એવી મહિલા ઓ કે જે હમેશા હેર ડાઈ નો ઉપયોગ કરતી હોય છે તેમને વૈજ્ઞાનીકે સલાહ આપી છે. વૈજ્ઞાનીકો નું કહેવું છે, હેર ડાઇ ના ઉપયોગ થી બ્રેસ્ટ, સ્કીન, અને ઓવરી, ના કેન્સર નો ખતરો વધી જાય છે. અમેરિકા ની હાવર્ડ યુનિવર્સિટી એ રિસર્ચ કર્યું એ પર થી સામે આવ્યું છે કે નેચરલ હેર કલર થી પણ કેન્સર નો ખતરો વધી શકે છે.
એટલા માટે મહિલાઓ માં વધુ ખતરો હોય છે.
રિસર્ચ ના પ્રમાણે અમેરિકા અને યુરોપ માં 50-80% મહિલા ઓ વાળ ને કલર કરે છે. એટલે તેમા કેન્સર નો ખતરો વધુ હોય છે. ત્યાં જ પુરુષો માં તે 10% જ જોવા મળે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ની ઇન્ટરનેશનલ એજન્સિ ફોર રિસર્ચ ના વૈજ્ઞાનીકો એ હેર ડાઇ ને પહેલા થી જ કેન્સર વધારનાર વસ્તુ માં સામેલ કરી દીધી છે. હેર ડાઇ અને કેન્સર વચ્ચે નો સંબંધ સમજવા માટે 1,17,200 મહિલા પર રિસર્ચ કર્યું. આ મહિલાઓ માંથી કોઈ ને પણ કેન્સર ન હતું. અને તેમના પરિવાર માં કોઈ હિસ્ટ્રી પણ ન હતી. આ મહિલા ઓ 36 વર્ષ ધ્યાન રાખ્યા બાદ રિજલ્ટ જાહેર કર્યું.
હેર ડાઇ માં ખતરનાક રસાયણો હોય છે, જેમા એમોનિયા, પેરઓક્સિડ, પી-ફેનીલેનેડીઆમાઇન, ડાયામોનોબેઝિન, ટોલ્યુએન -2, 5-ડાયઅમિન, અને રિસોરસીનોલ હોય છે.
ડાઇ થી કેવી રીતે થઈ શકે છે કેન્સર
કેન્સર ની પ્રમુખ વેબ સાઇટ cancer.Org ના પ્રમાણે,હેર ડાઇ માં વપરાતા કેટલાક કેમિકલ એવા હોય છે. જેને માથા ની સ્કીન ઓછી માત્રા માં શોશે છે., અથવા તો હવા માં ફેલાયેલી તેની ગંધ શરીર માં જાય છે. જે ખતરનાક હોય છે. એવા લોકો જે હમેશા ડાઇ કરતાં હોય છે., જે હેર ડ્રેસર, કે સલૂન માં કામ કરે છે તેમને પણ ઘણો ખતરો થઈ શકે છે.
કેન્સર નો ખતરો ઓછો કરવા માટે આ બાબત ધ્યાન માં રાખો.
- ડાઇ કરતાં સમયે એ ધ્યાન માં રાખો કે તેને ફક્ત વાળ પર જ લગાવો. પાંથી માં નહીં.
- ડાઇ સુકાઈ ગયા બાદ તેને પાણી થી બરાબર ધોઈ નાખો.
- ડાઇ કરતાં સમયે હાથ મોજા અવશ્ય પહેરવા.
- જે નિર્દેશ પેકેટ પર લખ્યો તેને ફોલો કરો. તેમા બદલાવ ના કરો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team