ડુંગળી નો રસ એંટિ હેર ફોલ અને હેર ગ્રોથ એજેંટ ના રૂપ માં ખૂબ ફાયદાકારક છે. વાળ ને ખરતા અટકાવા માટે ઘરેલુ ઉપચાર માટે ડુંગળી ના રસ નો જ ઉપયોગ કરવા માં આવે છે.
ડુંગળી ના રસ માં મુખ્ય તત્વ સલ્ફર છે. આ ઉપરાંત વાળ ને વધારવા માટે પણ તે કારગર સાબિત થયું છે. ડુંગળી ના રસ માં વિટામિન c, ફોલેટ,વિટામિન b 6 જેવા સૂક્ષ્મ તત્વ પણ રહેલા હોય છે. વાળ માટે ડુંગળી નો રસ સરળતા થી મળી રહે તેવો ઘરેલુ ઉપચાર છે. ડુંગળી ના રસ માં એંટિ માઇક્રોબિયલ ગુણ હોય છે. વાળ અને ખોપડી પર ડુંગળી નો રસ લગાવા થી લોહી નું circulation સારું થાય છે. જેનાથી વાળ નો વિકાસ પૂરતો થાય છે. વાળ ને સમય થી પહેલા સફેદ થતાં અટકાવે છે. વાળ માટે તાજો ડુંગળી નો રસ ખૂબ જ લાભદાયી હોય છે.
ડુંગળી નો રસ કેવી રીતે તૈયાર કરવો.
ડુંગળી ને છોલી ને mixer માં દળી ને પેસ્ટ બનાવી લેવી. ત્યારબાદ તેને મલમલ ના કપડાં માં લઈ ને નિચોવી લેવી. આ રસ ને એક કંટેનર માં ભરી લો. એ વાત નું ધ્યાન રાખવું કે જે લોકો ને એલર્જિ છે એ લોકો એ ખોપડી પર આ રસ ન લગાવો.
ડુંગળી નો હેર માસ્ક બનાવો.
2 ચમચી ડુંગળી ના રસ માં એક ચમચી મધ ભેળવી દો. તમારે વાળ ધોતાં પહેલા આ માસ્ક ને 15-20 મિનિટ સુધી માથા માં લગાઈ ને રાખી શકો છો. આમ કરવાથી વાળ વધે છે અને સ્મૂધ પણ થાય છે. તે પરુ કે પછી બીજી કોઈ પણ તકલીફ ને દૂર કરે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team