રાજમા માં રહેલું ફાઇબર જલ્દી ભૂખ નથી લાગવા દેતું, તેના થી પેટ ભરેલું ભરેલું રહે છે. અત્યારે કોરોના મહામારી ને કારણે ઘણા લોકો ઘરે થી જ કામ કરે છે. ઘર માં રહેતા જ નાના બાળકો તો ઠીક પણ મોટા ઓ ને પણ વારે વારે ભૂખ લગતી હોય છે. જેના કારણે ઘણા લોકો નું વજન વધતું જ ગયું છે. અને બેઠા બેઠા કામ કરવાની ટેવ ને કારણે શરીર ને હલન છાલન મળતું નથી જેથી વજન વધતું જ જાય છે.
વજન ઓછું કરવું સરળ નથી પણ હા, તેને સારા એવા પ્લાનિંગ સાથે કરવામાં આવે તો તે મુશ્કેલ પણ નથી. તમે કેટલી પણ કસરત કરી લો, પણ જો તમારું ખાન-પાન બરાબર નહીં હોય તો બધુ જ બેકાર છે. જો તમે પણ તમારું વજન ઓછું કરવા માંગો છો તો ભોજન માં જરૂર થી સામેલ કરો રાજમા સલાડ.
રાજમા માં ફાઇબર હોય છે જેના લીધે રાજમા ખાવાથી તમારું પેટ ભરેલું જ લાગશે. રાજમા ખાધ પછી તમને કઈ પણ ખાવાની ઈચ્છા નહીં થાય અને તમારું વજન નહીં વધે. ઉપરાંત રાજમા માં આયરન ની માત્રા વધ હોય છે. એટલે તમને શરીર ને શક્તિ મળી રહે છે.
રાજમા સલાડ બનાવા માટે ની સામગ્રી
- 250 gm બાફેલા રાજમા
- જીણી સમારેલી ડુંગળી, કાકડી, શિમલા મિર્ચ, અને એક ટામેટું
- કોથમીર, પુદીનો, થોડા શેકેલા સિંગ દાણા
- બદામ, કાજુ, દ્રાક્ષ, અખરોટ ,
- એક ચમચી લીંબુ નો રસ
- ચાટ મસાલો, મરી પાવડર, અને મીઠું
સલાડ બનાવાની વિધિ.
એક વાસણ માં બાફેલા રાજમા, જીણી સમારેલી ડુંગળી, કાકડી, શિમલા મિર્ચ, અને એક જીણું સમારેલું ટામેટું નાખો. તેમા કોથમીર, પુદીનો, થોડા શેકેલા સિંગ દાણા નાખી ને બરાબર મિક્સ કરો. હવે તેમા બદામ, કાજુ, દ્રાક્ષ, અખરોટ ઉમેરો. હવે તેમા ચાટ મસાલો, મરી પાવડર, અને મીઠું નાખો અને બરાબર મિક્સ કરો.
અને તેને થોડા સમય માટે ઠંડુ કરવા મૂકી દો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team