સપ્તાહ ના અંત ને સુંદર બનાવવા માટે સૌથી શ્રેષ્ઠ રીત છે, સ્વાદિષ્ટ ભોજન ઘરે બનાવવું અને ઘર વાળા ને ખુશ રાખવું. લોકડાઉન ના સમય માં આખી દુનિયા ના દરેક ઘરો માં બહુ બધા પકવાનો બન્યા અને બધા એ આખા પરિવાર સાથે બેસીને ખૂબ આનંદ પણ કર્યો. આજે અમે તમને ગાર્લીક નાન બનાવવાની સરળ રીત બતાવવાના છીએ જેનાથી તમે તમારા સપ્તાહ ના અંત ને વધુ શ્રેષ્ઠ બનાવી શકો છો.
જરૂરી સામગ્રી:
- મેંદો -૧ કપ
- લોટ – અડધો કપ
- સૂકા યિસ્ટ – અડધી મોટી ચમચી
- ખાંડ – અડધી નાની ચમચી
- દહીં – એક મોટી ચમચી
- દૂધ –એક તિહાઈ કપ
- તેલ – એક મોટો ચમચો
- મીઠું – સ્વાદ મુજબ
- અડધો કપ હુંફાળું પાણી
- લસણ – બારીક કાપેલું ૩-૪ મોટી ચમચી
- ધાણા – બારીક કાપેલી ૩ મોટી ચમચી
- માખણ
યીસ્ટ બનાવવાની રીત.
ગાર્લીક નાન બનાવવા માટે ઘરમાં જ યીસ્ટ બનાવવું જરૂરી છે જેના માટે એક વાટકા માં સૂકું યીસ્ટ તેમજ ખાંડ નાખી ને તેમાં અડધો કપ હુંફાળું પાણી નાખો. અહી તમારે હુંફાળું ગરમ પાણી જ ઉપયોગ મા લેવું કેમ કે જો અહી તમે વધુ ગરમ પાણી ઉપયોગ મા લેશો તો આ યીસ્ટ બનશે નહીં જેમના માટે એક સરળ રીત છે કે જ્યારે અહી તમે મિશ્રણ તૈયાર કરો, તેને ૧૦ થી ૧૫ મિનિટ ઢાંકી ને રાખી દો. જો આ સમયે મિશ્રણ માં જાળી દેખાવા લાગે તો તમારે સમજી જવું કે તમારું યીસ્ટ તૈયાર છે અને જો તમારા મિશ્રણ માં જાળી દેખાઈ નહિ તો સમજી જવું કે તમે વધુ ગરમ પાણી નાખી દીધું છે આવામાં આખું યીસ્ટ ખરાબ થઈ જાય છે. તમારે ફરીથી મિશ્રણ તૈયાર કરવું પડશે.
તમારી સુવિધા મુજબ વાસણ લો તેમાં મેંદો અને લોટ નાખો. આ મિશ્રણ ની અંદર દહીં, તેલ તેમજ સ્વાદ મુજબ મીઠું નાખી ને મિશ્રણ ને સરખી રીતે હલાવો. મિશ્રણ ને સરખી રીતે મિક્ષ કર્યા પછી તેમાં બનાવેલ યીસ્ટ ના મિશ્રણ ને તેની અંદર નાખી ને લોટ બાંધવા માટે એક કપ દૂધ સરખી રીતે મિક્ષ કરો. તેનાથી લોટ બહુ નરમ થઈ જશે. લોટ બાંધી દીધા પછી ૨ થી ૩ મિનિટ સુધી તેને સરખી રીતે મુક્કા મારો જેથી તે ખૂબ જ નરમ થઈ જાય. ત્યાર બાદ લોટ પર તેલ લગાવી તેને કપડાં માં ઢાંકી ને રાખી દો. એક બે કલાક સુધી આ બાંધેલા લોટ ને આરામ કરવા દો. લોટ ને આરામ કરવા દીધા પછી લોટ ના બરાબર લુવા બનાવી લો અને તેને પાછું ૩૦ મિનિટ સુધી ઢાંકી ને રાખી દો.
વણવા ની રીત.
લુવા ને હાથ માં લઇ ને ગોળાકાર આપો અને પાટલી પર રાખી થોડું વણો, તેની ઉપર સમારેલું લસણ અને ધાણા નાખો અને સરખી રીતે વણી ને ગોળ આકાર આપો. નાન ને ફેરવો અને બીજી બાજુ પાણી લગાવો. આના માટે તમે બ્રશ અથવા હાથ બંને નો ઉપયોગ કરી શકો છો.
નાન શેકવાની રીત.
નાન ને શેકવા માટે લોઢા ના તવા નો ઉપયોગ કરો. ધ્યાન રાખો આ સમયે તમે નોન સ્ટિક પેન નો ઉપયોગ કરી શકતા નથી. નાન ને તવા પર નાખી ને એક મિનિટ સુધી શેકાવા દો. થોડી વાર પછી તેમાં તમને પરપોટા જોવા મળશે. જેવા તમને પરપોટા દેખાવા લાગે કે નાન ને સીધું ગેસ ના તાપ પર શેકવા માટે રાખી દો અથવા તવો હટાવી લો. થોડી વાર પછી નાન માં આછા ભૂરા દાગ દેખાવા લાગશે અને આ રીતે નાન શેકાઈ ને તૈયાર થઈ જશે જેને બહાર કાઢી ને તેમાં માખણ લગાવી ને સરળતા થી પીરસી શકશો.
Tતો આ હતી ખૂબ જ સરળ રીત ગાર્લિક નાન ઘરે બનાવવાની મિત્રો બધા પ્રકાર ની સારી ડીશો તમે ઘરે બનાવી શકો છો. જો તમે સારી વિશેષ રેસીપી શોધી રહ્યા છો તો અમારા આ પેજ ને સબસ્ક્રાઈબ કરો. તમને ખૂબ જ સારી સારી રેસીપી વાચવા મળશે.
આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.