અખરોટ ને બ્રેન ફૂડ પણ કહે છે. કારણકે તેમા વિટામિન e ની સાથે બીજા જરુરી પોષક તત્વો પણ હોય છે. જે મગજ ને દુરુસ્ત રાખે છે. કેલિફોર્નિયા યુનિવર્સિટી ની એક રિસર્ચ કહે છે કે અખરોટ ખાવા થી યાદશક્તિ અને એકાગ્રતા વધે છે. તે 26% સુધી નું ડિપ્રેશન પણ ઘટાડે છે. તેમા ફાઇબર હોવા ને કારણે તે પેટ ને લગતા રોગ તેમજ કબજિયાત માં પણ રાહત આપે છે. ચાલો જાણીએ મગજ ને દુરુસ્ત રાખવા વાળુ અખરોટ બીજી કઈ રીતે ઉપયોગી છે.
બ્રેન: મેમોરી વધારવાની સાથે નર્વસ સિસ્ટમ માટે પણ ફાયદાકારક છે.
અખરોટ માં ઓમેગા-3 ફેટ હોય છે. આ એક ગુડ ફેટ છે જે મગજ ની સાથે દિલ માટે પણ તેટલો જ ફાયદાકારક છે. ઓમેગા-3 ફેટી એસિડ થી ભરપૂર વસ્તુ ખાવાથી યાદશક્તિ માં સુધાર આવે છે. અને નર્વસ સિસ્ટમ સારી રીતે કામ કરે છે.
વાળ: લાંબા અને મજબૂત વાળ જોઈએ તો અખરોટ ખાવ.
અખરોટ માં પોટેશિયમ, ઓમેગા-3 ઓમેગા-6 અને ઓમેગા-9 હોય છે. આ બધા જ પોષક તત્વો વાળ માટે ખૂબ જ જરુરી હોય છે. રેગ્યુલર અખરોટ ખાવાથી વાળ લાંબા અને મજબૂત બને છે અને વાળ ની ચમક પણ વધે છે.
સ્કીન: ત્વચા ની ચમક વધે છે.
અખરોટ માં એંટિ ઓક્સિડેંટ ની સાથે એવા તત્વો મળી આવે છે કે જેના થી સ્કીન ચમકદાર થાય છે. અખરોટ માં પ્રોટીન, કેલ્સિયમ, મેગ્નેશિયમ, આયરન, ફૉસ્ફરસ, કોપર,ઓમેગા-3 જેવા ઘણા પોષક તત્વો પૂરતા પ્રમાણ માં હોય છે.
હાડકાં: હાડકાં ને સ્ટ્રોંગ કરે છે અને ઓસ્ટીયોપોરોસીસ ને રોકે છે.
તેમા આલ્ફા લીનોલેનિક એસિડ,ફૉસ્ફરસ,અને કેલ્સિયમ મળી આવે છે. જે હાડકાં ને મજબૂત બનાવે છે. આ ઉપરાંત તે હાડકાં માં ઓસ્ટીયોપોરોસીસ ને રોકે છે. સાથે જ કોપર બોન ડેન્સિટિ ને જાળવી રાખે છે. અખરોટ માં રહેલ ઓમેગા-3 શરીર માં રહેલ સોજા ને પણ દૂર રાખે છે.
વેટ લોસ: તે વજન ઘટાડવા માં મદદ કરે છે.
નેશનલ સેંટર ફોર બાયોટેક્નોલોજી ઇન્ફોર્મેશન ના પ્રમાણે,બદામ વજન ને કંટ્રોલ કરવામાં પણ ઉપયોગી છે. વધારે કેલરી હોવાને કારણે તે ભૂખ ને કંટ્રોલ કરે છે. ફાઇબર હોવાને કારણે તે વેટ લોસ માં ઘણી મદદ કરે છે.
ડાયાબિટિસ: શુગર કંટ્રોલ કરે છે.
બીજિંગ માં થયેલી રિસર્ચ કહે છે, અખરોટ માં એંટિ- ડાયાબિટિક ખૂબી પણ હોય છે. રક્ત માં બ્લડ શુગર ની માત્રા ને કંટ્રોલ કરે છે. તેના થી ડાયાબિટિસ ના દર્દી ને રાહત મળે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team