કોરોના વાઇરસ થી બચવા માટે ઘણા પ્રયત્ન કરવામાં આવ્યા છે. અને તેનાથી બચવા માટે સાવધાન રહેવાની ખૂબ જ જરૂર છે. તહેવાર પણ નજીક છે અને આવામાં ઘર ની બહાર નીકળી ને ખરીદી કરવી થોડું મુશ્કેલ બની જાય છે. જો તમે રક્ષાબંધન માં રાખડીઓ બહાર થી લેવાનું વિચારતા હોવ તો કોરોના કાળ માં થોડા સાવધાન થઈ જજો. અહિયાં અમે કેટલીક ટિપ્સ પણ બતાવી છે. જેને અપનાવી ને બાળકો જોડે થી તમે સુંદર રાખડી બનાવી શકો છો. ચાલો જાણો કેવી રીતે બનાવી શકાય ઘરે રાખડી???
સાધન સામગ્રી
- પોલિયસ્ટર દોરો
- કોટોન દોરો
- બોલ ચેન
- મોતિ
- ગ્લું
- કાતર
- Buckram
બે અલગ રંગ ના પોલિયસ્ટર દોરો લો, જેમાં તમે લાલ અને પીળા રંગ નો દોરો લઈ શકો છો.
આમાં થી કોઈ એક રંગ નો દોરો લઈ ને હાથ ની 4 આંગળી માં લપેટો. આ ને લગભગ તમારે 180 વાર લપેટો. 180 વાર લપેટીયા પછી તેને કાઢી નાખો. હવે અલગ થી એક દોરો લો. હવે આને 2 વાર લપેટી ને પોલિયસ્ટર દોરા ની વચ્ચે બાંધી દો. આવું કરવાથી તે 8 ના આકાર માં આવી જશે. હવે તમારે દોરા ના બંને છેડા ને વચ્ચે થી કાપી નાખવા. આવું કરવાથી તે x ના આકાર નું દેખાશે. સાઇડ પર થી દોરા ને સારું એવું finishing આપી દેવું. જેનાથી દોરા ઉપર નીચે ન દેખાય.
હવે બીજા કલર ના દોરા સાથે આજ પ્રક્રિયા કરો. પરંતુ તેનો આકાર પહેલા વાળા કરતાં થોડો નાનો રાખો. આને પણ સારી રીતે finishing આપી દેવું.
હવે બંને પોલિયસ્ટર દોરા થી જે x નો આકાર આપ્યો છે. તેને એક પર એક મૂકી દો. જે નાનો દોરો છે એને તમારે ઉપર મૂકવો. જેમકે તમે લાલ રંગ ના દોરા ને મોટો આકાર આપ્યો છે તો એને નીચે રાખો અને જો લાલ રંગ નો દોરો નાનો હોય તો તેને ઉપર રાખવો. હવે અલગ થી દોરો લઈ ને તેને બંને ની વચ્ચે બાંધી દેવો. જેનાથી તે મજબૂત થઈ જશે અને એક થઈ જશે. હવે તેને સજાવા માટે મોતી ની જરૂર પડશે. અને ચોંટાડવા માટે ગ્લું ની જરૂર પડશે. હવે તમારે x આકાર વાળી રાખડી ની વચ્ચે ગ્લું થી મોતી લગાવાના છે. હવે તેને તમે તમારી રીતે સજાવી શકો છો. મોતી ને ચોંટાડ્યા પછી સુકાવા દો.
હવે એક દોરો લો તેને મજબૂત કરવા માટે તેની ડબલ વાળી લો. હવે તેમા તમારા મનપસંદ મોતી પરોવી દો. હવે દોરા ની બંને બાજુ એ ગાંઠ બાંધી દેવી જેથી મોતી નીકળી ન જાય.
હવે એક બુકરમ શીટ નો નાનો ભાગ લો. તેને ચોરસ આકાર માં કાપી લો. હવે તેને દોરા ની નીચે જ્યાં તમારે રાખડી મૂકવી હોય ત્યાં મૂકી દો. તેને ગ્લું ની મદદ થી ચોંટાડી દો. વધારા ના બુકરમ ને કાપી દો. તમારી રાખડી તૈયાર છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team