તમારા બાળક ને આ વસ્તુ બનાવીને ખવડાવો, રોગપ્રતિકારક શક્તિ ની સાથે પાચન માટે પણ સારું છે.

Image source

ભોજન એક અનુભવ ની જેમ છે. અને જ્યારે તમારું બાળક ૧૨ મહિના ની ઉંમર સુધી પહોંચે છે ત્યાં સુધી તમે તેના ભોજન ની બધી પસંદ અને નાપસંદ જાણી ચૂક્યા હોય છો. આ ઉંમર ના બાળકો ને જુદા જુદા પ્રકાર ના ભોજન નો સ્વાદ લેવો ગમે છે. ચિંતા એ છે કે બાળકોના પાચન તંત્ર ને અનુરૂપ ભારતીય ભોજન ને કઈ રીતે તેની સામે પીરસવું. એટલા માટે ભારતીય ભોજન ને જેટલું સરળતા થી પીરસી શકાય તેટલું સારું છે.

અમે અહી સરળતાથી તૈયાર થતા ભારતીય ભોજન વિશે જાણકારી ભેગી કરી છે, જેથી તમારું બાળક સરળતાથી જમી શકે છે.  તમારા બાળક માટે બહેતર નાસ્તા ની રેસીપી છે. સાથે જ તમને મળશે રસપ્રદ બાળકો ના ભોજન માટે ની રેસીપી અને આ રીતે તમે સરળતાથી તમારા બાળક ને ભારતીય વાનગીઓ રજૂ કરી શકો છો, જેને તે આનંદ થી ખાઈ શકે છે. તો ચાલો જાણીએ તે સ્વાદિષ્ટ વાનગીઓ ની રીત વિશે-

રવા નો હલવો:

Image source

શું તમારી બાળક પણ રોજ તેજ દૂધ દલીયા ખાઈ ને કંટાળી ગયું છે, તો આ રવા નો હલવો એક ઉત્તમ વિકલ્પ રહેશે. આ મીઠો છે, સ્વાદિષ્ટ છે અને સરળતા થી પચી જાય તેવો છે.

સામગ્રી

  • રવો : ૨ મોટા ચમચા
  • પાણી: અડધો કપ
  • ઘી: ૧ કે ૨ ચમચી
  • ગોળ: સ્વાદ માટે
  • દૂધ

બનાવવાની રીત

  • ધીમા તાપે ઘી મા રવા ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. જ્યારે તેમાંથી સુગંધ આવવા લાગે તો તેને બંધ કરી દો.
  • હવે પાણી ને ગરમ કરો અને રવો તેમાં નાખો. ત્યાર બાદ તેમાં ગોળ અને દૂધ નાખી ને મિશ્રણ ઘાટુ થાય ત્યાં સુધી હલાવતા રહો. જ્યારે હલવો થોડો ઘટ્ટ થઈ જાય તો ગેસ બંધ કરી દો અને ગેસ પરથી ઉતારી લો.
  • તમારો રવા નો હલવો તૈયાર છે અને હવે તમારા બાળક ને પીરસો.
  • સ્ટિકી બનાના ચોખા:

Image source

આ વાનગી બાળકો સરળતા થી ગળી શકે છે, તમને આશ્ચર્ય થશે આ જોઈને કે મિનિટો માં તમારા બાળક એ પોતાનું ભોજન પૂરું કરી દીધું.

સામગ્રી:

  • ચોખા – ૧ કપ
  • નારિયેળ નું દૂધ -૨ કપ
  • ખાંડ – ૧ ચમચી
  • કેળા – બે નાના કેળા
  • ધટ્ટ નારિયેળ નું દૂધ – ૨ મોટી ચમચી

બનાવવાની રીત

  • પાતળા નારિયેળ ના દૂધ મા આખી રાત ચોખા પલાળીને રાખી દો.
  • સવારે ઉઠી ને તેમાં પાણી નાખો અને ચોખા ને સારી પકાવો.
  • ઘટ્ટા નારિયેળ ના દૂધ ને ખાંડ સાથે ગરમ કરો અને તેમાં પકવેલા ચોખા નાખો.
  • કેળા ને એક વાસણ મા લઇ ને તેની ઉપર આ મીઠા ચોખા નાખો.
  • ટામેટા અને ગાજર નું સૂપ

Image source

જો તમે તમારા બાળક ને સૂપ પીવડાવવા માંગો છો તો વિટામિન થી ભરપૂર ટામેટા અને ગાજર નું સ્વાદિષ્ટ સૂપ તમારા માટે બહેતર વિકલ્પ છે. જો તમારા બાળક ને ક્યારેય શરદી કે તાવ આવી જાય કે તેની તબિયત બરાબર ન હોઈ તો તમે તમારા બાળક ને આ સ્વાદિષ્ટ સૂપ આપી શકો છો.

સામગ્રી

  • ગાજર -૧•  ટામેટું -૧
  • કાંદા -૨ ( બારીક સમારેલા)
  • લસણ – બારીક કાપેલું
  • માખણ – ૧ ચમચી
  • જીરૂ – ૧/૪ નાની ચમચી
  • કાળા મરી નો પાવડર – એક ચપટી
  • પાણી – ૧.૫ કપ
  • મીઠું

બનાવવાની રીત

  • શાકભાજી ને સારી રીતે ધોઈ લો અને પછી તેને બારીક કાપો.
  • પ્રેશર કુકર માં માખણ ગરમ કરો અને તેમાં જીરું નાખો.
  • કાંદા અને લસણ ને તેમાં સાંતળો.
  • જરૂરી પાણી સાથે ગાજર અને ટામેટા પણ નાખો. સાથે મીઠું અને કાળા મરી પણ નાખો.
  • હવે કુકર નું ઢાંકણ બંધ કરો અને ધીમા તાપે ત્રણ સિટી થાય ત્યાં સુધી પકાવો.
  • જ્યારે બધા શાકભાજી સરખી રીતે ચઢી જાય ત્યાબાદ તેને મિકસર ના જાર માં પીસી લો.
  • ત્યાર પછી કોઈ ચાળણી ની મદદ થી સારી રીતે શાકભાજી ના રસ ને કાઢી લો.
  • હવે પલ્પ માં થોડા કાળા મરી અને માખણ નાખી ને તમારા બાળક ને પીરસો.

Image source

બાળકોને ભોજન કરાવતી વખતે આ બાબતો નું ખાસ ધ્યાન રાખવું:

  1. તમારા બાળક ને પરાણે ભોજન ન કરવો.
  2. હંમેશા એવું ભોજન કરો જેને સરળતા થી ચાવી શકે.
  3. ભોજન પીરસતા પહેલા ઠંડુ કરી લો.
  4. અતિશય મીઠું, મસાલા અને ખાંડ ન નાખવું.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “તમારા બાળક ને આ વસ્તુ બનાવીને ખવડાવો, રોગપ્રતિકારક શક્તિ ની સાથે પાચન માટે પણ સારું છે.”

Leave a Comment