ઘરમાં જ બનાવો ગુજરાતી ફાફડા, જાણો બનાવવાની આખી રીત

Image source

ફાફડા ગુજરાત નો એક પ્રખ્યાત નાસ્તો છે જે ગરમા ગરમ જલેબી, કાઢી અને લીલી મરચી સાથે ખાઈ શકાય છે. આ ફાફડા મોદીજી ને પણ ખૂબ ભાવે છે. જો તમે પણ મોદીજી ની પસંદીદા ડિશ બનાવવાં માંગો છો તો આ છે તેને બનાવવાની રીત.

એક નજર

  • રેસીપી કવિઝીન – ભારતીય
  • કેટલા લોકો માટે – ૪ થી ૬
  • સમય – ૩૦ મિનિટ થી ૧ કલાક
  • ભોજનનો પ્રકાર – શાકાહારી

જરૂરી વસ્તુઓ.

  • ૨ કપ ચણાનો લોટ૧ નાની ચમચી ખાવાનો સોડા
  • ૧ નાની ચમચી અજમા ખાંડેલા
  • ૧ નાની ચમચી લાલ મરચાનો પાવડર
  • ૪-૫ લીલી મરચી
  • સ્વાદ મુજબ મીઠુ
  • તળવા માટે તેલ

બનાવવાની રીત.

એક વાસણ મા પાણી, મીઠુ અને ખાવાનો સોડા ભેળવો.

Image Source

પછી તેમાં અજમા, ચણાનો લોટ અને લાલ મરચાનો પાવડર ભેળવી ને મિક્ષ કરી દો.

આ મિશ્રણ નો લોટ તૈયાર કરી લો. પછી અડધા કલાક પછી લોટ મા તેલ ભેળવી અને સારી રીતે મસળી ને ચીકણો કરી લો.

Image Source

લોટ ના નાના લુવા બનાવી લો અને લુવા ને એક ચીકણી સપાટી પર રાખી ને લુવા ને થોડું લાંબુ કરો અને સપાટી ની ઉપર હથેળી ની નીચે રાખી ને દબાવતા જાઓ.

Image Source

દબાવીને લુવા ને આગળ ની તરફ ફેલાવતા જાઓ અને પાતળી પટ્ટી ની જેમ બનાવતા જાઓ.

Image Source

તેલ ગરમ થઇ જાય તો તેમાં ૨-૩ ફાફડા નાખી ને બંને બાજુ સોનેરી થાય ત્યાં સુધી તળો. આ રીતે બધા ફાફડા તળી લો.

ત્યાર બાદ લીલી મરચી પર ચિરો કરી ને તળી લો.( ધ્યાન રહે કે જો મરચા પર ચિરો ન કરવામાં આવે તો મરચું તળતી વખતે ફૂટી શકે છે અને કડાઈ નું તેલ તમને નુકશાન પણ પહોંચાડી શકે છે.)

Image Source

ગરમા ગરમ ફાફડા ને જલેબી, કઢી અને લીલા મરચાં સાથે પીરસો.

નોંધ.

  • ફાફડા નો લોટ બાંધતી વખતે ધ્યાન રાખવું કે લોટ ન તો વધુ કઠણ હોય કે ન તો વધુ ઢીલો.
  • આ ઉપરાંત ફાફડા ને હંમેશા ગરમ તેલ માં જ તળવું.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment