પૈસાની જરૂર આજકાલ કોને નથી હોતી. દરેકને ધન મેળવવાની ઈચ્છા જરૂર હોઈ છે. જેના માટે દરેક દિન રાત તનતોડ મહેનત કરતા હોઈ છે. લોકો તેનું જીવન સમૃદ્ધ બનાવવા અને આર્થિક રીતે સુખ મેળવવા શું શું નથી કરતા હોતા, છતાં પણ તેને કોઈ ને કોઈ સમસ્યા જરૂરથી નડતી હોઈ છે. ન ઇચ્છતા હોવા છતાં પણ તેના જીવનમાં ઘણી પરિસ્થિતિઓ આવવાનું શરૂ થાય છે . . જો તમને પણ આવી સ્થિતીનો સામનો કરવો પડી રહ્યો હોય તો અહીં રજૂ કરવામાં આવેલા આ ટુચકા તમને કામ લાગી શકે છે.
વડ
આષ્લેશા નક્ષત્રમાં વડના ઝાડનું એક પત્તું લાવી તેને અનાજ ભરતાં હોય તે રૂમમાં રાખી દો. ઉપરાંત એક પાન પર હળદરથી સ્વસ્તિક દોરી અને તેને પુષ્ય નક્ષત્રમાં તિજોરીમાં રાખી દેવું.
કેળ પર ચડાવો જળ
કેળાના ઝાડ એટલે કે કેળને રોજ જળ ચડાવવું જોઈએ. તેમજ ગુરુવારના દિવસે તેની પૂજા કરી કાચું દૂધ ચડાવવું અને માતા લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુને ધનવાન બનવાની પ્રાર્થના કરવી.
ધતૂરો
ધતૂરાના ઉપયોગ અનેક તાંત્રિક વિધિઓમાં પણ થાય છે. ધતૂરાના મૂળમાંથી એક ટુકડો લઈ તેને ઘરમાં સ્થાપિત કરવો અને મહાકાળી માતાનું પૂજન કરવું.
શંખપુષ્પી
શંખપુષ્પીના મૂળને રવિ-પુષ્ય નક્ષત્રમાં ઘરે લાવવી અને તેના ચાંદીની ડબ્બીમાં રાખી અને ઘરની તિજોરીમાં રાખો.
બહેડા
પુષ્ય નક્ષત્રમાં બહેડાના મૂળ તેમજ તેનું એક પત્તું ઘરે લાવવું અને જ્યાં તમે પૈસા રાખતાં હોય ત્યાં રાખવું. ઘરમાંથી ક્યારેય પૈસા ખાલી નહીં થાય.
આંકડો
રવિપુષ્પ નક્ષત્રમાં આંકડાના મૂળનો ટુકડો લઈ જમણા હાથમાં ધારણ કરવો. તેનાથી આર્થિક સમૃદ્ધિમાં વધારો થશે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team