દેશમાં ખૂબ ઝડપ વધી રહ્યું છે આંધળાપણું, આજ થી જ તમારા ભોજનમાં આ ચીજોનો જરૂર સમાવેશ કરો

Image source

આપણા દેશમાં આંધળાપણાનો શિકાર બનેલા લોકોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. આંખોની રોશની ને સરખી કરો….

તમને જાણીને નવાઈ લાગશે કે છેલ્લા ૩૦ વર્ષમાં ભારતમાં એવા લોકોની સંખ્યા બેગણી થઈ ગઈ છે, જેમની આખો સંપૂર્ણ રીતે નબળી પડી ગઈ છે અને તેમને જોવામાં મુશ્કેલી થઈ ગઈ છે. આ વાત બે અલગ અલગ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ના રિપોર્ટમાં સામે આવી છે. આ વિશે તમને છેલ્લા દિવસોમા નવભારત ટાઈમ્સ ડોટ કોમએ એક વિસ્તૃત રિપોર્ટમાં જણાવી હતી. આ રિપોર્ટ આ વાર્તા ના અંતે આપેલી લિંકમાં તમે વાચી શકો છો.

આ રિપોર્ટમાં એ વાત સાફ કહેવામાં આવી છે કે દુનિયામાં સૌથી વધુ નેત્રહીન લોકો આ સમયે ભારતમાં છે. એટલે કે, ડાયાબિટીસ પછી હવે આપણો દેશ અંધત્વ નું પણ કેન્દ્ર બની ગયું છે. એવામાં તે જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે કે આપણે કેવી રીતે આપણા દેશમાં આ પરિસ્થિતિ પર કાબુ મેળવી શકીએ. ખાસ કરીને આપણે એ જાણવાની જરૂર છે કે ભોજનમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું કે જેથી આપણી આંખો નબળી ન પડે અને ઉમ્રભર તેમાં રોશની રહે….

આંખોને સ્વસ્થ રાખવાના ઉપાયો.

આંખોની જોવાની ક્ષમતા જાળવી રાખવા માટે જરૂરી છે કે તમારી આંખોની રેટિના સ્વસ્થ હોય. રેટિના ને સ્વસ્થ રાખવા માટે લ્યુટિન અને ઝેંથીન કેરોટીનોઈડસ ની જરૂર હોય છે. આ બંને કેરોટીનોઈડસ રેટિના ના મેક્યુલા માં જાય છે અને આંખોની જોવાની ક્ષમતાને જાળવી રાખવામાં મદદ કરે છે.

લ્યુટીન અને ઝેંથાઈન કેરોટીનોઈડસ ઓકસીજન ના મુક્ત કણોને બુઝાવવા નું અને વાદળી પ્રકાશને ગાળવાનું પણ કામ કરે છે. તેમજ સૂર્ય ના પ્રકાશને લીધે આંખોને થતાં નુકશાન થી બચાવે છે.

લ્યુટીન અને ઝેંથાઈન કેરોટીનોઈડસ આંખોને અંદરથી સ્વસ્થ બનાવવાનું કામ કરે છે. જે લોકો નિયમિત રીતે એવા ફળો અને શાકભાજીનો ઉપયોગ કરે છે, જેનાથી લ્યુટીન અને ઝેંથાઈન કેરોટીનોઈડસ ની પ્રાપ્તિ થાય છે, તેમને વૃદ્ધાવસ્થામાં મોતિયાની સમસ્યાનો સામનો ન કરવો પડે.

આ ફળો માંથી મળે છે લ્યુટીન અને ઝેંથાઈન કેરોટીનોઈડસ.

z

લ્યુટીન અને ઝેંથાઈન બે અલગ અલગ કેરોટીનોઈડસ છે. કેટલાક ફળો એવા હોય છે, જેમાં આ બન્ને કેરોટીનોઈડસ મળી આવે છે, જ્યારે કેટલાક ફળો અને શાકભાજી એવા હોય છે, જેમાં ફક્ત લ્યુટીન કે ફક્ત ઝેંથાઈન મળી આવે છે. જે ફળમાં આ બંને કેરોટીનોઈડસ મળી આવે છે તેમાં નારંગી, આલુ અને લીલા અને લાલ દ્રાક્ષ નો સમાવેશ થાય છે.

લ્યુટીન થી ભરપુર ફળ.

એવા ફળો કે જેમાં લ્યુટીનની પ્રાપ્તિ થઈ શકે છે તેમાં કીવી, કેરી અને નારંગી નો સમાવેશ થાય છે. આ ઉપરાંત પીળા કોળા માં પણ લ્યુટીન મળી આવે છે.

ઝેંથાઈનની પ્રાપ્તિનો સ્ત્રોત.

ઝેંથાઈનની પ્રાપ્તિ મુખ્ય રૂપે નારંગી પેપર માંથી થાય છે. આ ઉપરાંત પાકેલા કેળા અને પાલક માંથી પણ મળી શકે છે. આ ઉપરાંત આમળાં પણ આંખોની રોશની માટે ખૂબ સારા હોય છે.

આ વાતોનું ખાસ ધ્યાન રાખવું.

આંખોની તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી તત્વ લ્યુટીન અને ઝેંથાઈન કેરોટીનોઈડસ કોઈપણ ફળ કે શાકભાજીમાં કેટલી માત્રામાં રહેલાં હશે એ તે વાત પર આધારિત છે કે આ ફળ અને શાકભાજીની ખેતી અને સંગ્રહ કઈ સ્થિતિમાં કરવામાં આવ્યો છે. એટલા માટે તે જરૂરી નથી કે દરેક ક્ષેત્રમાં ઉગાડવામાં આવતા પદાર્થો માંથી તમારા શરીર ને આ કેરોટીનોઈડસ મળી શકે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment