કોરોના કાળ માં બાળકો ઘરે જ અભ્યાસ કરે છે. ઓનલાઇન ક્લાસીસ ના દરમિયાન થતી ભૂલો ને કારણે આંખો માં ખંજવાળ, શુષ્કતા વગેરે થાય છે. વૈજ્ઞાનિકો નું કહેવું છે કે, લાંબા સમય સુધી જો આવી સ્થિતિ રહેતી હોય તો માયોપિયા થઈ શકે છે. જો તમે પણ ઓનલાઇન અભ્યાસ કરતાં હોવ તો કેટલીક વાતો નું ધ્યાન રાખવું જરુરી છે. જેથી આંખો ની રોશની પર અસર ના કરે અને માથા ના દુખાવા ને કારણે થતી ચીડિયાપણા ને રોકી શકાય. બાળકો નાના હોય છે તો જરુરી છે કે તેમની પર ધ્યાન રાખવામાં આવે. આવા કોઈ પણ લક્ષણ દેખાય તો તરત જ ડોક્ટર નો સંપર્ક કરવો.
બંસલ હોસ્પિટલ ની આઈ અને ગ્લુકોમાં સ્પેશિયાલિસ્ટ એવું કહે છે કે આંખો ની આ સમસ્યા થી કેવી રીતે છુટકારો મેળવી શકાય.
લેપટોપ કરતાં મોબાઈલ વધુ ખતરનાક કેમ છે? તેનું શું કારણ છે.
હમેશા લેપટોપ કરતાં મોબાઈલ તમારી આંખો ની ખૂબ નજીક હોય છે. એટલે અસર પણ વધુ થાય છે. મોબાઈલ ની સ્ક્રીન નાની હોવાને કારણે તેની પર જોર વધુ પડે છે. તેમાં થી નીકળતી ભૂરી લાઇટ આંખ ની નજીક હોવાને કારણે વધુ ખરાબ અસર થાય છે. મોટા ભાગ ના ઘરો માં લેપટોપ એક કે બે હોય છે. જે ઘર ના લોકો માં વહેચાઈ જાય છે. પણ મોબાઈલ દરેક પાસે હોય છે. એટલે તેનો વપરાશ પણ વધુ થાય છે.
વધુ પડતાં ગેજેટ ના ઉપયોગ થી માણસ આંખો ફફડવાનું પણ ભૂલી જાય છે. આ આદત થી તેને ખૂબ નુકશાન થાય છે. અહિયાં થી આંખો માં શુષ્કતા ફેલાય છે. ધ્યાન ન આપવા પર બીજા લક્ષણ પણ દેખાવા લાગે છે. જેટલું વધારે વપરશો તેટલું જ તેની પર ખરાબ અસર થશે.
કયા લક્ષણ દેખાવા પર અલર્ટ થઈ જવું.
જો આંખો માં ખેચાણ,ખંજવાળ,થકાવો, લાલીમા ,પાણી નીકળવું, જાખુ દેખાવું જેવી સમસ્યા થતી હોય તો અલર્ટ થઈ જાવ. તે ડિજિટલ આઈ સ્ટ્રેન ના લક્ષણ છે. લાંબા સમય સુધી આવી સ્થિતિ રહેતી હોય તો માથા નો દુખાવો, ઊલટી, અને ચીડિયાપણું ની ફરિયાદ વધી જાય છે.
કેટલાક લોકો ને ચક્કર આવે છે, આંખો થી ફોકસ કરવામાં માં મુશ્કેલી થવી,એક જ વસ્તુ ના બે પ્રતિબિંબ દેખાવા, જેવા લક્ષણ દેખાય છે. કેટલીક વખત આ લક્ષણ દેખાતા નથી. દિવસ માં ઓનલાઇન ક્લાસીસ ચાલતા હોય છે, અને દિમાગ divert થઈ જાય છે. પણ સાંજ થતાં સુધી માં તેની અસર દેખાવા લાગે છે.
કેવી રીતે ખબર પડે કે આંખો પર ખરાબ અસર થઈ રહી છે.
ડિજિટલ ગેજેટ થી નીકળતી ભૂરી લાઇટ ને કારણે આંખો પર શુષ્કતા આવી જાય છે. પછી માશપેશીઓ પર અસર પડે છે. લાંબા સમય સુધી આમ કરવાથી આંખો કમજોર થઈ જાય છે. તેમની દૂર ની નજર કમજોર થઈ જાય છે. જેને માયોપિયા કહે છે. આમ થવાથી ચશ્મા પણ આવી શકે છે. જો આવું પહેલા થી જ થતું હોય તો નંબર વધી જાય.
રિસર્ચ ના પ્રમાણે, જો બાળકો ગેજેટ નો વધુ વપરાશ કરશે તો 2050 સુધી માં 50% જેટલા બાળકો ને ચશ્મા આવી જશે.
જો ઓનલાઇન ક્લાસીસ ના લેવાતા હોય તો કેવી રીતે ધ્યાન રાખવું.
જો ઓનલાઇન ક્લાસીસ ના હોય અને મોબાઈલ થી અભ્યાસ કરતાં હોય 20 મિનિટ પર 20 સેકંડ માટે 20 ફૂટ દૂર રાખો. ત્યારબાદ ફરી થી અભ્યાસ શરૂ કરો. આંખો ને દિવસ માં 4-5 વર પાણી થી સાફ કરો.
ગેજેટ કેટલું દૂર હોવું જોઈએ.
લેપટોપ ની સ્ક્રીન અને આંખો ની વચ્ચે 26 ઇંચ દૂર હોવું જોઈએ. મોબાઈલ નો વપરાશ કરતાં હોય તો તેનું અંતર 14 ઇંચ નું હોવું જોઈએ. જો કે એ હાથ ની લંબાઈ પર નિર્ભર કરે છે, સ્ક્રીન ની બ્રાઇટનેસ અને કોનટ્રાસ ને ઓછું રાખો. જેથી આંખો પર વધુ જોર ન પડે. સ્ક્રીન પર એંટિગ્લેયર કાચ લગાવો. પછી તમે પણ એંટિગ્લેયર ચશ્મા લગાવો. સ્ક્રીન પર દેખાતા અક્ષર ની સાઇઝ મોટી રાખવી.
હવે વાત એમની કે જે વિડિયો ગેમ માં વ્યસ્ત હોય છે.
મોટા ભાગ ના બાળકો માંતા પિતા ના ડર થી રાતે લાઇટ બંધ કરી ને મોબાઈલ કે લેપટોપ માં વિડિયો ગેમ રમતા હોય છે. તે સૌથી વધારે ખતરનાક સ્થિતિ છે. કારણકે રૂમ માં અંધારું હોવાને કારણે ગેજેટ માંથી નીકળતી રોશની ડાઇરેક્ટ આંખો માં જાય છે. તેના પરિણામ સ્વરૂપ રાત માં ઊંઘ ન આવાની સમસ્યા અને સવારે જલ્દી ન ઊઠવાને કારણે શરીર માં ભારેપણું અને માથા ના દુખાવા ની સમસ્યા રહે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team