ગૂગલ ભારત માં કરશે 75000 કરોડ રૂપિયાનું રોકાણ, સુંદર પીચાઇ એ કરી ઘોષણા..

Image Source

દુનિયા ની દિગ્ગજ ટેકનોલોજી ની કંપની ગૂગલ આવતા 5-7 વર્ષ માં 75000 કરોડ (લગભગ 10 અરબ ડોલર)નું રોકાણ કરશે. ગૂગલ અને તેની પેરેન્ટ કંપની આલ્ફાબેટે સોમવારે આ વાત ની ઘોષણા કરી. આ રાશિ નો ઉપયોગ હિન્દી, તમિલ, પંજાબી સહિત અન્ય ભાષા માં સૂચનાઓ ને દેશવાસીઑ સુધી પહોંચાડવા માટે ઉપયોગ માં આવશે. આ ઉપરાંત ભારતીયો ની જરૂરીયાતો ને પૂરી કરવા માટે ના નવા પ્રોડક્ટસ ની સર્વિસ ના વિકાસ માટે આ ફંડ નો ઉપયોગ થશે.

Image Source

ગૂગલ ના સીઇઓ સુંદર પીચાઇ એ ‘Google for India Digitisation Fund’ ની ઘોષણા ખૂબ ઉત્સુકતા પૂર્વક કરી. પીચાઇ એ કહ્યું કે ગૂગલ આવતા 5-7 વર્ષ માં 75000 કરોડ (લગભગ 10 અરબ ડોલર)નું રોકાણ કરશે. પીચાઇએ જણાવ્યું હતું કે કંપની આ ફંડ હેઠળ ઇક્વિટી રોકાણ ની સાથે સાથે ઇકોસિસ્ટમ રોકાણ દ્વારા ભાગીદારી અને ઓપરેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં રોકાણો કરશે.


ગૂગલ ફોર ઈન્ડિયા ને સંબોધીને પીચાઇ એ કહ્યું કે આ રોકાણ થી ભારત અને ત્યાં ની ડિજિટલ અર્થવ્યવસ્થાના ભવિષ્યમાં કંપનીનું ભવિષ્ય પ્રતિબિંબિત થાય છે. પીચાઇ એ કહ્યું કે આ રોકાણ થી ભારત ના ડિજિટલીકરણ થી જોડાયેલ 4 પ્રમુખ મુદ્દા પર ધ્યાન આપવામાં આવશે.

1 દરેક ભારતીય ને તેની પોતાની ભાષા માં જાણકારી ઉપલબ્ધ થશે.

2 ભારત ની જરૂરિયાત પ્રમાણે નવા પ્રોડક્ટસ અને તેની સર્વિસ આપવી.

3 બિસનેસ ને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન થી શસક્ત બનાવું.

4 આરોગ્યક્ષેત્રે , શિક્ષણ અને કૃષિ જેવા ક્ષેત્રોમાં ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ થાય.

Image Source

આની પહેલા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી અને પીચાઇ એ વિડિયો કોન્ફરન્સ થી વાતચીત કરી. રિપોર્ટ ના જણાવ્યા અનુસાર  પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ને ભારત માં સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ ફંડ શરૂ કરવા તેમ જ વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવવાની ગૂગલની યોજના વિશે  જાગૃત કરવામાં આવ્યું. વધુ માં મોદી એ જણાવ્યું કે ભારત એ દુનિયા ની સૌથી ખુલ્લી  અર્થવ્યવસ્થા છે. મોદી એ કૃષિક્ષેત્રે

કરવામાં આવેલા સુધારા અને  નવી નોકરીઓ માટે કરવામાં આવેલા ફેરફારો વિશે પણ વાત કરી.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment