ચોમાસા માં બિલકુલ ન ખાશો ફણગાવેલ અનાજ , સ્વાસ્થ્ય માટે થઇ શકે છે નુકશાનકારક..

Image Source

આમ તો ફણગાવેલ કઠોળ કે અનાજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી હોય છે. અને આનો આપણી દરરોજ ની દિનચર્યા માં સામેલ કરવો એ આપણાં માટે ખૂબ જ સારુ  કહેવાય છે તેમ જ આપણી ત્વચા પણ સારી રહે છે. પરંતુ એ જરૂરી નથી દરેક લાભદાયી વસ્તુ દરેક વખતે ફાયદાકારક જ બની રહે. હા,અંકુરિત અનાજ ના ગમે તેટલા ફાયદા હોય પરંતુ ચોમાસા માં તેને આરોગવું હાનિકારક છે.

 

Image Source

હવે તમે વિચારતા હશો કે અંકુરિત અનાજ સ્વાસ્થ્ય માટે કેવી રીતે હાનિકારક હોઈ શકે??? આજે આપણે જાણીશું એનું કારણ..

Image Source

ખરેખર માં તો ચોમાસા ની ઋતુ માં ફૂડ poisoning  અને પેટ ખરાબ થવાની સમસ્યા વધી જાય છે. તેનું કારણ એ છે કે પાણી  તેમ જ ખાદ્ય પદાર્થ માં રહેલ બેક્ટેરિયા ના લીધે થવા વાળું સંક્રમણ, જે ના તો ખાલી તમારા પેટ ને ખરાબ કરે છે, પણ જાડા- ઊલટી જેવી સમસ્યાઓ ને જન્મ આપી ને  તમારા સ્વાસ્થ્ય ને બગાડે છે.

Image Source

Dietitian આ સમય માં અંકુરિત અનાજ ન ખાવા ની સલાહ આપે છે. તેનું એ કારણ છે કે તેને વધારે સમય સુધી પાણી માં પલાળવા માં આવે છે. આવા માં તેમાં ખતરનાક બેક્ટેરિયા થઈ જાય છે.

બીજું કારણ એ છે કે આમાં ફાઇબર નું પ્રમાણ વધુ હોય છે. જે જાડા થવા માં સહાય કરે છે. આવા માં એ ડાયેરિયા જેવી સમસ્યા ઊભી કરે છે. જેનાથી શરીર માં પાણી અને પોષક તત્વો ની કમી થઈ જાય છે.

Image Source

જો તમે આ ચોમાસા માં અંકુરિત અનાજ ખાવા માંગો છો તો તે ઉકાયેલા પાણી પલાળવું. અને તે તાજું રહે ત્યાં સુધી માં તેનો ઉપયોગ કરી લેવો. જેથી તે તમને નુકશાન ન પહોંચાડે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment