ક્યારેક એવું પણ બને છે કે આપણે કોઈ પણ રોગનો ઉપચાર કરાવી ને થાકી જઈએ છીએ પણ એનો કોઈ ઈલાજ નથી થતો અને જાદુ મંત્રો કરવામાં આવે છે તો તરતજ એ બીમારી છૂ થઈ જાય છે.એવી જ રીતે ઘર ના વાસ્તુદોષ ને હટાવવા માટે પણ આવા કેટલાક જાદૂ મંત્રો છે. જેને આજમાવવાથી ઘણી ખરી મુશ્કેલીઓ દૂર થાય છે. સુખ તેમજ સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય છે.આવા જ કેટલાક મંત્રો નીચે ઉપસ્થિત છે.
ઘર ના મુખ્ય દરવાજા પાસે તુલસી અથવા તો કેળ નું વૃક્ષ લગાડવાથી ઉન્નતિ ની પ્રાપ્તિ થાય છે.પણ ધ્યાન રહે આ વૃક્ષો મુખ્ય દ્વાર ની ડાબી બાજુ લગાડવા. ઘર ના મુખ્ય દ્વાર ઉપર લાલ રંગ ની રીબીન બાંધવાથી ઘર માં સુખ અને સમૃદ્ધિ આવે છેતેમજ ઘરની આવક માં પણ વધારો થાય છે.
ડાબા હાથ ની હથેળી પર કપૂર રાખીને ‘ૐ નમઃ શિવાય’ ના મંત્ર નો જાપ 108 વખત કરીને એ કપૂર પાણી માં નાખી ને પાણી પી જવાથી ભયાનક માં ભયાનક રોગ ઉતરી જાય છે. મંત્ર નો જાપ કરતા સમયે તમારી નજર કપૂર ઉપરજ રાખવી.
જો કમર માં અથવા તો કમર ના નીચેના ભાગ માં દુખાવો રહેતો હોય તો બ્લેકબોર્ડ માં લખવા ની ચોક ને ખાટલા માં જે બાજુ માથું રાખો એ બાજુ ના પાયા માં રાખી ને સૂવાથી રાહત મળે છે સાથે સાથે છાતી ના દુખાવા માંથી પણ રાહત મળે છે.
આસોપાલવ ના પાન સાથે આંબા,પીપળા અને વડલા ના પાન ભેગા કરી ને ઘર ના મુખ્ય દ્વાર માં તોરણ બનાવીને લટકાવવાથી ઘર માં સુખ સંપત્તિ આવે છે. તેમજ મન માં પણ શાંતિ ની પ્રાપ્તિ થાય છે.
જો કોઈ પણ બાળક રાતે સુવાના સમયે મુંજારો અનુભવી રહ્યું હોય તો તેને સફેદ ચાદર માં સુવડાવવું જોઈએ.જો બાળક ખરાબ સપનું જોઈ ને રાતે ઉઠી ને રડવા લાગે તો તેને તુલસીની માળા પહેરાવી જોઈએ. જો બાળક ખુબજ રમતિયાળ હોય તો તેને ભૂરા રંગ ના કપડાં ન પહેરાવવા.
લોબાન ને કાળા કપડાંમાં વિટી ને પહેરવાથી ઉધરસ માંથી રાહત મળે છે તથા સહદેવી ના ટુકડાને લાલ દોરામાં માળા ની જેમ પરોવી ને વીંટવાથી અતિસારમાં રાહત મળે છે.
ખાસ નોંધ : ઉપરોક્ત જે પણ દરેક ઈલાજ અમે ક્યાક થી વાચી ને મૂક્યા છે તો જો આપ કોઈ પણ ઉપાય પ્રયાસ કરો છો તો એ તમે સ્વેછાએ કરી રહ્યા છો આની જાણ લેશો
Story Author: Kaushal Barad & Fakt Gujarati Team
જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ…