અંક જ્યોતિષ ની ગણના માં કોઈ પણ વ્યકતી નું મૂળાંક એ વ્યકતી ની તારીખ નો યોગ હોય છે. ઉદાહરણ તરીકે સમજીએ તો જો કોઈ વ્યકતી ની જન્મ તારીખ 23 એપ્રિલ હોય તો એમની જન્મ તારીખ નો યોગ 2+3= 5 થાય છે. એટલે 5 એ વ્યકતી નો મૂળાંક છે. તેવી જ રીતે જન્મ તિથી,જન્મ માસ,જન્મ વર્ષ નો કુલ યોગ ભાગ્યાંક કહેવાય છે. જેમ કે કોઈ નો જન્મ 22-04-1996 એ થયો છે કે આ બધા અંક ના સરવાળા ને ભાગ્યાંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે તેનો ભાગ્યાંક 6 છે.
અંક 1:
નામ અક્ષર : A,L,J,Q,Y
આજે દિવસ શુભ છે. ઘર નો સમાન તમે લાઇ શકો છો. જીવનસાથી પ્રતે ની બધી જ જવાબદારી પૂર્ણ થશે. કાર્ય ક્ષેત્ર માં સફળતા મળશે. બીજા ની સલાહ પર કામ ન કરવું. સકારી કામ માં રૂકાવટ આવી શકે છે.
શુભ અંક: 13 અને શુભ રંગ: લીલો
અંક 2 :
નામ અક્ષર : B,K,R
આજ નો દિવસ શાનદાર છે. હરવા ફરવા માં દિવસ બરબાદ ન કરો. વિવાહ માટે મિત્ર દ્વારા વાત આવી શકે છે. કોઈ પણ પ્રકાર ના ઘભરાટ વિના પ્રેમ થી કાર્ય કરવું. પ્રેમી જોડે મુલાકાત થઈ શકે છે. સંતાન ને સંબંધિત સુબહ સમાચાર મળી શકે છે. માતા ની વાત નું સન્માન કરવું.
શુભ અંક: 12 અને શુભ રંગ: ભૂરો
અંક 3 :
નામ અક્ષર : C,G,L,S
વ્યપાર માં કાનૂની સમસ્યા આવી શકે છે, પણ સામાજિક પ્રતિષ્ઠા માં વધારો થશે. સંતાન ની જરૂરત પર ખર્ચ થશે. કોઈ ની પણ સાથે ગોપનિયતા શેર ન કરવી. ધન ની સમૃદ્ધિ થશે.
શુભ અંક: 5 અને શુભ રંગ: લીલો
અંક 4 :
નામ અક્ષર : D, M, T
આજ નો દિવસ શુભ છે. માનસિક તણાવ થી દૂર રહેશો. ભાગ્ય માં વૃદ્ધિ થશે. ઘર પર વધારે સમય પસાર થશે. સંબંધ માં તાજગી રહેશે. તમારો દિવસ મસ્તી માં જ જશે. એટલે કે સારો જશે.
શુભ અંક: 12 અને શુભ રંગ: ક્રીમ
અંક 5:
નામ અક્ષર : E,H,N,X
આજે તમે શત્રુ થી સાવધાન રહેજો. કાનૂની અને અદાલતી બાબત માં તમારી વિજય થશે. સંતાન થી ખુશી ના સમાચાર મળશે. ખોટ ખર્ચ થી બચવું. જમીન ની બાબત માં નુકશાન થઈ શકે છે.
શુભ અંક: 6 અને શુભ રંગ: પીળો
અંક 6:
નામ અક્ષર : U,V,W
જૂના સ્કૂલ- કોલેજ ના મિત્રો ને મળવાનું થાય. જૂની વાતો ને યાદ કરી ને તમને ખુશી થશે. પરિવાર ને વધારે સમય આપશો. સ્વાસ્થ્ય સંબંધી ચિંતા થઈ શકે છે.
શુભ અંક: 10 અને શુભ રંગ: ગુલાબી
અંક 7:
નામ અક્ષર : O, Z
આજ નો દિવસ શુભ છે. જૂના જમીન વિવાદ નું નિરાકરણ થશે. આર્થિક પરેશાની ઓછી થશે. પેટ સંબંધિત તકલીફો આવી શકે છે.
શુભ અંક: 42 અને શુભ રંગ: સિલ્વર
અંક 8:
નામ અક્ષર : F, P
કામકાજ વધારવામાં નો પૂરો પ્રયત્ન કરવો. જીવન પ્રતે સકારાત્મક વિચાર રાખવો. લોટરી,સટ્ટો,અને દારૂ નું સેવન ન કરવું. આજે તમે નવા મિત્ર બનાવશો.
શુભ અંક: 14 અને શુભ રંગ: લાલ
અંક 9 :
પરિવાર માં જઘડો થઈ શકે છે. જીવન સાથી ની તબિયત ખરાબ થઈ શકે છે. સાથી સાથે ના વાદ વિવાદ થી બચવું. ધૈર્ય ની સાથે કામ કરવું જોઈએ. સમસ્યાઓ તો આવશે પણ ડરવું નહીં.
શુભ અંક:12 અને શુભ રંગ: પીળો
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team