ઘર માં દેખાતા કરોળિયા ના જાળાં આમ તો જોવામાં ઘણા ખરાબ લાગે છે. તેના થી ઘર માં નકારાત્મક ઉર્જા પણ આવે છે. તમને કદાચ ખબર નહીં હોય કે તેને ઘરેલુ રીત થી પણ દૂર કરી શકાય છે.
દીવાલ ના ખૂણા ની સફાઇ
સૌથી પહેલા તો બધા જ જાળાં સાફ કરી લો. ખાસ કરીને દીવાલ ના ખૂણા માં રહેલા જાળાં જરૂર થી સાફ કરવા. કારણકે કરોળિયા ત્યાં થી જ પોતાનું જાળું બનાવાની શરૂઆત કરે છે.કરોળિયા ખૂણા માં સરળતા થી પોતાનું ઘર બનાવી લે છે.
સરકા નો ઉપયોગ કરવો.
સરકો એક એવો પદાર્થ છે કે જે જીવાણુ ને મારી નાખે છે. એક કપડાં ને સરકા માં ડૂબાડી ને ત્યાં મૂકવું કે જ્યાં કરોળિયા વધુ થતાં હોય.
તૂટેલી દીવાલ ને repair કરાવી.
i
જો તમારા ઘર ની દીવાલ તૂટેલી છે અથવા તો જ્યાં તિરાડ છે ત્યાં કરોળિયા વધુ થાય છે. ઘર ની દીવાલ ને બને એટલું જલ્દી જ repair કરવું.
બેકિંગ સોડા થી ભગાડો કરોળિયા.
બેકિંગ સોડા ના વપરાશ થી પણ કરોળિયા ભાગી જાય છે. કરોળિયા ને તેની સ્મેલ પસંદ નથી હોતી. એટલે જ તે એવી જગ્યા પર નથી આવતા જ્યાં બેકિંગ સોડા હોય.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team