આપણા શાસ્ત્રો અને પુરાણોમાં જીવનને સુખી બનાવવા અને મુશ્કેલીઓથી છૂટકારો મેળવવા ઘણી બાબતો જણાવી છે. તેનો અમલ કરવા પર વ્યક્તિને દરેક કામમાં સફળતા મળે છે. ગરુડ પુરાણમાં આવી કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનાથી સુખ સમૃદ્ધિ અને પ્રસિદ્ધિ વધારો થાય છે. ગરુડ પુરાણ મુજબ કોઈ પણ વ્યક્તિએ પાંચ પ્રકારના કાર્યો ન કરવા જોઈએ. આવી સ્થિતિમાં, જે લોકો આ વસ્તુઓ કરે છે તે હંમેશાં તેમના જીવનમાં નિષ્ફળતા મેળવે છે.
1. ઓછી આવક હોવા છતાં દાન કરવું
કેટલાક લોકોનો એવો સ્વભાવ હોય છે કે તેઓ ઘણીવાર અન્ય લોકોને પૈસા જોયા વિચાર્યા વગર જ આપી દે છે. વ્યક્તિને ખરેખર પૈસાની જરૂર છે કે નહીં . શું પૈસા માંગતી વ્યક્તિ તમારા સ્વભાવનો લાભ રહી છે? આવા વ્યક્તિઓ ઓછી આવક હોવા છતાં પણ દાન કરે છે. આવા લોકો દુઃખી રહે છે. શાસ્ત્રો માં કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિએ તેની ક્ષમતા કરતા વધારે દાન કરવું જોઈએ નહીં.
2. પૈસા હોવા છતાં કંજુસ રહેવું
જેમ પૈસા ના હોય ત્યારે કોઈ ને ધિરાણ આપવું એ એક ખોટી આદત છે. તેવી જ રીતે, જે લોકો સંપત્તિ અને સગવડથી સંપન્ન હોવા છતાં કંજુસ રહે છે, આવા લોકો ને સમાજમાં માન મળતું નથી. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ હંમેશા તેની ક્ષમતા મુજબ દાન કરવું જોઈએ.
3. સંતાન માં સંસ્કાર ના હોવા
સૌથી વધુ માન અને સન્માન એને મળે છે જેની અંદર સારા સંસ્કાર હોય છે. આવી સ્થિતિમાં સંસ્કાર વગર ના સંતાન ના માતા-પિતાને તેમના બાળકો ના કારણે સમાજમાં અપમાનિત થવું પડી શકે છે. માતાપિતાએ તેમના બાળકોને સારા સંસ્કાર આપવા જોઈએ જેથી સમાજમાં આદર મળે.
4. ખોટા લોકોની સંગતમાં
સારા લોકો ની સંગત માં રહેવાથી સારા ગુણો પ્રાપ્ત થાય છે અને ખરાબ લોકો ની સંગત માં હંમેશાં ખરાબ પરિણામ આવે છે. આવી પરીસ્થિતિમાં, જે લોકો ખોટા લોકોની સંગત માં રહે છે તેઓને ક્યારેય માન સન્માન મળતું નથી. તેથી, કોઈએ ક્યારેય ખરાબ અને અધર્મ લોકોની જોડે બેસવું જોઈએ નહીં
5. બીજા નું ખરાબ કરવું
જે વ્યક્તિ બીજાનું ખરાબ કરે તેને સમાજમાં ક્યારેય માન નથી મળતું. ગરુડ પુરાણ માં કહ્યું છે કે વ્યક્તિએ પોતાના ફાયદા માટે બીજાને નુકસાન ન કરવું જોઈએ.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team