વાળ અને ત્વચા સાથે સંકળાયેલી સમસ્યાઓ ને દૂર કરવા માટે અજમાવો આમળાના આ વિશેષ ઉપાય

મિત્રો, આમળા નો રસ એ વિટામિન-સી અને એન્ટીઓકિસડન્ટથી ભરપૂર છે.તે અકાળે વાળ ખરી જવાની સમસ્યાથી તમને રક્ષણ આપે છે. જો તમે આ ફળના રસનુ નિયમિત સેવન કરો તો તે તમારા વાળની ​​સાથે તમારા ચહેરાની ચમક પણ વધારે છે. આ ફળ એક મહાન ક્લીન્સરની જેમ કાર્ય કરે છે, જે તમને મૃતકોષો અને ખીલ ની સમસ્યાને દૂર કરવામાસહાયરૂપ સાબિત થાય છે. તો ચાલો આજે આ લેખમા આપણે આમળા ના ઉપયોગ થી સ્વાસ્થ્ય ને થતા લાભો વિશે માહિતી મેળવીશુ.

image source

પ્રદૂષણથી ત્વચાને રક્ષણ મળે :

આ ફેસપેક તમને કેમિકલ આધારિત ત્વચા ઉત્પાદનોના પ્રદુષણ અને આડઅસર સામે લડવામાં પણ મદદ કરે છે. આ  ફેસ પેક બનાવવા માટે આમલા પાવડર, મધ અને દહીં નાંખો. તેને ૨૦ મિનિટ સુધી રહેવા દો અને પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો. જો તમારી ત્વચામાં તૈલી હોય તો આ પેકમાં ગુલાબજળ પણ ઉમેરી શકો.

image source

ખીલ ની સમસ્યાથી મુક્તિ મળે :

આ પેસ્ટ તમારી ત્વચા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. જો તમે તેને તમારા ચહેરા પર લગાવો અને જ્યારે તે સંપૂર્ણ સુકાઈ જાય, તો પછી તેને ધોઈ લો તો તે તમારી ખીલ ની સમસ્યાને દૂર કરશે અને તમને વધુ સુંદર અને આકર્ષક બનાવશે.

image source

ત્વચા સાથે સંકળાયેલ સમસ્યા દૂર થાય :

જો તમે આમળા ને પીસીને તૈયાર કરેલી પેસ્ટ રૂ ની સહાયતા વડે તમારા મોઢા પર લગાવો તેમજ૧૫ મિનિટ સુધી તેમ જ રાખ્યા બાદ તેને તાજા પાણીથી ધોઈ લો. તો તે તમારી ત્વચાના સ્તર ને સુધારવામા મદદ કરશે. આમ કરતી વખતે આંખો બંધ કરો.

image source

દાગ-ધબ્બા ની સમસ્યા દૂર થાય :

આ વસ્તુનો રસ ખીલની સારવાર માટે યોગ્ય છે. આ વસ્તુ પ્રાકૃતિક રીતે ખીલના ડાઘ અને ફોલ્લીઓ દૂર કરવામા મદદ કરે છે. અસરગ્રસ્ત સ્થળે આ વસ્તુની પેસ્ટને ૧૫ મિનિટ માટે લગાવો અને ૧૦ મિનિટ માટે મૂકો. ત્યારબાદ તેને હળવા પાણીથી ધોઈ લો. જો તમારી પાસે સંવેદનશીલ ત્વચા છે, તો આ રસને પાણીથી પાતળો અને ફરીથી લગાવો.

image source

ફેસ ને સ્ક્રબિંગ કરવુ :

તે ચામડીને સારી રીતે એક્સ-ફોલિયેટ કરવામા મદદરૂપ થાય છે. આ ઉપરાંત તેમા એન્ટી-ઓકિસડન્ટતેમજ વિટામિન-સી ત્વચાના સ્તરને મુલાયમ બનાવે છે. એક ચમચી આમળા પાવડર લઇ તેને ગરમ પાણીમાભેળવી લો અને ત્યારબાદ આ મિશ્રણથી તમારા મોઢા ને સારી રીતે સ્ક્રબ કરો.૧૫ મિનિટ બાદ મોઢા ને સાફ પાણી થી ધોઈ નાખો. જેથી, તમારો ચહેરો એકદમ મુલાયમ અને આકર્ષક બનશે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment