બ્રેડ નો આટલો સ્વાદિષ્ટ નાસ્તો, તમે આજથી પેહલા ક્યારેય નહી ખાધો હોય બ્રેડ પનીર રોલ.

Image source

ચા સમયના નાસ્તા માટે આજ હું તમારી સાથે એક ખુબજ સારી રેસિપી શેર કરી રહી છું. જેનુ નામ છે બ્રેડ રોલ. તેની અંદર હું પનીર ભરીશ. આ બ્રેડ રોલ ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ હોય છે જો એક વાર ખાઈ લીધા તો તેનો સ્વાદ તમે ક્યારેય ભૂલી નહિ શકો.

જરૂરી સામગ્રી.

  •  બ્રેડ – ૬ સ્લાઈસ
  •  પનીર – ૧૫૦ ગ્રામ
  •  કાંદા – એક મધ્યમ કદના બારીક કાપેલા
  •  લીલું મરચું – બારીક કાપેલું
  •  લીલા ધાણા – ત્રણ ચમચી બારીક કાપેલું
  •  મીઠું – સ્વાદ મુજબ
  •  મરચાના ટુકડા – એક ચમચી
  •  કાળા મરી પાવડર – ૧/૪ ચમચી
  •  માખણ – ત્રણ ચમચી
  •  મેંદો – એક ચમચી
  •  પાણી -બે ચમચી

રીત.

  • બ્રેડ ને ઝડપી નાસ્તો બનાવવા માટે સૌથી પહેલા એક વાટકીમાં કાંદા, લીલું મરચું, લીલા ધાણા, સ્વાદ મુજબ મીઠું, મરચાના ટુકડા,કાળા મરી પાવડર નાખીને બધી વસ્તુઓ ને બરાબર ભેળવી લો. હવે તેમા છીણેલું પનીર નાખી હલાવીને ભેળવી લો. આપણું ફિલિંગ બનીને તૈયાર છે.
  • મેંદા માં બે ચમચી પાણી નાખી હલાવીને ઘોળ બનાવી લો. ધ્યાન રાખો તેમા કોઈ ગઠ્ઠો ન પડવો જોઈએ.
  • બ્રેડ ને ચારેય બાજુથી કાપીને કાઢી લો. બ્રેડ ને પાટલી વેલણ થી હળવી રીતે વણી લો. હવે બ્રેડની એક બાજુ એક ચમચી પનીરની ફિલિંગ ભરો અને તેને બ્રેડ પર લંબાઈની બાજુ મૂકો અને બ્રેડને વાળીને રોલ બનાવો અને કિનારે મેંદા નું ઘોળ લગાવો. જેથી બ્રેડ રોલ સરખી રીતે ચોંટી જાય. આવી જ રીતે બાકીના બ્રેડ રોલ બનાવીને તૈયાર કરી લો.
  • એક વાસણમાં બે ચમચી માખણ નાખીને ઓગળી જાય ત્યાં સુધી પકાવી લો. માખણ ઓગળી જાય ત્યાં સુધી વાસણમાં બ્રેડ રોલ નાખી દો. તમારા વાસણમાં એક વારમાં જેટલા રોલ આવે તેટલા રાખી દો. ગેસના તાપને મધ્યમ થી ધીમો રાખી બ્રેડ રોલ ને બધી બાજુ ફેરવી ફેરવીને સોનેરી થાય ત્યાં સુધી શેકી લો આવીજ રીતે બાકીના બધા બ્રેડ રોલ શેકી લો.
  • સ્વાદિષ્ટ અને ટેસ્ટી બ્રેડ પનીર રોલ બનીને તૈયાર છે. ગરમાગરમ બ્રેડ પનીર રોલ ને ટામેટા નો સોસ કે લીલી ચટણી સાથે પીરસો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment