વાસ્તુ માં ઘરની અંદર રહેલ નકારાત્મકતા ને બહાર કાઢી સકારાત્મક ઉર્જા નો વિકાસ થાય તેવી ટિપ્સ બતાવામાં આવે છે. જ્યોતિષાચાર્ય ના કહેવા મુજબ રસોઈ ઘર માં વાસ્તુ ના નિયમ નું પાલન કરવા માં આવે તો સ્વાસ્થ્ય સંબંધી ઘણાં લાભ થાય છે.
રસોઈઘર માં હવાઉજસ માટે પર્યાપ્ત જગ્યા હોવી જોઈએ. જો રસોઈઘર માં સુર્ય નો પ્રકાશ આવતો હોય તો ઘણાં વાસ્તુ દોષ દૂર થાય છે. તાજી હવા થી રસોડા નું વાતાવરણ સ્વાસ્થ્યવર્ધક બની રહે છે.
રસોઈઘર માટે દક્ષિણ-પૂર્વ દિશા સૌથી યોગ્ય માનવામાં આવે છે.આ દિશા અગ્નિ ના સંબંધિત કાર્યો માટે ઉત્તમ ગણાય છે. આના સિવાય ઉત્તર-પશ્ચિમ દિશા માં પણ રસોઈઘર બનાવી શકાય છે.
રસોઈઘર માં આગ અને પાણી ના સ્તોત્ ને એક સાથે ન રાખવા. પાણી અને ગેસ ને દૂર જ રાખવું. આ બંને તત્વ એક બીજા ના વિરોધી છે. તેમને સાથે રાખવા થી વાસ્તુ દોષ વધે છે.
ખાવાનું બનાવાનાં સ્થાને સાફ સફાઇ રાખવી જોઈએ. નહીં તો સ્વાસ્થ્ય બગડી શકે છે. જેના થી વાસ્તુ દોષ પણ વધે છે અને વાસ્તુદોષ ના કારણે માનસિક તણાવ પણ વધે છે.
રોજ સવારે-સાંજે ભોજન નો ભોગ ચડાવવો જોઈએ. આમ કરવા થી ભગવાન ના પ્રસાદ ના રૂપ માં આપણ ને ખાવાનું મળે છે, જેનાથી વિચારો ની પવિત્રતા બની રહે છે. નકારાત્મક વિચાર દૂર રહે છે.
હમેશા પ્રસન્ન મન થી ભોજન બનવું જોઈએ. ગુસ્સા માં કે દુખી થઈ ને ભોજન ન બનાવું.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team