રાજસ્થાની ગટ્ટા ની ખિચડી, પાલક પરોઠા, અને પાલક છોલે ગ્રેવિ ક્યારે પણ ખાધી છે?ચાલો જાણીએ આજ ની આ મજેદાર રેસીપી..

છોલે, ગટ્ટા અને પરોઠા તો આપણે બનાવતા જ હોઈ છીએ. હવે જરા ટ્વિસ્ટ લાવી ને સ્વાદ માં બદલાવ લાવીએ. આ વખતે મસાલેદાર છોલે ને પાલક ની ગ્રેવિ માં બનાવી ને જુઓ. તેનો અલગ જ સ્વાદ ઘર માં બધા ને ભાવશે. તેવી જ રીતે ચોખા ની ખિચડી સિવાય ગટ્ટા ની ખિચડી પણ બનાવી જુઓ. અને પાલક ના પરાઠા બનાવી ને ઘર માં બધાનું દિલ જીતી લો.

Image Source

રાજસ્થાની ગટ્ટા ખિચડી

Image Source

સામગ્રી:

ગટ્ટા માટે

  • બેસન-1 કપ
  • લાલ મરચી નો પાવડર- અડધો ચમચી
  • મીઠું સ્વાદનુસાર
  • હળદર(અડધી ચમચી)
  • ધાણાજીરુ(અડધી ચમચી)
  • અજમો(અડધી ચમચી)
  • ગરમ મસાલો (અડધી ચમચી)
  • ચપટી ભર હિંગ
  • તેલ-1 ચમચો
  • દહી- 2 ચમચી
  • જરૂરિયાત પ્રમાણે પાણી

ખિચડી માટે સામગ્રી

  • બાસમતી ચોખા- 1 કપ
  • બટેકા-(જીણું સમારેલું)
  • કોબીજ-(જીણું સમારેલું)
  • ડુંગળી-(જીણું સમારેલું)
  • વટાણા-1 કપ
  • તેલ- 4 ચમચા
  • જીરું-1 ચમચી
  • હિંગ એક ચપટી
  • મરી-2-3 નંગ
  • અને લવિંગ-2-3 નંગ
  • મીઠું સ્વાદનુસાર
  • હળદર 1 ચમચી
  • અને ગરમ મસાલો- 1 ચમચી
  • કોથમીર

વિધિ:

ચોખા ને 20-25 મિનિટ માટે પાણી માં પલાળી રાખો. એક વાટકા માં લાલ મરચી નો પાવડર,મીઠું  હળદર, ધાણાજીરું,અજમો,ગરમ મસાલો ,હિંગ, તેલ ,દહી લઈ લો. થોડું થોડું પાણી નાખતા ગટ્ટા માટે લોટ બાંધી લો. તેને બરાબર ગોળ શેપ માં કાપી લો અને પાણી માં જ ચઢવા દો.

જ્યારે તે પાણી ની સપાટી પર આવી ને તરવા લાગે, તો તેને પાણી માંથી બહાર કઢી લો. હવે તેને તેલ માં તળી લો.હવે એક કઢાઈ માં તેલ ગરમ કરો. તેમા જીરું, હિંગ, મરી, લવિંગ નાખો. બધા જ શાકભાજી નાખી ને તેને શેકો અને થોડી મિનિટ સુધી ઢાંકી ને પકવો.

બધા જ મસાલા નાખી ને થોડી વાર રહેવા દો. થોડું પાણી નાખી ને મસાલા ને શેકો. જ્યારે તેમા થી તેલ છૂટવા લાગે ત્યારે તેમા ચોખા અને ગટ્ટા નાખી દો. 4 કપ પાણી નાખી ને ધીમા તાપે થવા દો. ( કુકર માં 2 કપ પાણી ની સાથે 2 સીટી વાગે ત્યાં સુધી પકવો)અને ગરમ મસાલો નાખો. હવે તેમા કોથમીર (ધાણા) નાખો.

પાલક છોલે ગ્રેવિ

Image Source

સામગ્રી

છોલે માટે

  • કાબુલી ચણા- 1 કપ
  • મોટી ઈલાયચી-1
  • મરી- 3-4 નંગ
  • તજ- નાનો ટુકડો
  • આદું- નાનો ટુકડો
  • મીઠું સ્વાદનુસાર
  • પાણી જરૂરિયાત પ્રમાણે

ગ્રેવિ માટે

  • તેલ-2 મોટા ચમચા
  • ઘી-1 મોટી ચમચી
  • આદું-લસણ નો પેસ્ટ- 1 ચમચી
  • જીરું-અડધી ચમચી
  • લીલું મરચું- જીણું સમારેલું
  • હળદર-1 ચમચી
  • લાલ મરચું પાવડર-1 ચમચી
  • મીઠું સ્વાદનુસાર
  • ધાણા જીરું-1 ચમચી
  • છોલે મસાલા-1 ચમચી
  • પનીર- છીણલુ

વિધિ:

રાત્રભર પલાળેલા છોલે ને કુકર માં લઈ ને તેમા મરી,તજ,આદું, મીઠું અને 2-3 કપ પાણી નાખી ને 5-6 સિટી વગાડી લો. હવે એક વાસણ માં પાણી ભરો તેમા પાલક નાખી ને થોડાક સમય માટે ઉકાળો. પછી પાલક ને ઠંડા પાણી માં નાખો.

તેને વાટી ને બારીક પેસ્ટ બનાવો. ગ્રેવિ બનાવા માટે એક કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકો. હવે તેમા જીરું,આદું-લસણ ની પેસ્ટ અને લીલા મરચાં નાખો. ત્યારબાદ તેમા ડુંગળી નાખી ને થોડી વાર પકવો.

ત્યારબાદ ટામેટાં નાખી ને પકવો. તેલ છૂટું પડે ત્યાં સુધી પકવો. હવે તેમા પાલક નાખો અને સાથે જ છોલે પણ નાખો.

હવે આવશ્યકતા અનુસાર તેમા પાણી નાખી ને થોડી વાર થવા દો. અંત માં પનીર ની છીણ નાખી ને પરાઠા કે ભાત સાથે મજા માણો.

પાલક પરાઠા:

Image Source

  • બાફેલી દાળ
  • લોટ-2 કપ
  • પાલક
  • મીઠું સ્વાદનુસાર
  • લાલ મરચું 1 ચમચી
  • હળદર-1 ચમચી
  • અજમો 1 ચમચી
  • જીરું-1 ચમચી
  • લીલું મરચું
  • તેલ અથવા ઘી
  • પાણી આવશ્યકતા અનુસાર

વિધિ

એક વાટકા માં બધી જ સામગ્રી મિક્સ કરો. પાણી થી મુલાયમ લોટ બાંધો. તેને 4-5 મિનિટ સુધી તેમ જ રહેવા દો. ત્યારબાદ ફરી થી લોટ બાંધો. હવે તેના પરોઠા બનાવો અને તેલ કે ઘી માં શેકી લો.

ગરમા ગરમ રાઈતા સાથે પીરસો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment