અમેરિકા માં મળ્યો અજીબ અને દિલકચસ્પ કોરોના નો કિસ્સો.. ચાલો જાણીએ આજ ના આ લેખ માં..

અમેરિકા માં કોરોના નો અજીબોગરીબ કિસ્સો બહાર આવ્યો છે. 57 વર્ષ ના રોબર્ટ લારા કોરોના થયા બાદ એક મહિનો કોમા માં રહ્યા અને 85 દિવસ સુધી વેન્ટીલેટર પર રહ્યા. આટલા લાંબા સમય બાદ તેમની રિકવરી થઈ રહી છે.

Image Source

રોબર્ટ હવે હરવા- ફરવા અને પોતાના હાથ થી ખાવાની કોશિશ કરે છે. તેમનો ઈલાજ લુસિયાના ના વેસ્ટ જેફર્સન મેડિકલ સેંટર માં થઈ રહ્યો છે. હોસ્પિટલ નું કહેવું છે કે તેમની તબિયત માં સુધાર આવતા જ તેમણે ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે.

દરરોજ પોતાની જાત સાથે લડતા રોબર્ટ

અમેરિકા ના લુસિયાના માં રહેતા રોબર્ટ ને 4 મહિના પહેલા તાવ આવતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. રોબર્ટ ની પત્ની બર્ડી લારા એક રેસપિરેટ્રી થેરાપિસ્ટ છે. તેઓ કહે છે કે રોબર્ટ દરરોજ કોરોના અને તેની અસર થી લડે છે. તેમનું ડાબું ફેફસું બગડી ગયું છે. તેને ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર છે.

પત્ની બર્ડી ના કહેવા પ્રમાણે, રોબર્ટ ને કોરોના થયો એ પહેલા તે હાઇ બીપી થી લડી રહ્યો હતો. લાંબા સમય સુધી વેન્ટીલેટર રહ્યા હોવાથી રિકવરી માં થોડો સમય લાગી શકે છે.

રોબર્ટ બોલ્યો કે હું હરીશ તો નહીં જ

રોબર્ટ બોલ્યો કે કોરોના મને મારી જ નાંખશે. પણ હું હારવાનો નથી. આ વાઇરસ ને ગંભીરતા થી જ લેવો. તે આપણ ને ઘણી રીતે નુકશાન પહોંચાડી શકે છે. તમારું ધ્યાન રાખો આ વાઇરસ બધુ જ ખતમ કરી નાંખશે.

હું ડરી ગયો છું, પણ હું મારા સપના ને જરૂર થી પૂરા કરીશ.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment