ચોકલેટ તો ફક્ત બાળકો અને છોકરીઓ ને જ નહીં, પરંતુ કોઈ ના જન્મદિન પર તેમ જ કોઈ શુભ પ્રસંગ માં તેને ભેંટ તરીકે આપવામાં આવે છે. એટલા આકર્ષક અને અલગ અલગ flavor માં મળે છે કે, તમે કેટલીક વાર ઈચ્છો તો પણ પોતાને ખાતા રોકી ના શકો. શું તમે જાણો છો કે ચોકલેટ ના સ્વાદ સિવાય પણ ઘણાં ફાયદા છે.
આજે આપણે ચોકલેટ ના કેટલાક એવા જ ફાયદા વિશે વાત કરીશું. જેને જાણી ને તમને ચોકલેટ ખાવાનું ખૂબ જ મન થશે. માર્કેટ માં મળતી બધી જ ચોકલેટ માં સૌથી સારી ને ફાયદાકારક છે ડાર્ક ચોકલેટ. તેમા ખાંડ નું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. અને આ ચોકલેટ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે.
૧) તણાવ હોય કે ડિપ્રેશન: હા, આ વાત સાચી છે જો તમે કોઈ તણાવ માં હોવ કે પછી ડિપ્રેશનમાં હોવ તો ચોકલેટ એક એવી વસ્તુ છે કે એ કઈ પણ કહ્યા વગર કે કઈ પણ પૂછ્યા વગર તમારો તણાવ ઓછો કરી દે છે. તમે જ્યારે પણ તણાવ કે ડિપ્રેશન માં હોવ તો, ચોકલેટ ખાવાનું ન ભૂલતા. જેના થી તમે રિલેક્સ થઈ જશો.
૨)ત્વચા ને સુંદર રાખે છે: ચોકલેટ એન્ટિઓક્સિડન્ટ થી ભરપૂર હોય છે. જે તમારી વધતી ઉમરે થતી કરચલીઓ ને છુપાવે છે. જેથી તમે સુંદર દેખાવ છો. જેના કારણે આજે ચોકલેટ બાથ, વેક્ષ, ફેશિયલ અને પેક માં ઉપયોગ થવા લાગ્યો છે.
૩) બ્લડ પ્રેશર ઓછું થઈ જાય ત્યારે: જે લોકો ને લો-બ્લડ પ્રેશર ની પ્રોબ્લેમ હોય એને માટે ચોકલેટ ખૂબ ફાયદાકારક છે. બ્લડ પ્રેશર ઓછું થઈ જાય ત્યારે ચોકલેટ થી રાહત મળે છે. એટલે હમેશા પોતાની પાસે ચોકલેટ જરૂર થી રાખવી.
૪)કોલેસ્ટ્રોલ: શરીર માં રહેલ l.d.l કોલેસ્ટ્રોલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછું કરવામાં મદદ કરે છે. તે l.d.l કોલેસ્ટ્રોલ ને ઓછું કરી ને મોટાપણું તેમ જ તેના થી થનાર બીમારી ને પણ અટકાવવામાં સહાય કરે છે.
૫) મગજ ને સ્વસ્થ રાખે છે. એક અહેવાલ મુજબ દરરોજ એક કપ હોટ ચોકલેટ ડ્રિંક પીવા થી મગજ સ્વસ્થ રહે છે. અને યાદશક્તિ મજબૂત થાય છે. ચોકલેટ થી મગજ માં લોહી ની ગતિ વધે છે.
૬) હર્દય રોગ: એક રિસર્ચ અનુસાર ચોકલેટ કે ચોકલેટ ડ્રિંક થી હર્દય રોગ ની સંભાવના ખૂબ ઓછી થઈ જાય છે. અને હર્દય ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
૭) એથરોસ્ક્લેરોસિસ: એથરોસ્ક્લેરોસિસ એ એક પ્રકાર ની બીમારી છે. જેમાં ધમનીઓ અવરોધીત થઈ જાય છે. આવી સ્થિતિ માં ચોકલેટ ખૂબ લાભકારક થાય છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team