ઊંઘ નથી આવી રહી તો યોગના માત્ર બે ઉપાય કરો

Image source

યોગ અને યોગાસન માં ખુબ જ ક્ષમતા છે. ઘણા રોગો ન થાય તે માટે યોગ કરો. રોગ જો ગંભીર ન થયો હોય તો પણ યોગ અસરકારક સાબિત થઈ શકે છે, પરંતુ અહી પ્રસ્તુત છે તેવા લોકો માટે ફક્ત બે ઉપાય જેમને રાત્રે ઊંઘ નથી આવતી.

ઊંઘ ન આવવાના કારણો: આમ તો ઊંઘ ન આવવાના ઘણા કારણો હોઈ શકે છે પરંતુ બે મુખ્ય કારણ પણ છે જેમકે શરીરનું ન થાકવું અને ચિંતા કે ચિંતાને કારણે દિવસ કે રાત દરમિયાન કંઈ પણ વિચારતા રહેવું. આ બે કારણ મુખ્ય છે એટલે અહીંયા રજૂ છે બે ઉપાય.

1. પ્રાણાયામ :

Image source

દરરોજ સૂતા પહેલા ૫ થી ૧૦ મિનીટ સુધી પ્રાણાયામ કરો. યોગનિદ્રા નો પણ અભ્યાસ કરી શકો છો. તેના માટે શવાસન માં સૂઈને તમારા શરીર અને મન મસ્તિષ્ક ને શિથિલ કરી દો. માથા થી પગ સુધી પૂરા શરીરને શિથિલ કરો. પૂરો શ્વાસ લેવો અને છોડવો. હવે કલ્પના કરો તમારા હાથ, પગ, પેટ, ગળુ, આંખો બધુ શિથિલ થઈ ગયું છે. તમારી જાતને કહો કે હું યોગનિંદ્રા નો અભ્યાસ કરવા જઈ રહ્યો છુ. હવે તમારા મનને શરીરના જુદા જુદા ભાગોમાં લઈ જાઓ અને તેને હળવા અને તણાવમુક્ત રહેવાની સૂચના આપો. તમારા મનને જમણા પગના અંગુઠા પર લઈ જાઓ. પગની બધી આંગળીઓ ઓછામાં ઓછી પગના તળિયા, એડી, પીંડી, ઘૂંટણ, જાંઘ, નિતંબ, કમર, ખંભા શિથિલ થતા જઈ રહ્યા છે. તેવીજ રીતે ડાબા પગને પણ શિથિલ કરો. થોડો શ્વાસ લો અને છોડો. હવે સૂતા સૂતા પાંચ વાર પૂરો શ્વાસ લો અને છોડો. તેમા પેટ અને છાતી ચાલશે. પેટ ઉપર નીચે થશે. આ અભ્યાસ દરરોજ કરો. તેનાથી મન થાકીને સુઈ જશે અને કોઈ પણ પ્રકારના વિચાર આવશે નહીં.

2. સૂર્ય નમસ્કાર:

Image source

શરીરને થકવવા માટે તમે સૂતા પહેલા એક કલાક કસરત કરો,. પગેથી ચાલો અથવા પછી માત્ર ૧૫ મિનીટ નું સૂર્ય નમસ્કાર કરો. સૂર્ય નમસ્કાર ના ૧૨ સ્ટેપ હોય છે. આ સ્ટેપ ને તમે ઓછામાં ઓછી ૧૨ વખત કરો.

સૂચના: દક્ષિણ દિશામાં પગ રાખીને ન સુઓ. તામસિક ભોજન ન કરો અને રાતે હળવું જ ભોજન કરો. દિવસે કે બપોરે સૂવાનું છોડી દો. કોઈ પણ પ્રકારના નશા કે દવા નું સેવન ન કરો.સૂતા પહેલા તમારી ચિંતાઓ અને વિચારોને બાજુમાં રાખીને સુઈ જાઓ, કારણ કે જેટલું મહત્વનું ભોજન, પાણી અને શ્વાસ લેવો છે તેનાથી ઘણી વધારે મહત્વની ઉંઘ છે. રાત્રે મોડે સુધી જાગવું અને સવારે મોડેથી ઉઠવાનું છોડી દો. ઊંઘનો સમય બગડવાથી ઊંઘની ઉણપ થાય છે. ઊંઘ ઘણા રોગોને તો જાતેજ સારા કરવામાં સક્ષમ છે. ઊંઘ ની ઉણપથી ફક્ત આખો નીચે કાળા કુંડાળા જ નથી પડતાં, પરંતુ ઓછું સૂવાથી મગજ થાકનો અનુભવ કરે છે અને વજન પણ વધે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment