પ્રવાસીઓને ખેંચતી લક્ઝુરીયસ હોટલોની આજે ઘણી બોલબાલા છે. આલિશાન,સંપૂર્ણ સુવિધાઓથી સુસજ્જ એવી જબરદસ્ત રેસ્ટોરન્ટ્સ કે હોટલોમાં પ્રવાસીઓને આકર્ષવા અવનવા કીમયા કરવામાં આવે છે. પણ હવે તો જાણે એક યુગ જ બદલી ચુક્યો હોય એવી જબરદસ્ત શરૂઆત થઇ ચુકી છે હોટલોની! જેના પ્રત્યે ટુરીસ્ટોને આકર્ષવાની એક અફલાતૂન ટેક્નીક છે એમ પણ કહી શકાય.
વાત છે પાણીની અંદર આલિશાન સુવિધાઓ આપતી જબરદસ્ત ‘અન્ડરવોટર હોટલો’ની. ટૂરીઝમ ઈન્ડસ્ટ્રીઝમાં આવી રેસ્ટોરન્ટો બાદશાહનો દરજ્જો ભોગવે છે.
નાનકડા છતાં સૌંદર્યથી છલોછલ દેશ માલદીવમાં આવી હોટલો માટે ખાસ જગ્યા છે. અહીંના રંગાલી ટાપુ પરની ઇથા રેસ્ટોરન્ટ અને બીજી અનંનતરા કિહાવાહ વિલાજ રેસ્ટોરન્ટ અન્ડરવોટર હોટલ તરીકે અત્યંત લોકપ્રિય છે. જેના અદ્ભુત અનુભવ માટે પ્રવાસીઓ આકર્ષાય છે.
પણ હવે માલદીવના આ અન્ડરવોટર ટુરીઝમને ચાર ચાંદ લાગે તેવી ઘટના બનવાની છે. અહીં આ વર્ષની અંદર આલિશાન અન્ડરવોટર બંગલાઓ પણ બનશે. જેની અનેક અનોખી ખાસિયતો એની સફળતાને ચાર ચાંદ લગાવશે.
સમુદ્રની નીચે કરો નીંદર! –
કોનરેડ માલદીવ્સ રંગાલી ટાપુમાં જ અન્ડરવોટર મહેલ બનવાનો છે. જેમાં બેડરૂમની સુવિધા પણ હશે. પ્રવાસીઓને જળતળની સૌંદર્યત્તમ સુવિધાઓનો ખ્યાલ આપવા માટે કોરલની પણ સુવિધા હશે. પાણીથી ૧૬.૪ ફુટ નીચે આ મહેલ આકાર પામ્યો છે.
આ મહેલનું બાંધકામ એક્રિલીક,કોંક્રીટ અને સ્ટીલથી બનેલું છે. બંગલાને બે માળ હશે-એક પાણીની ઉપર અને એક નીચે! એકસાથે ૯ જેટલા મહેમાનો અહીં રોકાઇ શકશે. ક્વાર્ટ્સની સુવિધા પણ અહીં હાજર છે.
મળશે આવી કલ્પના બહારની સુવિધાઓ –
મહેમાનોને એક પ્રાઇવેટ સી-પ્લેન મારફતે અહીં લાવવામાં આવશે. ત્યારબાદ સ્પીડબોટમાં સવારી કરાવી એને આલિશાન મહેલમાં લાવવામાં આવશે. જ્યાં તેમને પૂર્ણ સમય માટે ૪ બટલર, એક શેફ, એક જેટ સ્કી સેટ અને ફિટનેસ ટ્રેનરની સુવિધા આપવામાં આવશે. વળી, કાયમ લગભગ ૯૦ મિનિટ માટે સ્પા ટ્રીટમેન્ટની સુવિધા પણ આપવામાં આવશે.
તો હવે કિંમત પણ જાણી લો –
સપના તો ઘણા જોઇ લીધા હશે ઉપરની વાતો સાંભળીને!તો હવે જરાક શાંતિ જાળવીને આ આલિશાન અન્ડરવોટર રેસ્ટોરન્ટમાં રોકાવાનું ભાડું પણ જાણી જ લો. એક રાત રોકાવું હોય તો ચુકવવા પડશે-૫૦ હજાર ડોલર અર્થાત્ ૩૨,૮૮,૦૦૦(બત્રીસ લાખ અઠ્યાસી હજાર)રૂપિયા!! અધધધધ….!! આ બંગલામાં આર્કીટેક્ટ જનાબ અહમદ સલીમ કહે છે કે દુનિયામાં આ પહેલો એક્સપીરીયન્સ હશે, ખાસ કરીને અહીંની કોરલનંને લીધે. તમને એવું જ લાગશે કે તમે સમુદ્રની નીચે આવેલી જમીન પર જ છો. તો જો તમારે આવો અનુભવ લેવો છે તો ઉપર જણાવેલી રકમ ચુકવીને એકાદ આંટોફેરો મારી આવો. એમાં શું, બરોબરને?! છે ને પરીઓના દેશ જેવી જ વાત!
આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.