111 દિવસ પછી ખૂલ્યું પાવાગઢ મંદિર, 10 થી નીચે ના અને 65 થી વધુ ઉમર વાળા માટે પ્રતિબંધ…

Image Source

વડોદરા: કોરોના લોકડાઉન  ના લીધે ૧૧૧ દિવસ થી બંધ માં કાલી ના મંદિર ને મંગળવાર થી ખોલવા માં આવ્યું. દેશ ના ૬૪ શક્તિપીઠ માંથી એક, કે  જે વડોદરા માં પાવાગઢ પર્વત પર આવેલ છે. સરકાર નિયમો અનુસાર મંદિર મંગળવારે સવારે ૬:૩૦ વાગે ખોલવામાં આવ્યું અને સાંજે ૭ વાગે બંધ કરવામાં આવ્યું. પરંતુ ૧૦ વર્ષ થી નાના  અને ૬૫ વર્ષ થી વધુ ને ત્યાં પ્રવેશ પર વર્જિત છે.

Image Source

નિયમો પાળવા માટે ની અપીલ :મંદિર ખોલવાની અનુમતિ નિયમો અને શરતો ને આધારે જ આપવામાં આવી હતી. આમાં થી social distancing અને માસ્ક અનિવાર્ય છે. મંદિર ના ટ્રસ્ટ એ પણ ભક્તો ને નિયમો નું પાલન કરવા કહ્યું છે. રોપ-વે ચાલુ કરવાની પણ પૂર્ણ તૈયારી કરી દીધી છે. તેમજ ભક્તો માટે માતાજી ના દર્શન માટે ઓનલાઇન ની પણ સુવિધા આપવામાં આવી છે.

Image Source

ગુજરાત માં અત્યારે વરસાદ ની સીજન પૂર જોશ માં ચાલી રહી છે. વડોદરા માં પણ છેલ્લા ૨ દિવસ માં થોડો ઘણો વરસાદ પડી જ રહ્યો છે. જેના થી પાવાગઢ પર્વત પર હરિયાળી છવાઈ ગઈ છે. માં કાલી ના દર્શન ની સાથે જ ભક્ત બહાર ના  નજરા ની પણ મજા લઇ રહ્યા છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

 

Author : FaktGujarati Team

 

Leave a Comment