- તમે ઈશ્વર માં ત્યાં સુધી વિશ્વાસ નહીં કરી શકો જ્યાં સુધી તમે તમારા પણ વિશ્વાસ નહીં કરો.
2.તમારે તમારા અંતર થી વિકાસ કરવો પડશે, તમને કોઈ કશું શીખવાડી નહીં શકે, તમને કોઈ આધ્યાત્મિક નહીં બનાવી શકે, તમને શીખવાડવા વાળુ બીજું કોઈ નહીં પણ તમારી આત્મા જ છે.
3.કોઈ વસ્તુ થી ક્યારે પણ ન ગભરાશો.તમે અદભૂત કામ કરશો, જે નિર્ભયતા જ છે જે ક્ષણ ભરમાં પરમ આનદ આપે છે.
4.તમે ક્યારે પણ એવું ન વિચારશો કે તમારી આત્મા માટે કશું જ અસંભવ છે. આવું વિચારવું જ સૌથી મોટું પાપ છે. જો કોઈ પાપ છે તો તે એજ છે કે તમે નિર્બળ છો કે અન્ય નિર્બળ છે.
5.તમે ફૂટબોલ દ્વારા સ્વર્ગ ની નજીક વહેલા પહોંચશો ન કે ગીતા ના અધ્યયન થી.
6.મન ની દુર્બળતા થી અધિક ભયંકર પાપ કશું જ નથી.
7.પક્ષપાત બધી જ બુરાઈ ની જડ છે.
8.હિન્દુ સંસ્કૃતિ આધ્યામિક્તા ની અમર આધારશિલા છે.
9.ભય જ પતન અને પાપ નું નિશ્ચિત કારણ છે.
10.બ્રહ્માંડ ની બધી જ શક્તિ ઑ પહેલા થી જ આપણી છે. એ આપણે જ છીએ જેને આપણી આંખ પર હાથ મૂક્યો છે. અને પછી રડીએ છીએ કે કેટલું અંધારું છે.
11.જેટલું અધ્યયન કરીએ છીએ તેટલું જ આપણાં અજ્ઞાન નો આભાસ થાય છે.
12.આદર્શ, અનુશાસન,મર્યાદા,પરિશ્રમ, ઈમાનદારી, તથા ઉચ્ચ માનવીય મૂલ્યો સિવાય કોઈ નું જીવન મહાન નથી બનતું.
13.આપણે ભારતીય લોકો બધા ધર્મો પ્રતિ ન તો કેવળ સહિષ્ણુતા માં વિશ્વાસ કરીએ છીએ પણ બધા જ ધર્મો ને સાચા માંની ને તેનો સ્વીકાર કરીએ છીએ.
14.જેની સાથે શ્રેષ્ઠ વિચાર રહે છે તે કદી પણ એકલો નથી રહેતો.
15.આપણાં વ્યક્તિત્વ ની ઉત્પતિ આપણાં વિચારો માં છે. વિચાર મુખ્ય છે. શબ્દ ગૌણ છે. અને વિચારો ની અસર દૂર સુધી થાય છે.
16.કોઈ વસ્તુ બળ થી છીનવી ને કે ધન થી ખરીદી ને થાય છે. પણ જ્ઞાન ફક્ત અધ્યયન થી પ્રાપ્ત થાય છે.
17.તે નાસ્તિક છે, જેને પોતાના પણ વિશ્વાસ નથી.
18.જાગો,ઉઠો,અને ત્યાં સુધી માંડ્યા રહો જ્યાં સુધી ધ્યેય પ્રાપ્તિ ન થઈ જાય.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team