ભારતીય મસાલા માં મરચાં નું એક અનોખુ જ સ્થાન છે. અહિયાં એવું જ કોઈ શાક હશે કે જેમા મરચાં ન વપરાતા હોય. એ સિવાય મરચાં નો ઉપયોગ અથાણાં માં પણ થતો હોય છે. પણ તમે શું જાણો છો કે તેનો ઉપયોગ ઔષધિ ના રૂપ માં પણ કરવામાં આવે છે. જાણકારી અનુસાર,મરચાં ખાવા થી વિટામિન e પ્રાપ્ત થાય છે. ગયા વર્ષે જર્નલ ઓફ ધ અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી માં છપાયેલ એક રિપોર્ટ અનુસાર જે લોકો મરચાં નથી ખાતા,તેમની તુલના માં જે મરચાં ખાય છે તેમના માં કોઈ પણ રીતે મૃત્યુ ની સંભાવના 23% જેટલી ઓછી થઈ જાય છે.
મરચાં ખાવાથી આ બીમારીઓ નું જોખમ થાય છે ઓછું.
અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજી ની રિસર્ચ રિપોર્ટ અનુસાર,એક અઠવાડિયા માં ઓછા માં ઓછા ચાર વખત મરચાં ખાવાથી હર્દય અને મસ્તિષ્ક ની કોશિકાઓ ની બીમારીઓ જોખમ ઓછું થાય છે. તેના થી મોત નો ખતરો પણ ઘટી જાય છે.
ઇટલી માં થયેલા રિસર્ચ દરમિયાન 22 હજાર થી વધુ લોકો ની તપાસ કરી. જેમા શોધકર્તા એ જાણ્યું કે જે લોકો બહુ મરચાં કે તીખું ખાતાં હોય તેમની હર્દયનો ખતરો ઘણો ઓછો થઈ જાય છે.
જો કે, અધ્યયન માં સાફ નથી થયું કે લોકો એ કેટલા પ્રમાણ માં મરચાં ખાવા જોઈએ. પણ ડોક્ટર કહે છે કે વધારે તીખું ન ખાવું જોઈએ. કારણકે તેનાથી પેટ સંબંધી સમસ્યા થઈ શકે છે.
ડોક્ટર ના કહેવા પ્રમાણે,મરચાં માં કેપીસીસીન નામનો પદાર્થ મળી આવે છે. જે શરીર માટે લાભદાયક માનવામાં આવે છે. જે મેટાબોલીસમ ને વધારે છે. જેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. સાથે જ લો બ્લડ પ્રેશર માટે પણ ફાયદાકારક છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team