વાસ્તુ મુજબ સૂર્યની રોશની ઘરમાં પડવાથી થતા લાભ, અનેક દોષોનો આવશે અંત

સંપૂર્ણ બ્રહ્માંડનો આધાર સૂર્ય છે. સૂર્યની ઉર્જાથી જ પૃથ્વી પર જીવન છે. સૂર્યદેવને અગ્નિનુ સ્વરૂપ માનવામાં આવે છે. તેથી વાસ્તુ શાસ્ત્રમાં સૂર્યનુ વિશેષ મહત્વ છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની અંદર સૂર્યનો પ્રકાશ આવવો જરૂરી છે. કારણ કે જો ઘરના મોટાભાગમાં સૂર્યની રોશની પડે તો ત્યાંના કેટલાય દોષ સમાપ્ત થઈ જાય છે. પંચતત્વોમાંથી એક સૂર્યનું વાસ્તુ શાસ્ત્રમાં પણ ઘણું મહત્વ છે.

image source

જે ઘરમાં સૂર્યપ્રકાશ પહોંચતો નથી ત્યાં મોટેભાગે બીમારીઓ કાયમ રહે છે. . અંધારાવાળા જગ્યાએ રહેતા લોકોની તબિયત વારેઘડીએ ખરાબ થાય છે. વાસ્તુ શાસ્ત્રમાં સૂર્યદેવનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યુ છે. જે ઘરોમં સૂર્યદેવનો પ્રકાશ સતત પહોંચતો રહે છે ત્યા લોકો ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર રહે છે. સૂર્યના કિરણો આરોગ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. સૂર્યોદય સમયે ઘરના દરવાજા અને બારીઓ ખુલ્લા રાખો.

image source

વાસ્તુ શાસ્ત્રમાં સૂર્યનું મહત્વ વિશેષ

અંધારા રૂમમાં અથવા તો જ્યાં સૂર્યનો પ્રકાશ પહોંચતો નથી ત્યાં ઘરમાં વધુ જંતુઓ અને જીવાત રહે છે. ત્યાં રહેતા લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર જોવા મળે છે. જો સૂર્યનો પ્રકાશ ઘરમાં આવે તો ત્યાં લોકો ઊર્જાવાન અનુભવ કરશે. જ્યોતિષમાં સૂર્યને આત્માકારક ગ્રહ કહેવામાં આવ્યો છે. સૂર્યની રોશની જે ઘરમાં પડે છે ત્યાં લોકોનો આત્મવિશ્વાસ પણ વધે છે.

image source

રૂમમાં સૂર્યની રોશની ફાયદાકારક

સૂર્યની રોશની ઘરમાં પડતા ત્યાંની નકારાત્મકતા સમાપ્ત થાય છે અને લોકો ઊર્જાવાન રહે છે. જે ઘરમાં સૂર્યની રોશની નથી પડતી ત્યાં લોકોમાં જીવન શક્તિનો અભાવ જોવા મળે છે. રસોડા અને બાથરૂમમાં પણ સૂર્યનો પ્રકાશ પડે એવી વ્યવસ્થા કરવી જોઈએ. ઘરમાં કૃત્રિમ રોશનીનો ઉપયોગ ઓછો કરવો જોઈએ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment