કોરોના થી બચવા માટે જાતીય સંબંધ બાંધતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, ટોચ ના ડોકટરે આપી સલાહ

Image source

કોરોના વાયરસ માટે સામાજિક અંતર જરૂરી બતાવાઈ રહ્યું છે. એવામાં યુગલો ના મનમાં ઘણા પ્રકાર ના સવાલો ઉદભવી રહ્યા છે. લોકો જીવનસાથી સાથે નજીકતા ને લઇ ને ગભરાવા લાગ્યા છે. પરંતુ કેનેડા ના ટોચ ના ડોકટરે ચેપ ને લઇ ને લવ મેકિંગ વિશે કંઇક સલાહ આપી છે. ડોક્ટર નું કેહવુ છે કે અમુક સાવચેતી ઓ રાખીને આ માહોલ માં જીવનસાથી ની નજીક જઈ શકાય છે.

Image source

કેનેડા ના મુખ્ય ચિકિત્સા અધિકારી ડોક્ટર ટૈમ થેરેસા એ રોયર્ટસ ને બતાવ્યું છે કે કોરોના સમય માં જીવનસાથી એ કઈ પ્રકારની સાવધાની રાખવી જોઈએ. તેમણે જણાવ્યું કે જાતીય સંબંધ બાંધતી વખતે મો પર માસ્ક રાખવાથી વાયરસ નો ખતરો ઓછો રહે છે. ડોકટરે કહ્યું કે લવ મેકીંગ વખતે ચુંબન ન કરવું જોઈએ.

Image source

ડોક્ટર થેરેસા નું કહેવું છે કે કોરોના વાયરસ એ જાતીય ચેપ નથી. આથી વીર્ય કે યોનિમાર્ગ દ્વારા આ વાયરસ ફેલાવાની સંભાવના ખૂબ ઓછી છે. માન્યું કે ડોક્ટર નું કેહવુ છે કે નવા જીવનસાથી સાથે કોઈ પણ પ્રકાર ની જાતીય ક્રિયા કરવી ખાસ કરીને ચુંબન કરવું એ ચેપ ના ખતરા ને વધારી શકે છે.

Image source

ડોક્ટર થેરેસા એ કહ્યું કે કોરોના દરમિયાન જેવી રીતે લોકો થી સામાન્ય અંતર રાખીએ છીએ તેજ રીતે બીજી પણ ઘણી વસ્તુઓ છે જેને અનુસરીને ચેપ નો ખતરો ઓછો કરી શકો છો.

Image source

ડોક્ટર થેરેસા એ કહ્યું કે, ‘ આ સમયે લોકો એ ચુંબન અને સામ સામે ના સંપર્કો ટાળવા જોઈએ. જાતીય સંબંધ બાંધતી વખતે પણ એવું માસ્ક બાંધવું જોઈએ જેમાં નાક અને મો સંપૂર્ણ રીતે ઢંકાયેલું રહે. શારીરિક ક્રિયાઓ પછી પણ પોતાના સિવાય જીવનસાથી ઉપર પણ ધ્યાન આપવું. કોઈ પણ પ્રકાર ના લક્ષણો દેખાય તો એક બીજા ને બતાવો અને ડોક્ટર નો સંપર્ક કરવો.

Image source
ડોક્ટર થેરેસા નું કહેવું છે કે તંદુરસ્ત રહેવા માટે જાતીય તંદુરસ્તી પણ સારી હોવી જરૂરી છે. જરૂરત છે તો ફક્ત સાવચેતી રાખવાની. તેઓએ કહ્યું કે, ‘સુરક્ષા ની કાળજી રાખતી વખતે પણ કોવિડ -૧૯ ના આ વાતાવરણ મા પણ યુગલો શારીરિક સંબંધ ની મજા માણી શકે છે.

Image source

આ પહેલા પણ ઘણા તંદુરસ્તી નિષ્ણાંતો જીવનસાથી ની નજીકતા ને લઇ ને ઘણા સૂચનો આપી ચૂક્યા છે. નિષ્ણાંતો નું કહેવું છે કે તમે ભલે એક સાથે રહેતા હોય, પરંતુ કોરોના ના લક્ષણો દેખાય તો એક બીજા વચ્ચે બે મીટર નું અંતર બનાવી ને રાખો. જો તમારા માં કોરોના વાયરસ ના થોડા પણ લક્ષણો હોય અને તમે તમારા જીવનસાથી થી કોઈ જ અંતર ન રાખતા હોય તો ચોકકસ પણે તમારો જીવનસાથી પણ કોરોના થી સંક્રમિત થઈ જશે.

Image source

હવે મોટા ભાગના કેસો એવા આવી રહ્યા છે જેમાં લક્ષણો ન દેખાવ છતાં લોકો સંક્રમિત થયેલા હોય છે. તેવામાં આ સમયે જીવનસાથી ની પસંદગી કરતી વખતે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. ફક્ત બીજા લોકો જ નહિ પરંતુ તમે પણ આ રોગ ને બીજા મા ફેલાવી શકો છો. નજીકના સંબંધ અને ચુંબન કરવા થી આ વધુ બીજા લોકો સુધી પહોંચી શકે છે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment