બાળકો માટે ઘરે બનાવો પાપડ બટાકા રોલ, આ છે બનાવવાની રીત

જો તમે બાળકો ના નાસ્તા બનાવવા થી પરેશાન હોય તો અમે તમારી મદદ માટે આજ બટાકા થી બનાવેલી સ્વાદિષ્ટ રેસીપી બતાવવા જઈ રહ્યા છીએ. જે બાળકો ને ખુબ જ પસંદ આવશે અને આને બનાવવું પણ ઘણું સરળ છે.

જમવામાં બાળકો ના ઘણા નખરા હોય છે. જેનાથી સ્ત્રીઓ ઘણી પરેશાન હોય છે.જો તમે બાળકો ના નાસ્તા બનાવવા થી પરેશાન હોય તો અમે તમારી મદદ માટે આજ બટાકા થી બનાવેલી સ્વાદિષ્ટ રેસીપી બતાવવા જઈ રહ્યા છીએ. જે બાળકો ને ખુબ જ પસંદ આવશે અને આને બનાવવું પણ ઘણું સરળ છે. આજે અમે તમને પાપડ બટાકા રોલ બનાવવાની રીત બતાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ પાપડ બટાકા રોલ બનાવવાની રીત.

સામગ્રી

  • બાફેલા બટાકા – ૨
  • પાપડ – ૬
  • લીલાં વટાણા ( બાફેલા ) -૧/૨ કપ
  • આમચૂર પાવડર – ૧/૨ નાની ચમચી
  • લાલ મરચા નો પાવડર – ૧/૨ નાની ચમચી
  • આદું – ૧ નાની ચમચી ( કાપેલું )
  • લીલું મરચું – ૧ નાની ચમચી ( કાપેલી )
  • મીઠું – સ્વાદ મુજબ
  • તેલ – ૧ કપ
  • ગરમ મસાલો – ૧/૨ નાની ચમચી

રીત.

  • સૌથી પહેલા આને બનાવવા માટે તમે એક વાટકા માં બટાકા, વટાણા, મીઠું, આદું, લીલું મરચું, આમચૂર પાવડર, ગરમ મસાલો, લાલ મરચા નો પાવડર નાખી ને સરખી રીતે મિક્ષ કરો.
  • ત્યારબાદ હવે એક કડાઈ મા તેલ ગરમ કરી તેમાં તૈયાર બટાકા નું મિશ્રણ નાખીને સરખી રીતે સાંતળો.
  • હવે આ મિશ્રણને કાઢી ને એક ડિશ માં રાખો.
  • રોલ નં ચોંટાડવા માટે પહેલા થી જ એક વાટકી માં પાણી અને મેંદા નું મિશ્રણ તૈયાર રાખો.
  • હવે પાપડ ને થોડો ભીનો કરી ને તેમાં બટાકા નું મિશ્રણ નાખો.
  • હવે મેંદા માં મિશ્રણ ને કિનારા પર લગાવી ને રોલ તૈયાર કરી લો.
  • ત્યાર બાદ કડાઈ મા તેલ ગરમ કરી ને બધા રોલ તળી લો.
  • તમારા પાપડ બટાકા રોલ તૈયાર છે.આને તમે ટામેટા માં સોસ સાથે બાળકો ને પીરસી શકો છો.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment