આપણે જ્યારે હિચકી આવે છે ત્યારે એવું માનીએ છીએ કે આપણે કોઈ યાદ કરે છે. પણ જેમ જેમ હિચકી વધે છે તેમ આપણે ચીડચિડિયા બની જઈએ છીએ. આમ તો હિચકી આવી સામાન્ય વાત છે. કેટલીક વખત હિચકી આવી સામાન્ય વાત થઈ જાય છે. અને તે જાતે જ બંધ થઈ જાય છે. પણ ક્યારેક ક્યારેક હિચકી લાંબા સમય સુધી હેરાન કરે છે.
ચાલો જાણીએ હિચકી આવાના કારણ અને તેના રાહત માટે ના ઉપાય..
હિચકી શું છે?
Image Source
ડાયફ્રાયમ નામની માશપેશી હર્દય અને ફેફસા ને પેટ થી અલગ કરે છે. સ્વસન માં પણ તેણી મહત્વ પૂર્ણ ભૂમિકા હોય છે. જ્યારે તેમા સંકોચન થાય છે ત્યારે આપણાં ફેફસા માં હવા માટે જગ્યા થાય છે. જ્યારે ડાયફ્રાયમ માશપેશી નું સંકોચન વારે વારે થવા લાગે ત્યારે હિચકી આવે છે.
હિચકી કેમ આવે છે.?
આમ તો હિચકી નું કોઈ ખાસ કારણ તો નથી પણ શક્ય છે કે આ કારણ ના લીધે હિચકી આવી શકે છે.
જરૂર થી વધુ ખાવાનું ખાઈ લેવું, બહુ જ તીખું કે મસાલાવાળી વસ્તુ ખાવાથી,
આલ્કોહોલ લેવી કે સ્મોક કરવું.
તણાવ, ઘભરાટ, અતિ ઉત્સાહ ના લીધે પણ હિચકી આવી શકે છે.
જડપ થી ખાવા થી હિચકી આવે છે.
વગર ચાવી ને ખાવા થી હિચકી આવે છે. તીખું ખાવા થી પણ હિચકી આવે છે. ધીમે ધીમે ચાવી ને ખાવું. સારી રીતે ચાવી ને ખાવાથી હિચકી પણ નહીં આવે અને digestion પણ સારું થશે.
ખાંડ ખાવા થી હિચકી બંધ થઈ જાય છે.
જેવી જ હિચકી આવે તો તરત ખાંડ ખાઈ લેવી. ખાંડ ખાવા થી હિચકી બંધ થઈ જશે. જો વધારે હિચકી આવતી હોય તો પાણી માં ખાંડ અને મીઠું નાખી ને તે પાણી પી જવું.
લીંબુ અને મધ નું સેવન કરવું.
હિચકી રોકવામાં મધ અને લીંબુ પણ કારગર ઉપાય છે. એક ચમચી લીંબુ ના રસ માં મધ નાખી ને પી જવું. આના થી હિચકી બંધ થઈ જશે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team