લગ્ન જીવન ને કેવી રીતે બનાવવું ખુશહાલ? કામ કરશે સંબંધ નિષ્ણાંત ની આ ૫ સલાહ

Image source

લગ્ન ના સંબંધ ને સફળ બનાવવું એ કઈ સરળ કામ નથી. સબંધો ના નિષ્ણાંત નું કહેવું છે કે સંબંધ ને ખુશહાલ રાખવા માટે ઘણી વાતો નું ધ્યાન રાખવું પડે છે. આ માટે સૌથી જરૂરી વસ્તુ એક બીજા ની ભાવનાઓને સમજવી છે.

દરેક લગ્ન જીવન માં નાની મોટી મુશ્કેલીઓ સામાન્ય છે પરંતુ તેને સમય ની સાથે દૂર ન કરીએ તો તે મોટી બની શકે છે. મોટા ભાગના લોકો તેના અંગત જીવન વિશે ખુલી ને વાત કરવાનું ટાળે છે. આ મુશ્કેલીઓને દૂર કરવા માટે સંબંધો ના નિષ્ણાંત ના ઘણા સૂચનો લોકો ને કામ આવી શકે છે. ચાલો જાણીએ તેના વિશે.

હંમેશા વાતો કરતા રહો:

Image source

કોઈ પણ મુશ્કેલી ને દૂર કરવાની શરૂઆત વાતચીત થી થાય છે. જો તમે તમારા જીવનસાથી સાથે મુદ્દા પર ખુલીને વાત નહિ કરો તો મુશ્કેલી નો ઉપાય ક્યારેય નહીં નીકળે. વાતો ના માધ્યમ થી જ તમે તમારા જીવનસાથી ની ભાવનાઓ સમજી શકો છો અને તમે તમારી ભાવનાઓ સમજાવી શકો છો. સબંધો માં મુશ્કેલીઓ ત્યારે જ આવે છે જ્યારે યુગલ એક બીજા સાથે વાત કરવાનું બંધ કરી દે છે.

મુદ્દા ને મોટો ન બનાવો:

Image source

યુગલ નું અંગત માં લડવું ઝઘડવું સામાન્ય છે. સારા સબંધ માટે આ જરૂરી પણ છે પરંતુ એક જ મુદ્દા પર વારંવાર ઝઘડવાથી વાત મોટી થઈ જાય છે અને સબંધો માં અંતર વધવા લાગે છે. કોઈ વસ્તુ ને લઇ ને તમારા બંને નો દૃષ્ટિકોણ અલગ અલગ હોઈ શકે છે. જીવનસાથી ના વિચારોની અવગણના કરવાને બદલે તેને સમજવાની કોશિશ કરો.

હળીમળી ને કરો ઘરના કામ:

Image source

કપડાં ધોવા, વાસણ કે કબાટ સાફ કરવો જેવા કામો માં તમારા જીવનસાથી ને મદદ કરો. જ્યારે તમે બંને ઘરે હોય ત્યારે પોત પોતાના કામ વહેંચી લો. તેનાથી કોઈ એક પર વધારે કામ નો ભાર પણ નહિ પડે અને તમે બંને એક બીજા ની વધુ નજીક આવી જશો.

એક બીજા ની પ્રશંસા કરો:

Image source

દરેક વ્યક્તિ આશા રાખે છે કે તેનો જીવનસાથી તેની પ્રશંસા કરે. એક બીજા ની પ્રશંસા કરવાથી તમે બંને હંમેશા સકારાત્મક રહેશો. આના કારણે નાની નાની મુશ્કેલીઓ ની અવગણના કરવાની ટેવ પડે છે.

એક બીજાને પ્રાથમિકતા આપો:

Image source

જીવનસાથી પાસે ફક્ત પોતાના માટે જ આશા ન રાખો પરંતુ તેને પણ તેટલી જ પ્રાથમિકતા આપો જેટલી તમે પોતાને આપો છો. જરૂરી નથી કે તમે એક જ પ્રકાર ના વિચારો રાખો પરંતુ જુદા જુદા વિચારોનું સન્માન કરવું પણ જરૂરી છે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment