના નવા વિષયો પર આધારિત ફિલ્મોમાં કામ કરીને પોતાની જાતને સફળ અભિનેત્રીની યાદી મૂકી એ પછી તેને જીવનના નવા પહેલું તરફ વિચાર કરી લગ્ન કર્યા. હવે આટલી માહિતી જણાવી તો એ સાથે એ પણ જણાવી દઈએ કે કાજલના પતિનું નામ શું છે? યસ, ગૌતમ કીચલુ કાજલના પતિનું નામ છે અને બીઝનેસ મેન ગૌતમના નામે કાજલે તેનું લગ્નજીવન શરૂ કર્યું.
કાજલ અગ્રવાલની આ માહિતી સાથે ન્યુ લેટેસ્ટ અપડેટ જણાવીએ તો બહુ રસપ્રદ છે કારણ કે કાજલનો ન્યુ લેટેસ્ટ લૂક જોઇને તેના ફેન તેના ન્યુ લૂક ફોટોઝ શેયર કરવા માટે મજબૂર થશે. જુઓ અહીં કાજલના ગ્લેમરસ લૂકના ફોટો આપ્યા છે, જુઓ કેટલી અદા દેખાડી રહી છે.
પતિ ગૌતમ સાથે કાજલ માલદીવમાં જોવા મળી હતી અને ત્યાં જઈને આ કપલ તેની જિંદગીના ગોલ્ડન ડેઝ એન્જોય કરી રહ્યા છે. હનીમૂન પર ગયેલ આ કપલના ફોટોઝ સોશીયલ મીડિયામાં પણ વાયરલ થયા હતા અને હજારોની સંખ્યામાં લોકોએ તેને પસંદ કર્યા હતા.
View this post on Instagram
આ બધા ફોટોઝમાં કાજલ એકદમ હોટ લાગી રહી છે. ગ્લેમરસ ફોટોઝમાં તે રેડ કલરના આઉટલૂકમાં એકદમ શોભી રહી હતી અને હોટ લૂકમાં પણ દેખાઈ રહી હતી. તમે પણ જુઓ આ તસવીરોને, જે કાજલે હનીમૂન ટ્રીપ દરમિયાન શેયર કર્યા હતા.
કાજલે તેના હનીમૂન ટ્રીપના ફોટોઝ શેયર કર્યા એમાં એક ફોટો તેના પતિ ગૌતમ સાથેનો પણ હતો. જેમાં બંને રોમાંચક સફરનો આનંદ લઇ રહ્યાં હોય એવી રીતે ખુશ દેખાતા હતા અને બંનેએ સાથે રોમેન્ટિક પોઝ આપીને ફોટો ક્લિક કરાવ્યા હતા. ગૌતમે પણ આ ફોટોઝને તેના સોશિયલ હેન્ડલ પર શેયર કર્યા હતા.
30 ઓક્ટોબર એ લગ્ન થયા
બીચ પરના ફોટોઝમાં બંને એકદમ એકબીજાના દિલની નજીક દેખાય રહ્યા હતા. સાથે એ કોરોના જેવી મહામારીની સ્થિતિમાં બધી જ પ્રકારની ગાઈડલાઈન્સને ફોલો કરીને તેની હનીમૂન ટ્રીપને એન્જોય કરી રહ્યા છે. ૩૦ ઓકટોબરના દિવસે કાજલે ગૌતમ સાથે લગ્ન કર્યા હતા અને અત્યારે આ કપલ હનીમૂનના ચોકલેટી ડેઝ એન્જોય કરી રહ્યા છે.
View this post on Instagram
કાજલે તેની પર્સનલ લાઈફ વિષે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ગૌતમ સાથે તેને ત્રણ વર્ષ સુધી ડેટ કર્યું હતું. અને છેલ્લા સાત વર્ષોથી બંને એકબીજાના સૌથી નજીકના મિત્રો પણ છે. કાજલે તેની પર્સનલ લાઈફની ઇન્ફોર્મેશન શેયર કરતા એ પણ જણાવ્યું હતું કે અમે મિત્રો તરીકે હંમેશા એકબીજાની સાથે રહ્યાં છીએ અને જરૂરિયાત પડતા એકબીજાનો આધાર બન્યા છીએ. બંને એકબીજાને ઘણું જ મહત્વ આપે છે અને તેના રિલેશનશિપની કેયર કરવા માટેનો એકપણ મોકો છોડતા નથી. લાંબા સમયની ફ્રેન્ડશિપ કમ રિલેશનશિપમાં રહ્યાં પછી બંનેએ લગ્નજીવનથી જોડાવાનું નક્કી કર્યું અને હવે એ હનીમૂન ટ્રીપ પ્લાન કરીને તેના પર્સનલ ટાઈમને પણ ફૂલ ટુ એન્જોય કરી રહ્યાં છે.
કાજલના પતિ ગૌતમ કોણ છે?
ગૌતમ એક બીઝનેસ પર્સનાલિટી છે અને તે ઘણા સમયથી કાજલ સાથે ડેટ પર હતા. ગૌતમ ઇન્ટીરીયર ડીઝાઇનર છે અને હોમ ડેકોરના બીઝનેસ સાથે જોડાયેલા છે. એક ઈ-કોર્મસ પ્લેટફોર્મ ‘ડીસર્ન લીવીંગ’ ના માલિક પણ છે. જયારે પત્ની કાજલની વાત કરીએ તો એ તેલુગુ અને હિન્દી ફિલ્મો કામ કરી ચુકેલી અભિનેત્રી છે અને હાલ પણ તે અભિનય ક્ષેત્રે જોડાયેલી છે.
અન્ય રસપ્રદ માહિતી ગુજરાતી ભાષામાં વાંચવા માટે ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો અને ગમતા આર્ટીકલની માહિતી નજીકના મિત્રો સાથે શેયર કરવાનું ભૂલતા નહીં.
#Author : Ravi Gohel