કર્ણાટક માં એક પતિ એ પોતાની પત્ની ને આપી અનોખી શ્રદ્ધાંજલી. ઉધ્યોગપતિ શ્રીવાસ ગુપ્તાા એ પોતાની પત્ની માધવી માટે ઘર માં મીણ નું પૂતળું બનાવ્યું. શ્રીવાસ ગુપ્તાા એ પોતાની પત્ની માધવી ની સિલિકોન વેક્સ ની પ્રતિમા સાથે ગૃહ પ્રવેશ કર્યો. તેમની પત્ની માધવી ની 2017 માં એક્સિડેંટ માં મોત થઈ ગઈ હતી.
પ્રતિમા જોઈ ને બધા આશ્ચર્ય માં મુકાઇ ગયા.
ગૃહ પ્રવેશ દરમિયાન જ્યારે મહેમાન ઘરે પહોંચ્યા તો બધા પ્રતિમા ને જોઈને આશ્ચર્ય ચકિત થઈ ગયા. પ્રતિમા એક દમ અસલી જ હિય એવી દેખાતી હતી. આ દરમિયાન લોકો પ્રતિમા સાથે તસવીર લેતા દેખાયા. સોશિયલ મીડિયા પર આ પ્રતિમા નો ફોટો અને વિડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.
આર્કિટેક એ બનાઈ પ્રતિમા
શ્રીવાસ એ તેમના પત્ની ની સિલિકોન વેક્સ થી બનાવેલ આ પ્રતિમા જાણીતા આર્કિટેક રંઘનન્નાવન ના પાસે થી બનાવડાઈ હતી. પ્રતિમા ને જોઈને એ કહેવું મુશ્કેલ છે કે તે પ્રતિમા છે કે પછી પત્ની માધવી જ બેઠી છે. પ્રતિમા ને એક ચટક મૈજેન્ટા સાડી પહેરાવી છે. અને સોના ના દાગીના પહેરાવ્યા છે. માધવી ની મૂર્તિ ને સોફા પર બેસાડવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા યુઝર બોલ્યા કે આ એક સાચા પ્રેમ નું ઉદાહરણ છે.
સોશિયલ મીડિયા યુઝર કહે છે કે સાચે આને જ સાચો પ્રેમ કહેવાય. શ્રીવાસ ની પત્ની ન રહેતા પણ તે તેમની પાસે જ છે એવું લાગશે.
ત્યાં જ બીજા યુઝર એ કહ્યું કે આ એક લાંબી relationship નું ખૂબ જ સરસ ઉદાહરણ છે. શ્રીવાસ એ ખરેખર માં સંબંધ ને મહત્વ આપ્યું છે જે આજ કાલ ખોવાતું જાય છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team