ઘર હોય કે બહાર, કોઈ પણ કોરોના વાયરસ થી સંપૂર્ણપણે સુરક્ષિત નથી. એક એવા અભ્યાસ મા બતાવવામાં આવ્યું છે કે કોરોના વાયરસ એક સપાટી થી બીજી સપાટી પર કેટલી સરળતાથી અને ઝડપથી ફેલાય રહ્યો છે. આ અભ્યાસ ઓસ્ટ્રેલિયા ના સંશોધનકારો એ કર્યો છે. ચિંતા ની વાત એ છે કે આ સપાટી એવી છે જેનો ઉપયોગ આપણે સામાન્ય રૂટિન માં કરીએ છીએ. ચાલો જાણીએ કે કઈ છે તે સપાટી જેને અભ્યાસ મા સૌથી વધારે ચેપી બતાવવામાં આવી છે.
૧. જાહેર પરિવહન ની બારી:– મેટ્રો અને બસ જેવી જાહેર પરિવહન ની સેવાઓ શરૂ થઈ ગઈ છે. અભ્યાસ મા જાહેર પરિવહન ની બારીઓ અને ધ્રુવો ને સૌથી વધારે ચેપી બતાવવામાં આવી છે. બારીઓ અને થાંભલા સ્ટીલ અથવા કાંચ જેવા મટીરીયલ થી બનેલા હોય છે. તે સપાટી પર વાયરસ સરળતાથી ચોંટી જાય છે. ચડતા ઉતરતા દરિમયાન ઘણા મુસાફરો આ સપાટી નો ઉપયોગ કરે છે, જેના કારણ થી તે થોડા વધારે ચેપી થાય છે. જાહેર પરિવહન નો ઉપયોગ કરતી વખતે આ સપાટી ના સ્પર્શ થી બચો.
૨. નોટ:- અભ્યાસ મુજબ કોરોના વાયરસ ૨૦ ડિગ્રી તાપમાન મા, ૨૮ દિવસ સુધી નોટ પર રહી શકે છે. નોટ ની લેવડ દેવડ થી વાયરસ ને એક બીજા પાસે ફેલાવાનો ખતરો થઈ શકે છે. આ સમયે જેટલું બની શકે તેટલું પ્લાસ્ટિક મની નો ઉપયોગ કરો. તેનાથી તમે વાયરસ ના સંપર્ક મા આવવાથી બચી શકો છો.
૩. હોસ્પિટલ નો વેંઈટિંગ રૂમ:- આમ તો આ સમયે હોસ્પિટલ મા સાફ સફાઈ નું ખાસ ધ્યાન રાખવામાં આવે છે તેમ છતાં હોસ્પિટલ ના વેંઈટિંગ રૂમ માં ચેપ નો ખતરો વધુ રહે છે. વેંઈટિંગ રૂમ લોકો થી ભરેલો હોય છે અને લોકો આવતા જતા પણ રહે છે જેના લીધે અહી વાયરસ ફેલાવાનો વધુ ભય રહે છે. આ સમયે હોસ્પિટલ ના ચક્કર લગાવવાથી બચો. જો હોસ્પિટલ જવું પણ પડે તો કોઈ પણ પ્રકારની સપાટી ને અડવાનું ટાળો અને માસ્ક, ફેસ કવચ, સેનેટાઈઝર અને હાથ ના મોજા નો ઉપયોગ જરૂર કરો.
૪.એટીએમ ની સ્ક્રીન અને બટન:- એટીએમ ના બટન, ગ્લાસ અને સ્ક્રીન પર કીટાણુ સરળતાથી આવી શકે છે. પૈસા કાઢવા માટે દરેક લોકો એટીએમ ના બટન અને સ્ક્રીન ને અડે છે. તેનાથી ચેપ ફેલાવાનો ભય વધે છે. આ સમયે એટીએમ માંથી પૈસા કાઢવાને બદલે ઓનલાઇન ત્રાંજેકશન કરો. જો એટીએમ માં જવું પડે તો પણ પૈસા કાઢ્યા પછી તરત હાથ ને સેનેટાઈઝ કરો અને ઘરે જઈને તરત જ સાબુ થી હાથ ધોવા.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team