આ કારણ થી ઓછી નથી થઈ રહી તમારા પેટ ની ચરબી, વજન ઘટાડવું છે તો બદલો આ આદતો.

કેટલીક વખત વજન ઘટાડવા માટે ઘણા બધા પ્રકાર ની કસરત, ડાયટ અને દવા ઑ જમાવે છે. તો પણ તમારું વજન ઓછું નથી થતું. ખાસ કરીને પેટ પર જમા થયેલી ચરબી જલ્દી થી ઓછી નથી થતી. પ્રયત્ન કર્યા પછી પણ વજન ઓછું ન થવાના કારણ પણ ઘણા હોય છે. ચાલો તમને જણાવી એ કયા કારણ થી વજન નથી ઘટી રહ્યું. તમારું વજન કઈ આદતઓ થી ઓછું થશે એ જાણીએ.

વધારે કેલરી વાળુ ભોજન ખાવા થી

ઉમર વધતાં ની સાથે વ્યક્તિ ના પોષક તત્વો ની જરૂરિયાત પણ વધતી જાય છે. એક ધારણા અનુસાર લોકો ઉમર વધ્યા પછી પણ ભોજન લે છે જે ભોજન એ બાળપણ માં અને યુવાવસ્તા માં લેતા આવ્યા છો. ઉમર વધવા ની સાથે માણસ ની કેલરી ની જરૂરિયાત પણ વધતી જાય છે. આવા સમયે શરીર માં કેલરી વધતાં તેની ખપત ન થવા પર તે શરીર ના અંગ માં ચરબી ના રૂપ માં જમા થાય છે.

ખોટી પોજિશન માં બેસવું.

ફક્ત વધુ ખાવાનું ખાવા થી અને વ્યાયામ ન કરવાથી વજન નથી વધતું. ઘણી વખત ખોટી પોજિશન માં બેસી ને પણ ખાવાનું ખાવા થી વજન વધે છે. તમે લાંબા સમય સુધી બેસી રહેવાનું કામ કરો છો, અથવા તો કામ કરતાં સમયે ખભા થી વળી ને બેસો છો તો તમારા પેટ ની માંસપેશીઓ જડપ થી બહાર આવે છે. ખોટી પોજિશન માં બેસી ને ખાવા થી પેટ પર ચરબી જમા થાય છે.

થાયરોડ ની સમસ્યા

હાયપોથાયરોડ પણ એક સમસ્યા છે, જેના કારણે વજન વધી શકે છે. ખાસ કરી ને મહિલા ઓ માં થાયરોડ ના કારણે વજન વધવાની સમસ્યા થતી હોય છે. થાયરોડ ના સૌથી સામાન્ય લક્ષણ છે થાકાવો, વજન વધવું, ડ્રાય સ્કીન, અને કબજિયાત વગેરે શામેલ થાય છે. આ સમયે શરીર માં વજન વધવાનું કારણ શરીર માં મેટાબોલીસમ ની ગરબડી છે.

તણાવ અને ઊંઘ ની કમી

જો તમે પર્યાપ્ત ઊંઘ નથી લેતા અને તણાવ માં રહો છો તો પણ તમારું વજન વધી શકે છે. ઊંઘ ની કમી ને કારણે અને તણાવ ના કારણે અસમયે ભૂખ પણ લાગે છે. અને તમે ઓવર ઇટિંગ નો શિકાર પણ થઈ જાવ છો. તેના થી તમારું રૂટિન ખરાબ થઈ જાય છે. જો લાંબા સમય સુધી આવું જ રહે તો તેની સીધી અસર પાચનતંત્ર પર પણ રહે છે.

સવાર નો નાસ્તો ન કરવો અથવા મોડે થી કરવો.

સવાર નો નાસ્તો આપણી માટે ખૂબ જ મહત્વ નો હોય છે. જો તમે સવાર નો નાસ્તો છોડી દો છો તો તેના થી તમારું મેટાબોલીસમ સ્લો થઈ જાય છે. સવારે નાસ્તો ન કરવા થી રાત નું જમણ અને સવાર ના જમણ વચ્ચે ખૂબ લાંબો ગેપ થઈ જાય છે. જેનાથી બ્લડ શુગર અનિયંત્રિત થાય છે અને મેટાબોલીસમ સ્લો થાય છે. એટલે સવાર નો નાસ્તો ન છોડવો.

Image by Steve Buissinne from Pixabay

અનહેલ્થી નાસ્તો કરવો

મિત્રો ની સાથે પાર્ટી હોય ક્યાંક ટ્રાવેલ કરો છો, નાની મોટી મુલાકાત હોય કે પછી રાતે ફિલ્મ જોવા ની વાત હોય ઘણા લોકો અનહેલ્થી નાસ્તા ને ખોટું નથી સમજતા. આવા નાસ્તા ના લીધે શરીર માં કેલરી વધી જાય છે. એટલે તમારે અનહેલ્થી નાસ્તા ન ખાવા જોઈએ. આની જગ્યા એ હેલ્થી અને લાઇટ સ્નેક જેમ કે રોસ્ટેડ નટ્સ, મખાના, ચણા, મમરા સીડ્સ વગેરે ખાઈ શકો છો.

વધુ કોફી પીવી

જો તમે દિવસ માં ખૂબ કોફી પિતા હોવ તો તેના કારણે પણ વજન વધી શકે છે. ખાસ કરી ને ખાંડ વાળી કોફી પીવાથી પણ ખરાબ અસર થાય છે. તમે દિવસ ભર માં ૨-૩ કપ કોફી ન પી શકો. કારણકે વધુ માત્રા માં કેફીન તમારા શરીર ને નુકશાન પહોંચાડે છે.

Image Source

દરેક સમયે ખાતા રહેવું

ઘણા લોકો ની આદત હોય છે કે તે ખાવાનું તો સામાન્ય માત્રા માં જ લે છે પણ તે સિવાય પણ દિવસ ભર કઈ ના કઈ ખાતા જ રહે છે. જો તમે હેલ્થી વસ્તુ ખાવ છો તો તમારે દિવસ ભર ખાતા ન રહેવું. એક દિવસ માં ૩ મોટા આહાર(સવાર નો નાસ્તો, બપોર નું જમવાનું, અને રાત નું જમવાનું) અને ૨ વખત હલકો નાસ્તો લેવો.

વધારે કાર્બોહાય ડ્રેટ નું સેવન

કાર્બોહાયડ્રેટ શરીર માં જવા થી શરીર માં બ્લડ ગ્લુકોસ ના સ્તર ને વધારે છે. નોર્મલ કાર્બસ ના સેવન થી પણ વજન વધે છે. આમ તો કાર્બોહાયડ્રેટ શરીર માટે જરુરી પણ એટલું જ છે. આ કાર્બસ કોમ્પ્લેક્સ હોવું જોઈએ. કોમ્પ્લેક્સ કાર્બસ નો સૌથી સારો સ્ત્રોત અનાજ છે. જ્યારે મેંદો અને બીજા રિફાઈન્ડ અનાજ એ ખરાબ કાર્બસ માં ગણવામાં આવે છે.

મેટાબોલીસમ ધીરે થવું.

ઘણા લોકો નું મેટાબોલીસમ સમય સાથે નબળું થતું જાય છે. ઉમર, વ્યક્તિ ની લાઇફ સ્ટાઇલ,ખાનપાન તેમાં મોટી ભૂમિકા નિભાવે છે. મેટાબોલીસમ તેજ રહેશે અને કેલરી પણ બર્ન થશે. આજ કારણ છે કે મોનોપોસ પછી મહિલા ઓ નું વજન વધે છે. તમે તમારું મેટાબોલીસમ ને ટેજ રાખવા માટે દરરોજ ૩૦ min કસરત કરો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author :FaktGujarati Team

1 thought on “આ કારણ થી ઓછી નથી થઈ રહી તમારા પેટ ની ચરબી, વજન ઘટાડવું છે તો બદલો આ આદતો.”

Leave a Comment