ગુરુકુળ માં પોતાની શિક્ષા પૂરી કર્યા પછી એક શિષ્ય વિદાય ના સમયે પોતાના ગુરુ ને મળવા આવ્યો. ગુરુ એ કહ્યું શિષ્ય,” અહિયાં રહી ને તે શાસ્ત્ર નું પૂરું જ્ઞાન લીધું છે. પરંતુ હજી થોડો અભ્યાસ બાકી છે તો તમે મારી સાથે ચાલો. “
શિષ્ય ગુરુ ની સાથે જવા તૈયાર થઈ ગયો. ગુરુ તેને ગુરુકુળ થી દૂર એક ખેતર માં લઈ ગયા. ત્યાં એક ખેડૂત ખેતર ને પાણી પહોંચાડી રહ્યો હતો. ગુરુ અને શિષ્ય તેને ધ્યાન થી જોઈ રહ્યા હતા. પણ ખેડૂત એ એક વાર પણ આંખ ઉઠાવી ને તેમની બાજુ ન જોયું. જેમ કે એને ખબર જ ના હોય કે એની બાજુ કોઈ ઊભું છે.
ત્યાંથી આગળ જતા એક લુહાર ભઠ્ઠી માં કોલસો નાખી ને લોખંડ ગરમ કરે છે. લોખંડ લાલ થતું જાય છે. લુહાર પોતાના કામ માં ખૂબ જ મગન હતો. તેને પણ ગુરુ શિષ્ય ની બાજુ જોયું નહીં.
ગુરુ એ શિષ્ય ને ચાલવાનો ઈશારો કર્યો. પછી બંને આગળ વધ્યા. આગળ એક વ્યક્તિ જૂતાં બનાવતો હતો. ચામડા ને કાપવા, છોલવા,સિવવામાં તેના હાથ ની સફાઇ ખૂબ સારી હતી. ગુરુ એ શિષ્ય ને આગળ ચાલતા રહેવાનું કીધું.
શિષ્ય સમજી ના શક્યો કે ગુરુ નો ઇરાદો શું છે. રસ્તા માં ચાલતા સમયે ગુરુ એ શિષ્ય ને કહ્યું” મારી પાસે રહી ને શાસ્ત્ર નું પૂરું જ્ઞાન લીધું છે પણ વ્યવહારિક જ્ઞાન ની શિક્ષા પણ બાકી છે. તે આ ત્રણ જણા ને જોયા. તેઓ તેમના કામ માં મશગુલ(એકાગ્ર)છે. પોતાના કામ માં આવી જ તલ્લીનતા જરુરી છે. ત્યારે જ વ્યક્તિ ને સફળતા મળે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team