આ 3 સ્ટેપ્સ થી ઘરે જ બનાવો સરળ રીતે સ્વાદિષ્ટ જલેબી..

જલેબી ભારતની સૌથી સ્વાદિષ્ટ મીઠાઇ છે. સામાન્ય રીતે જલેબી બધા ને જ ભાવતી હોય છે. જલેબી દેખાવ માં ગોળ ગોળ હોય છે અને બનાવા માં પણ સરળ છે. વરસાદ ની ઋતુ માં પણ ગરમાગરમ જલેબી ખાવાની મજા જ અલગ છે. કોરોના ના સમય માં બહાર નું ખાવાનું ટાળવું જ સારું છે. આવા માં જો તમને જલેબી ખાવાનું મન થયું છે તો તમે 3 જ સ્ટેપ માં જ સરળતા થી જલેબી બનાવી શકો છો.

Image Source

જલેબી બનાવાની સમગ્રી

½ કપ મેદો

¼ કપ દહી

તેલ અથવા ઘી (તળવા માટે)

કોટન નું કપડું કે જેના વચ્ચે છીદ્ર હોય

1 કપ ખાંડ

વિધિ

સ્ટેપ 1

Image Source

સૌથી પહેલા આપણે મેંદા અને દહી ને મિક્સ કરી લો. દહી અને મેંદા ને મિક્સ કરી ને એક પેસ્ટ બનાવી લો. જરૂર હોય તો તેમા થોડું પાણી પણ મિક્સ કરી લો. અને 6-7 કલાક માટે તેને ઢાંકી ને મૂકી દો.

સ્ટેપ 2

Image Source

હવે આપણે ચાશણી તૈયાર કરવાની છે. ચાશણી બનાવા માટે ખાંડ અને પાણી ને મિક્સ કરી ને ધીમા તાપે ગેસ પર મૂકી દો. થોડા સમય પછી ચાશણી ને જાડી કરવા માટે ગેસ ને ફૂલ કરી દો. ચાશણી ના તાર બને એટલે ગેસ બંધ કરી દો.

સ્ટેપ 3

Image Source

હવે એક કઢાઈ લો. તેમા તેલ કે ઘી નાખો. હવે તૈયાર કરેલ પેસ્ટ ને કોટન ના કપડાં માં લઈ લો. હવે કપડાં ની મદદ થી જલેબી ઓ તળો. જલેબી ઓ મીડિયમ તાપે તળો.  જલેબી ભૂરા રંગ ની થાય એ પછી તેને કાઢી લો અને ચાશણી માં નાખી દો. એક મિનિટ પછી ચાશણી માંથી જલેબી કાઢી લો.

સ્વાદિષ્ટ જલેબી તૈયાર છે..

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment