જયારે કોઈ વ્યક્તિને ગલીપચી કરો તો તરત જ જોર જોરથી હસવા લાગે છે અને વળી કેટલાક એવા પણ હોય છે કે જે ગલીપચી કાર્યની સાથે હસવા અને કુદવા પણ લાગે છે. આ વાતનો તમને પણ અનુભવ થયો હશે. ઘણી વખતે લોકો ગલીપચી કરવાથી એવા હસવા લાગે છે કે હસી હસીને તેમનું પેટ દુખી જાય છે.
નાનાં બાળકોને ગલીપચી કરવાથી તે હસવા લાગે છે અને આપણે માનીએ છીએ કે તેને ગમે છે. જયારે પણ આપણા શરીરના સેંસિટિવ ભાગમાં ગલગલિયાં કરવામાં આવે તો આપણને હસવું આવી જાય છે. ગલીપચી થાય ત્યારે હસવું આવે એ આપણા મગજની સ્વરક્ષાની વ્યવસ્થાનો એક ભાગ છે. ખાસ કરીને જે ભાગની ત્વચા અથવા તો અંદરના અવયવો નાજુક હોય છે ત્યાં હળવો સ્પર્શ કરવાથી ગલીપચી થાય છે.
શરીરના કોઈ પણ ભાગમાં કોઈ પણ ચીજનો સ્પર્શ થાય તો એના સમાચાર તરત મગજ સુધી પહોંચે છે. ત્વચાના ઉપરના એપિડર્મિસ નામના લેયરમાં રહેલા ચેતાકોષોની મદદથી આ સંદેશવહનનું કામ થાય. ચેતાકોષો દ્વારા ચોક્કસ જગ્યાએ સ્પર્શ થયાનો સંદેશો ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ દ્વારા મગજના સોમેટોસેન્સરી કોર્ટેક્સ નામના ભાગમાં પહોંચે છે.
જો કે સામાન્ય રીતે તીક્ષ્ણ કે ભારે સ્પર્શ થાય ત્યારે મગજ એલર્ટ થઈને તરત એ સ્પર્શનું ઇન્ટરપ્રિટેશન કરીને જરૂરી પ્રતિક્રિયા કરવાનો શરીરને આદેશ આપે છે. સ્પર્શ જ્યારે અત્યંત હળવો હોય ત્યારે ભારે પ્રતિક્રિયા આપવાને બદલે આ સ્પર્શનો સંદેશો મગજના હાઇપોથેલેમસ નામના ભાગમાં પહોંચે છે. આ એ જ ભાગ છે જે પીડાની સંવેદના પણ અનુભવે છે અને સ્વરક્ષા માટેની સુરક્ષાવ્યવસ્થાનું નિયંત્રણ પણ કરે છે. હાઇપોથેલેમસમાં હળવા સ્પર્શની સંવેદના પહોંચે છે ત્યારે જે-તે સ્પર્શ હાનિકારક કે ડેન્જરસ નથી એવું વિશ્લેષણ કરીને એ પીડાને બદલે હસવાની સ્ફુરણા કરાવે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team