આખા દિવસ ની થકાવટ પછી રાતે પથરી માં સૂતા જ એક સારી ઉંઘ નું સપનું દરેક લોકો જોવે છે. પરંતુ જો તમારા સાથી ના નસકોરા થી તમારું સપનું આ સપનું તોડવાની ભૂલ કરે તો ગુસ્સો આવવો વ્યાજબી છે. એટલું જ નહિ ઘણી વાર સાથી ના નસકોરા બંને વચ્ચે ના જગડાનું કારણ પણ બને છે. વધારે પડતાં થાક અને બંધ નાક ને લીધે નસકોરા આવે છે.તેવા માં રસોઈ ના રહેલી આ વસ્તુઓ તમારી મુશ્કેલી જલ્દી દૂર કરશે.
ફુદીના નું તેલ
સૂતા પહેલા પાણી માં ફુદીનાના તેલ ના થોડા ટીપા નાખી કોગળા કરો. આમ કરવાથી નાક ના છિદ્રો નો સોજો ઓછો થાય છે અને શ્વાસ લેવામાં સરળતા રહે છે. તમે ઇચ્છો તો નાક પાસે ફુદીના નું તેલ લગાવી ને સુઈ પણ શકો છો.
ઓલિવ નું તેલ
ઓલિવ ના તેલ મા આવતું તત્વ શ્વાસ લેવામાં આવતી મુશ્કેલી ને દૂર કરે છે. રાતે સૂતા પહેલાં મધ સાથે આનું સેવન ફાયદાકારક સાબિત થયું છે.
ઘી
Image source
ઘી ને નસકોરા ને રોકવાના ઉપાય માંથી એક માનવામાં આવે છે. આ બધા ના રસોડામાં હાજર હોય છે. રાતે સૂતા પહેલાં ઘી ને થોડું ગરમ કરી ડ્રોપર ની મદદ થી એક બે ટીપા નાક માં નાખો. આવું દરરોજ કરવાથી તમને ફરક પડશે. આ સૌથી સરળ ઉપાય છે.
ચા ના વૃક્ષ નું તેલ
Image source
નાક બંધ થઇ જવાના લીધે પણ નસકોરા આવવાથી તમે પાણી માં ચા ના વૃક્ષના તેલ ના થોડા ટીપા નાખી ને દસ મિનિટ માટે બાફ લઈ શકો છો. આનાથી નાક ખૂલી જશે.
એલચી
Image source
દરરોજ સૂતા પેહલા પાણી માં એલચી કે તેનો પાવડર નાખી ને પીવો. આવું દરરોજ કરવાથી નસકોરા સમસ્યા દૂર થાય છે.
હળદર વાળું દૂધ
Image source
હળદર ને વધારે પડતી સમસ્યાઓનું રામબાણ ઉપાય માનવામાં આવે છે. દરરોજ સૂતા પેહલા અડધો કલાક પહેલા હળદર વાળું દૂધ પી ને સૂવાથી નસકોરા ની સમસ્યા થી આરામ મળે છે.
મધ
Image sorce
નસકોરા થી છુટકારો મેળવવા માટે મધ એક સારો ઉપાય છે. તેના માટે દરરોજ રાતે સૂતા પહેલા હુફાળા પાણી માં મધ નાખી ને પીવો. આનાથી તમને શ્વાસ લેવામાં આવતી મુશ્કેલી થી રાહત મળશે.
આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team