જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ન્યાયાધીશની પદવી આપવામાં આવે છે જે આપણા સારા કે ખરાબ કામોનું ફળ આપે છે. શનિ ન્યાયપ્રિય ગ્રહ છે અને શ્રમથી પ્રસન્ન થાય છે. શનિ જો નારાજ થઈ ગયા હોય તો શ્રમથી દુર કરી શકાય છે પરંતુ તે શ્રમ માટે આપણા શરીરમાં શક્તિ, સ્વાસ્થ્ય અને સામર્થ્ય રૂપે રહેવુ જોઇએ, એના માટે શનિને તેલ ચડાવીને પ્રસન્ન કરી શકાય છે. પુરાણોમા શનિને તેલ ચડાવાવાની પાછળ અલગ-અલગ કથાઓ જોવા મળી છે. આ બધી જ કથાઓ રામાયણ કાળ અને વિશેષ રૂપથી ભગવાન હનુમાન સાથે જોડાયેલી છે. અલગ-અલગ કથાઓમાં શનિને તેલ ચડાવવાની ચર્ચા છે પરંતુ સાર બધાનો એક જ છે. શનિ પૂજામાં તેલનું મહત્વ શા માટે છે તેની સાથે બે પૌરાણિક કથાઓ જોડાયેલી છે.
પહેલી કથા
શનિદેનને તેલ ચડાવાની પરંપરાની આ કથા પ્રચલિત છે. રાવણ પોતાના અહંકારમાં ચૂર હતો અને તેણે બધા જ ગ્રહોને બંદી બનાવી લીધા હતા. શનિદેવને પણ તેણે બંદી બનાવી ઊંધા લટકાવી દીધા હતા. તે જ સમયે હનુમાનજી ભગવાન રામના દૂત બની લંકા આવ્યા હતા. પરંતુ રાવણે તેમની પૂંછડીમાં આગ લગાવી દીધી, ત્યારબાદ જ્યારે હનુમાનજીએ લંકામાં આગ લગાવી દીધી જેના કારણે બધા જ ગ્રહ આઝાદ થઈ ગયા. તેમાંથી શનિદેવને ઊંધા લટકવાના કારણે શરીરમાં દુખાવો થવા લાગ્યો. આ સમયે હનુમાનજીએ તેમને શરીર પર તેલ લગાવી અને માલિશ કરી અને તેઓ પીડામાંથી મુક્ત થયા. તે સમયે શનિદેવએ કહ્યું હતુ કે જે પણ ભક્ત શ્રદ્ધાથી તેમના પર તેલ ચડાવશે તેમને પણ તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળી જશે. આ પ્રસંગ પછીથી શનિદેવ પર તેલ ચડાવાની પરંપરા શરૂ થઈ, જે આજ સુધી ચાલતી આવે છે.
બીજી કથા
બીજી કથા અનુસાર શનિદેવને પોતાની શક્તિ અને પરાક્રમ પર અભિમાન આવી ગયું હતુ. પરંતુ તે કાળમાં હનુમાનજીના પરાક્રમ અને કીર્તિ ચોતરફ ગુણગાન ગવાતા. આ વાત જાણી શનિદેવ હનુમાનજી સાથે યુદ્ધ કરવા નીકળી પડ્યા. તેઓ જ્યારે યુદ્ધ માટે પહોંચ્યા ત્યારે હનુમાનજી રામ ભગવાનની ભક્તિમાં લીન હતા તેમ છતાં શનિદેવની યુદ્ધની લલકાર સાંભળી શનિદેવને તેમણે સમજાવ્યા. જ્યારે શનિદેવ તેમની વાત ન સમજ્યાં ત્યારે બંને વચ્ચે ઘમાસાન યુદ્ધ થયું. આ યુદ્ધમાં શનિદેવ ઘાયલ થયા અને તેમને શરીરમાં ભયંકર પીડા થવા લાગી. આ પીડામાંથી મુક્તિ માટે હનુમાનજીએ તેમને તેલ આપ્યું અને ત્યારપછી શનિદેવને તેલ ચડાવાની પરંપરા શરૂ થઈ.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team