ચતુર્માસ 2020: ચતુર્માસમાં શુભ કાર્ય કેમ નહીં થાય, જાણો શું ખાવું અને શું ન ખાવું

ચતુર્માસ માં વ્રજ ની યાત્રા નું મહત્વ, આ ચાર મહિના માં શું પ્રબંધીત અને કેમ??? ચાલો જાણીએ.

Image Source

જ્યાં અષાઢ શુક્લ પક્ષ ની એકાદશી ને દેવશેયની એકાદશી માનવામાં આવે છે ત્યાં થી જ ચતુર્માસ નો આરંભ પણ થાય છે. આ વખતે ચતુર્માસ નો પ્રારંભ 1 જુલાઈ થી લઈ ને 25 નવેમ્બર સુધી નો છે. એટલે આ સમયે કોઈ પણ માંગલિક કાર્યો કે લગ્ન જેવા પ્રસંગો થાય એ શક્ય નથી.  એટલે કે  આગળ ના ચાર મહિના સુધી કોઈ માંગલિક કાર્યો નહીં થઈ શકે.

Image Source

ચતુર્માસ દેવશેયની એકાદશી થી શરૂ થઈ ને કાર્તિક શુક્લ દેવઉઠી એકાદશી સુધી ચાલે છે. ચતુર્માસ માં માંગલિક કાર્યો થતાં નથી અને ધાર્મિક કાર્યો પર વધારે ધ્યાન આપવામાં આવે છે.

Image Source

આ ચતુર્માસ માં શ્રાવણ, ભાદરવો, અશ્વિન અને કાર્તિક માસ આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમયે ભગવાન વિષ્ણુ આરામ કરે છે. આપણાં ધર્મ ગ્રંથ અનુસાર, ચતુર્માસ દરમિયાન ઘણાં નિયમો નું પાલન કરવામાં આવે છે અને આ નિયમ ના પાલન કરવાથી મળતા ફળ નું પણ વર્ણન કરવામાં આવ્યું છે.

ચતુર્માસ એક એવો વિશિષ્ટ તહેવાર છે. કે જેમાં આપણે આપણી સ્વાદ ઇન્દ્રિયો ને તેમજ કામેન્દ્રીયો ને નિયંત્રણ માં રાખી ને આધ્યાત્મિક ઉર્જા નો સંપૂર્ણ લાભ લઈ ને તન-મન ને સ્વસ્થ રાખી શકીએ છીએ. આ ચાર મહિના સુધી ભગવાન વિષ્ણુ અનંત શૈયા પર આરામ કરશે.

Image Source

પુરાણો માં એવો ઉલ્લેખ છે કે આ દિવસો માં વિશ્વ ના પાલનકર્તા ચાર મહિના સુધી પાતાળલોક માં અનંત શૈયા પર શયન કરે છે. એટલા માટે જ આ દિવસો માં કોઈ પણ ધાર્મિક કર્યો કરવામાં આવતા નથી. આ દિવસો માં તપસ્વી એક જ જગ્યા પર રહી ને જપ- તપ કરે છે.

ધાર્મિક યાત્રા માં ફક્ત વ્રજ ની યાત્રા થઈ શકે છે. વ્રજ ના વિશે એવી માન્યતા છે કે  આ સમયે બધા જ દેવ વ્રજ માં નિવાસ કરે છે.

જાણો શું ખાવું અને શું ન ખાવું.

Image Source

        ચતુર્માસ ના પહેલા મહિને એટલે કે શ્રાવણ મહિના માં લીલા શાકભાજી,

              આના બીજા મહિને એટલે ભાદરવામાં દહી,

Image Source

                  ત્રીજા મહિનો એટલે અશ્વિન માં દૂધ,

ચોથો મહિનો એટલે કાર્તિક માં દાળ વિશેષકરી ને અડદ દાળ ન ખાવાની સલાહ આપવામાં આવે છે.

ઉપરોક્ત આ ચાર મહિના માં વિવાહ સંસ્કાર,ગૃહ પ્રવેશ વગેરે જેવા મંગલ કર્યો નિષેધ છે.

આ સમય માં દૂધ, ખાંડ,દહી, તેલ, રીંગણ, લીલા પાંદડાવાળા શાકભાજી, મસાલેદાર ભોજન,મીઠાઇ,સોપારી, માંસ, અને મદિરા નું સેવન કરવામાં આવતું નથી.

Image Source

શ્રાવણ માં લીલા પાંદડાવાળા શાકભાજી તેમજ પાલક, સાગ વગેરે  ભાદ્ર પક્ષ માં દહી, અશ્વિન માં દૂધ, કાર્તિક માં ડુંગળી, લસણ અને અડદ ની દાળ વગેરે નો ત્યાગ કરવામાં આવે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

            

Leave a Comment