આમ તો આપના દેશ માં શિવજી ના ઘણા મંદિર છે પણ કેટલીક પ્રતિમા એટલી વિશાળકાય છે કે જે મંદિર માં નહીં પણ ખૂલી જગ્યા પર સ્થાપિત છે.
દેશભર માં ભારી સંખ્યા માં શિવ ભક્ત છે. આજ કારણ થી શિવ મંદિર માં ભારે ભીડ રહે છે. તેમા જ શ્રાવણ મહિના માં પણ શિવજી ના મદિર માં લોકો દર્શન માટે ઉમટી પડે છે. શ્રાવણ મહિનો શિવજી ને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે આ મહિના માં જે લોકો સાચા મન થી શિવજી ની પૂજા કરે છે. તેમની મોનોકમના પૂરી થાય છે. શ્રાવણ ના સોમવારે શિવલિંગ પર જળ ચઢાવાનું ચલણ છે. શિવજી ની આટલી મહિમા છે તો ચાલો જાણીએ શિવજી ની મોટી પ્રતિમા કયા કયા આવેલી છે.
કર્ણાટક માં સ્થિત ભગવાન શિવ ની મૂર્તિ
દક્ષિણ ભારત ના કર્ણાટક રાજ્ય માં મુંડેશ્વર માં આવેલી શિવજી ની મૂર્તિ વિશ્વ ની બીજા નંબર ની સૌથી મોટી મૂર્તિ છે. જે અરબ સાગર ના તટ પર આવેલી છે. મુંડેશ્વર મંદિર ના પરિસર માં આવેલી આ મૂર્તિ ની લંબાઈ 123 ફૂટ છે. 3 બાજુ થી પહાડો થી ઘેરાયેલ આ મંદિર માં શિવજી નું આત્મલિંગ સ્થાપિત છે. એવું માનવામાં આવે છે કે તેનો સંબંધ રામાયણ કાળ થી છે.
ગુજરાત માં આવેલી ભગવાન શિવ ની મૂર્તિ
ગુજરાત ના દવારુકાવન માં સ્થિત નાગેશ્વર મહાદેવ ની મૂર્તિ બાર જ્યોતિર્લિંગ માંથી એક છે. તમને જણાવી દઈએ કે ગુજરાત માં 2 જ્યોતિર્લિંગ છે. જેમાં થી એક છે સોમનાથ અને બીજું છે નાગેશ્વર મહાદેવ. તે ખૂબ જ ભવ્ય મંદિર છે અને તેના પ્રાંગણ માં ભગવાન શિવ ની 82 ફૂટ ઊંચી અને 25 ફૂટ પહોળી મૂર્તિ છે. આ મૂર્તિ ને ખૂબ સુંદર રીતે બનાવા આવી છે.
ઓડિશા માં આવેલી ભગવાન શિવ ની મૂર્તિ
આ મૂર્તિ ઓડિશા ના ભંજનગર માં આવેલ છે. ચંદ્રશેખર નામક મંદિર ની પાસે આ મંદિર ને બાંધવામાં આવ્યું છે. આ મૂર્તિ ને બેલીશ્વર ના નામ થી ઓળખવામાં આવે છે. અને તેની ઊંચાઈ 61 ફૂટ છે. આ મૂર્તિ નું અનાવરણ 2013 માં કરવામાં આવ્યું હતું.
મધ્ય પ્રદેશ માં સ્થિત ભગવાન શિવ ની મૂર્તિ
આ મૂર્તિ એમપી ના જબલપુર જિલ્લા ના કચનાર માં આવેલ છે. આ મૂર્તિ જોવામાં ખૂબ જ સુંદર છે. આની ઊંચાઈ 76 ફૂટ છે. આ મંદિર માં 12 જ્યોતિર્લિંગ ની છબી બનેલી છે. જો તમે અહી શિવજી ના દર્શન કરવા જાવ છો તો અહિયાં શિવજી ની મૂર્તિ સિવાય 64 યોગિની મંદિર અને કાન્હા મંદિર પણ ફરી શકો છો.
કર્ણાટક માં આવેલ શિવજી ની મૂર્તિ
શિવગીરી મહાદેવ ની આ વિશાળકાય મૂર્તિ કર્ણાટક ના વિજાપુર જિલ્લા ના શિવપુર નામક સ્થાન પર આવેલી છે. વર્ષ 2006 માં બનેલી આ મૂર્તિ ની ઊંચાઈ 85 ફૂટ છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team