પૂજા હોય કે નવા મકાનના પ્રવેશદ્વાર, નવી કાર હોય કે નવો ધંધો, કોઈ પણ કામ નાળિયેળ ને ફોડીને શરૂ કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં નાળિયેળ ને શુભ અને મંગળકારી માનવામાં આવે છે. આથી જ તેનો ઉપયોગ પૂજા અને મંગળ કાર્યોમાં થાય છે.
નારિયેળ હિન્દુ પરંપરામાં સારા નસીબ અને સમૃદ્ધિની નિશાની છે. નાળિયેળ ભગવાનને અર્પણ કરવામાં આવે છે અને ત્યારબાદ પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવે છે. નાળિયેળ એ પૃથ્વીનું સૌથી પવિત્ર ફળ છે. તેથી જ લોકો ભગવાનને આ ફળ અર્પણ કરે છે
ચાલો જાણીએ કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા નાળિયેળ કેમ ફોડવામાં આવે છે. ઋષિ વિશ્વામિત્રને નાળિયેળનો સર્જક માનવામાં આવે છે. તેની બહારની સખત સપાટી બતાવે છે કે કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માટે તમારે સખત મહેનત કરવી પડશે.
નાળિયેળમાં બહારની બાજુ એ સખત અને અંદરની બાજુ એ નરમ સપાટી હોય છે અને ત્યારબાદ તેની અંદર પાણી હોય છે જે ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ પાણીમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ હોતી નથી. તેથી નવું મકાન અથવા નવી કાર લેતી વખતે તે ફોડવામાં છે. તેનું પવિત્ર જળ ચારે બાજુ ફેલાય છે, અને નકારાત્મક શક્તિઓ નાશ થઈ જાય છે.
નાળિયેળને સંસ્કૃતમાં ‘શ્રીફળ’ કહેવામાં આવે છે અને શ્રી એટલે લક્ષ્મી. પૌરાણિક માન્યતા અનુસાર લક્ષ્મી વિના કોઈ શુભ કાર્ય પૂર્ણ થતું નથી. તેથી જ શુભ કાર્યોમાં નાળિયેળનો ઉપયોગ ચોક્કસપણે થાય છે. નાળિયેળનાં ઝાડને સંસ્કૃતમાં ‘કલ્પવૃક્ષ’ પણ કહેવામાં આવે છે. ‘કલ્પવૃક્ષ’ બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે. પૂજા બાદ નાળિયેળ ફોડી ને પ્રસાદના રૂપમાં બધાને વહેંચવામાં આવે છે.
નાળિયેળ તોડવાનો મતલબ તમારા અહંકારને તોડવો. નાળિયેળ માનવ શરીરનું પ્રતિનિધિત્વ કરે છે અને જ્યારે તમે તેને તોડશો, તો તેનો અર્થ એ છે કે તમે તમારી જાતને બ્રહ્માંડમાં સમાવિષ્ટ કર્યું છે. નાળિયેરમાં ત્રણ ચિન્હો ભગવાન શિવની આંખો હોવાનું માનવામાં આવે છે. તેથી જ એવું કહેવામાં આવે છે કે તે તમારી બધી ઇચ્છાઓને પૂર્ણ કરે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team