ટામેટાં સહિત આ 12 વસ્તુ ઓ ખાવાથી વધે છે યાદશક્તિ.. જાણો કઈ છે એ 12 વસ્તુઓ

સામાન્ય રીતે આપણે નાની નાની વાતો ભૂલી જતા હોઈએ છીએ. ભૂલવાની આદત દરેક ને હોય છે. પણ હદ તો ત્યારે થાય છે જ્યારે જરુરી વાતો પણ યાદ નથી રહેતી. જો તમને પણ એવું લાગે છે કે તમારી યાદશક્તિ કમજોર થઈ ગઈ છે તો કેટલાક ઘરેલુ ઉપાય થી તમે તેના થી છુટકારો મેળવી શકો છો. આજે આપણે એવા બ્રેન ફૂડ ની વાત કરીશું કે જેનાથી યાદશક્તિ સારી બને છે.

Image Source

ટામેટાં

ખાટું મીઠું ટામેટું ખાવા ના સ્વાદ ને વધારે છે. ટામેટાં માં પ્રોટીન, વિટામિન, અને વસા મળી આવે છે. તેમા કાર્બોહાયડ્રેટ ની માત્રા ઓછી હોય છે. ટામેટાં માં લાયકોપિન હોય છે. તે શરીર ના ફ્રી રેડિકલ્સ થી રક્ષા કરે છે. સાથે જ તે બ્રેન ના સેલ ને ડૅમેજ થતાં બચાવે છે.

Image Source

 

દહી

દહી માં પ્રોટીન, વસા, કાર્બોહાયડ્રેટ, લવણ,કેલ્સિયમ, ફૉસ્ફરસ પર્યાપ્ત માત્રા માં મળી આવે છે. દહી નું નિયમિત સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે. તે શરીર માં લાભદાયી જીવાણુ ની વૃદ્ધિ કરે છે. અને હાનિકારક જીવાણુ નો નાશ કરે છે. તેમા એમીનો એસિડ પણ હોય છે. જેનાથી તણાવ દૂર થાય છે. અને યાદશક્તિ વધે છે.

Image Source

જાયફળ

જાયફળ પોતાના વિશેષ સ્વાદ અને સુગંધ માટે જાણીતો છે. તેમા એવા તત્વો હોય છે,જે મગજ ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. અને સાથે જ યાદશક્તિ ને સુધરે છે.

Image Source

તુલસી

તુલસી નો ઉપયોગ મસાલા ના રૂપ માં કરવામાં આવે છે. તે ઘણી બીમારી માં ઔષધિ નું કામ કરે છે. રોજ તુલસી ના 2-4 પાંદડા ખાવાથી ભૂલવાની આદત માંથી છુટકારો મળે છે.

Image Source

કેસર

કેસર એક એવો મસાલો છે જે ખાવા ના સ્વાદ ને બમણો કરી દે છે. કેસર નો ઉપયોગ અનિંદ્રા દૂર કરવા વાળી દવા માં કરવા માં આવે છે. તેના સેવન થી મષ્ટિશક ઊર્જાવાન બને છે.

Image Source

ચા

ચા માં મળી આવતું પોલીફીનોલ મગજ ને સંતુલિત રાખવાનું કામ કરે છે. તે મગજ ને શાંત અને એકાગ્ર પણ બનાવે છે. તેમા વધુ પ્રમાણ માં એંટિ-ઓક્સિડેંટ મળી આવે છે. એટલે તેના નિયમિત સેવન થી શરીર સ્વસ્થ રહે છે. દિવસ ભર માં 2-3 કપ ગ્રીન ટી પીવાથી યાદશક્તિ વધે છે.

Image Source

હળદર

હળદર મગજ માટે એક સારી ઔષધિ છે. તે ફક્ત ખાવા માં અને કલર માટે જ નથી વપરાતી પણ મગજ ને પણ સ્વસ્થ રાખે છે. તેના નિયમિત સેવન થી અલજાઈમાર રોગ નથી થતો. તે મગજ ની ક્ષતિ ગ્રસ્ત કોશિકાઓ ને પણ રીપેર કરવાનું કામ કરે છે.

Image Source

અજમા ના પત્તા

જો તમે તમારા ભોજન ને અલગ flavor આપવા માંગો છો તો,અજમા ના પત્તા નો ઉપયોગ કરવો. શરીર ને સ્વસ્થ અને જવાન બનાવી રાખવામાં મદદરૂપ થાય છે. ખરેખર માં તો અજમા ના પત્તા માં પર્યાપ્ત માત્રા માં એંટિ-ઓક્સિડેંટ હોય છે. એટલે તે મગજ માટે ઔષધિ તરીકે કામ કરે છે. આજ કારણ થી અરોમા થેરપી માં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

Image Source

મરી

મરી માં પેપરિન નામનું રસાયણ મળી આવે છે. આ રસાયણ શરીર અને મગજ ની કોશિકાઓ ને રિલેક્સ કરે છે. ડિપ્રેશન માં આ રસાયણ જાદુ ની જેમ કામ કરે છે. જો તમારે પણ તમારા મગજ ને સ્વસ્થ રાખવા માંગો છો તો મરી નો ઉપયોગ કરવો.

Image Source

તજ

અલજાઈમાર રોગીઓ માટે તજ એક રામબાણ ઈલાજ છે. તજ ના નિયમિત સેવન થી યાદશક્તિ વધે છે. અને મગજ સ્વસ્થ રહે છે.

Image Source

અખરોટ

રોજ અખરોટ ખાવાથી પોષક તત્વો ની કમી દૂર થાય છે. સાથે જ, સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યા પણ દૂર થાય છે. અખરોટ માં ઓમેગા-3, ફેટી એસિડ, પ્રોટીન, ફાઇબર,અને એંટિ-ઓક્સિડેંટ પૂરતા પ્રમાણ માં મળી આવે છે. થોડી અખરોટ રોજ ખાવાથી યાદશક્તિ વધે છે.

Image Source

સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરી પોતાની મનમોહક સુગંધ ને કારણે આખી દુનિયા માં પ્રખ્યાત છે. તેનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. સ્ટ્રોબેરી એ મિલ્ક શેક, અને આઇસ ક્રીમ ના સ્વાદ માં વધારો કરે છે. તેમા ભરપૂર માત્રા માં એંટિ-ઓક્સિડેંટ મળી આવે છે. જે મેમરી લોસ થી બચવા માં મદદ કરે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment